સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો. થેન્કસ ટુ કાર્તિક મિસ્ત્રિ સાહેબ(http://kartikm.wordpress.com/).જરુર થી આ બ્લોગની મુલાકાત લેવા વિંનતિ..,
- કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).
- જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).
- પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).
- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).
- પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).
- કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).
- એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).
- ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).
- સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
- જેવો કોડ કરીએ, તેવી એરરો અાવે.
(જેવુ કરીએ, તેવુ ભરીએ)
- સિન્ટેકસમાં એરર હોય અને લોજીકમાં મથે.
(દુખે પેટ ને કૂટે માથું)
- નબળા કોડને bug ગણા (નબળી ગાયને બગાઈઓ ઘણી)
સોફ્ટવેર કહેવતો ભાગ-૨ (http://kartikm.wordpress.com/)
૧. એન્ટિવાયરસ દેવો ભવ: (અતિથિ દેવો ભવ:)
૨. આકરા બગને સૌ માને (આકરા દેવને સૌ માને)
૩. એક કમાન્ડને બે આઉટપુટ (એક ઘા ને બે કટકા)
૪. એક પ્રોજેક્ટમાં બે પ્રોજેક્ટ મેનેજર ના રહે (એક મ્યાનમાં બે તલવાર ન રહે)
૫. ફ્રેશર જોબ લઇ ગયો (કાગડો દહીંથરુ લઇ ગયો)
૬. બીજાનો કોડ ભેંસ બરાબર (કાળા અક્ષર ભેંસ બરાબર)
૭. જ્યાં માઇક્રોસોફ્ટ, ત્યાં વાયરસ (જ્યાં ગંદવાદ, ત્યાં મંદવાદ)
૮. જેવો પ્રોજેક્ટ તેવો કોડ (જેવો દેશ તેવો વેશ)
૯. ઓપનસોર્સ કોડ, જે આવે તે ડાઉનલોડ કરે (દેવળનો ઘંટ, જે આવે તે વગાડે)
૧૦. પ્રોજેક્ટ નાનો ને કોડ ઘણો (ધંધો થોડો ને ધાંધલ ઘણી)
૧૧. લૅ-ઓફ પહેલા જોબ શોધવી (પાણી પહેલાં પાળ બાંધવી)
૧૨. જોબ લીધા પછી સેલેરી પૂછવી (પાણી પીધા પછી ઘર પૂછવું)
એમ તો કાર્તિક મિસ્ત્રિ સાહેબ વિષે લખવાની મારાં માં તાકાત નથિ કારણ કે જેટલુ લખિએ એટલુ ઓછુ પડે.એમના બ્લોગ પર થી જ આપને ખ્યાલ આવી જશે.. :)