Tuesday, February 9, 2010

Inglorious bastards..!!(ગુજરાતી માં લખી શકાય એમ નથી ;))

થોડા સમય પહેલા ઘણી જગ્યા એ આ મુવી વિશે વાંચ્યા બાદ ,આ મુવી ડાઉનલોડ કરી ને જોયું પણ એમાં સબ્ટાઇટલ ન હતાં , પૂરું મુવી અંગ્રેજીમાં હોત તો કદાચ થોડી-ઘણી સમજ પડી હોત,પરંતુ પાછળથી ખબર પડી કે મુવી માં મહદઅંશે ફ્રેન્ચ ,જર્મન અને થોડેઘણે ઈટાલિયન ભાષા નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.તો ફરીથી સબ્ટાઇટલ સાથે મુવી ડાઉનલોડ કરી.
મુવી જોયા પછી,એટલું ચોક્કસ કહી શકાય કે આ મુવી અત્યાર સુધી માં જોયેલ સૌથી ક્રુર મુવી છે .આટલાં ક્રુર દશ્યો મેં બીજા કોઈ મુવી માં નથી જોયા.(એમ પણ હું થોડો સંવેદનશીલ પ્રકારનો માણસ છું . :) ).જો કે મને આ મુવીનું બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક બહુ ગમ્યું . અને કદાચ એટલે જ ક્વેન્તીન તેરેન્તિનો (Quentin Tarantino) ને આ વર્ષ ના ગ્રેમી અવોર્ડસ માટે નોમિનેશન મળ્યું હતું (અને જેમાં રહેમાન સાહેબ ને વિજેતા ઘોસિત કરવામાં આવ્યા હતાં .).બ્રેડ પીટ (Brad Pitt) અને ક્રીસ્તોપ્ફ વોલ્ટ્સ(Christoph Waltz) નો અભિનય ખરેખર અદભુત હતો.

@ the end :-

"છ્મ છ્મ .." સોનુ નિગમે ઘણા સમયે ગાયેલું અદભુત સોંગ (મુવી:STRIKER) ,જો આંખોને બંધ કરીને શાંતિ થી સાંભળવા માં આવે તો એના ફીલ માં થી બહાર આવવું મુશ્કેલ થઇ જાય એવું સોંગ. :)

Thursday, February 4, 2010

અવતાર-3D !!

'અવતાર' રિલીઝ થયાનાં ૩૦-૪૦ દિવસો પછી જોવાનો અવસર મળ્યો.જો કે એ મારી પોતાની જીદ નાં કારણે જ હતું,""કે અવતાર જોવું તો 3D માં જ જોવું .
અને હમણા જાણવા મળ્યા મુજબ આ ફિલ્મ 3D પુરા ગુજરાત માં ફક્ત ૨-૩ થિયેટરમાં જ ચાલે છે.થેંક્સ ટૂ SK Aanand.


આગળ હું અને મોહિત એક વાર પ્રયત્ન કરી ચુક્યા હતા પણ અમને ટિકીટ ન હતી મળી--ત્યારબાદ વેકેશન હોવાને કારણે ઘરે જવાનું થયું અને અમે એવું 
વિચાર્યું હતું કે સુરત માં જોઈ લઈશું પરંતુ અમારા કમનસીબે ત્યાં આ મૂવી 3D માં ન હતું.અને હમણા જેવું કોલેજ આવવાનું થયું અને ખબર પડી કે SK Aanand
માં અવતાર 3D હજી ચાલે છે એટલે એ જ દિવસે સાંજે અમે પહોંચી ગયા થિયેટરમાં,અને ટિકીટ લીધાં પછી અમે થિયેટરનિ સ્ક્રીન તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં જ 
મોહિતે અચાનક કોઈ વ્યક્તિને ઓળખી,અવતાર માં જે કનેક્શન ની વાત હતી આવી જ કઈક વાત હતી એ,એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ અમારો ખાસ મિત્ર આલોક હતો જેની જોડે
અમે સુરત માં આ ફિલ્મ જોવાનો પ્લાન બનાવી જોયો હતો અને ત્યારપછી  અમે અચાનક એકબીજાને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સરખા દિવસે ,એક જ સમયે,એક જ જગ્યા એ ભેગા થઈ 
ગયા (જીદંગી ઘણીવાર સુખ:દ આશ્ચર્યમાં મૂકી દે છે. )

અને આ રીતે હું મારી જીદંગીની પહેલી 3D ફિલ્મ જોવા ગયો.અને ફિલ્મ જોયા પછી ખબર પડી કે ,શા માટે સાજીદ ખાને (મારા ફેવરિટ ટ્વીટર સેલિબ્રિટિ ) આ મૂવી ૬ વાર જોવા જવું પડ્યું,
શા માટે જય વસાવડા સાહેબે ફિલ્મ વિશે આફ્લાતૂન લેખ લખ્યો હતો,શા માટે કાર્તિક મિસ્ત્રી સાહેબે એક અલગ બ્લોગ પોસ્ટ લખવી પડી ,અને શા માટે 'સફારી ' એ પણ આ ફિલ્મ ની સિનેમટૉગ્રફિ પર 
અલગ લેખ આપ્યો.ખરેખર અદભૂત..!! અને પેન્ડોરા ગ્રહ ની પ્રકૃતિ અને લેટેસ્ટ કોમ્પ્યુટર ગેઝેટ ને 3D માં જોઈએ તો જ ફિલ્મ ની ખરી મજા માણી શકાય..

at the end:-
- life@kite -JAy Vasavada સુરત ના (નેશનલ લેવલનાં..!!) પુસ્તકમેળામાં ખુબ તપાસ કરવા છતાં ન મળી. :(
- ગૂગલ નાં કોઈ કામ માં કહેવાનું ના હોય: ઉ.દા :- google transliteration IME નો ઉપયોગ કરીને લખેલ આ બ્લોગ-પોસ્ટ.