Sunday, September 30, 2012

આ મહિના ની ફિલ્મો,સપ્ટેમ્બર'૧૨ !!

    આમ  તો  અત્યાર સુધી  જોયેલી/દેખેલી  ફિલ્મો  નો  એક ડેટાબેસ  બનાવવાનો  વિચિત્ર વિચાર આવ્યો હતો,આમ તો  એટલી બધી ફિલ્મો જોય  હશે કે  ન પૂછો વાત,પણ દર મહીને આવી એકાદ પોસ્ટ લખી ને ટ્રેક રાખી શકાય એવું સુજ્યું ... :) તો  વીતી   ગયેલા અને આવનારા મહિનાઓનું તો ખબર નહિ પણ આ મહિના (સપ્ટેમ્બર'૧૨) માં જોયેલ ફિલ્મોની  યાદી ( યાદી જ્યાદા,રિવ્યુઝ કમ...! ).  :)

* Satyakam (1969)  by Hrishikesh Mukherjee :

    આમ તો મારી મોટા ભાગ ની ફિલ્મો ની પસંદગી જય વસાવડા પ્રેરિત હોય છે... :) (જે ફિલ્મો નો ઉલ્લેખ જય ભાઈ નાં લેખ,ટ્વીટ, ફેસબુક સ્ટેટસ  વગેરે માં થયો હોય એવી..).અને આ ફિલ્મ તો એમની ફેવરીટસ માં ની એક હોય ઘણા સમય થી જોવાની ઈચ્છા હતી...ગયા મહીને હ્રીશિદા ની ગોલમાલ જોવામાં આવી હતી ત્યારે એમના દિગ્દર્શન ની સ્ટાઈલ ગમી હતી. આ ફિલ્મ એક જ શબ્દ માં, "ક્લાસિક" !!

    થેન્ક્સ ટુ  ' રાજશ્રી પ્રોડક્શન ', આ પૂરી ફિલ્મ યુટ્યુબ પર ઉપલબ્ધ છે,

   
* Gandhi (1982) by Richard Attenborough :

    આઠ-આઠ એકેડમી એવોર્ડ્સ જીતનારી આ અદભુત ફિલ્મ ! ખરેખર માનવામાં નહિ આવે કે  આ ફિલ્મ આજ થી ૨૦ વર્ષ પહેલા બનાવેલ છે...!!

*  Yugpurush (1998) by Partho Ghosh :  

    અગેઇન જયભાઈ ની પસંદીદા , નાના પાટેકર ની અદભુત એક્ટિંગ વાળી આ ફિલ્મ પોતાની એક છાપ  છોડી જાય છે.
    આ  ફિલ્મ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે,



* Paanch (2003) by Anurag Kashyap :

    અનુરાગ કશ્યપ ની પહેલી ફિલ્મ જે ઓફિસીયલી રીલીઝ ન'તી થઈ  શકી.પુના માં બનેલી એક ઘટના વિષે ન્યુઝ-આર્ટીકલ્સ વાંચીને અનુરાગ ને આ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો.હમણા કોઈક ભલા માણસે આ ફિલ્મ ની પ્રિવ્યુ કોપી નેટ પર મૂકી છે.


* Haasil  (2003) by Tigmanshu Dhulia :

    ખુબ જ જિંદાદિલ દિગ્દર્શક અને વન ઓફ માય ફેવરીટસ.'હાસિલ' એ અલ્હાબાદ માં સેટ કોલેજિયન પોલીટીક્સ નાં બેકડ્રોપ પર બનાવેલ એક 'કલ્ટ' ફિલ્મ કહી  શકાય અને 'હોસ્ટેલ મુવીઝ' (જે થીએટરો માં ઓછી અને હોસ્ટેલ નાં રૂમો માં વધુ જોવાતી હોય એવી ફિલ્મો  ઉ.દા. 'ગુલાલ', 'દિલ દોસ્તી ઈટીસી' ,'દિલ ચાહતા હૈ', 'લક્ષ્ય' વગેરે...) માં ટોપ પાંચ માં જરૂર આવે એવી ફિલ્મ  :)

* 'The Bypass' (2003) a short movie by Amit Kumar :

    રેન્ડમ સર્ફિગ માં મળેલ ,નાવાઝુદ્દીન અને ઈરફાન ખાન દ્રારા અભિનીત ડાર્ક શોર્ટ ફિલ્મ ,

   
Gangs of Wasseypur-1 and 2 (2012) by Anurag Kashyap :

    અનુરાગ કશ્યપ નાં ડાય હાર્ડ પ્રશંશક હોવાથી અને આ વખતે આ ફિલ્મની માર્કેટિંગ પણ  બરાબર હોય ઘણા સિનેમાઘરો માં રીલીઝ થઇ હોવાથી, રીલીઝ થયા નાં પહેલા અઠવાડિયામાં જ  બંને ભાગો જોવામાં આવ્યા.જોરદાર ! દમદાર ! એકદમ  'રો' અને 'રસ્ટિક' પાત્રો  જોવાની મજા આવી.

* That Girl in yellow boots (2010) by Anurag Kashyap :

    Again from the master,અનુરાગ કશ્યપ..!! કલ્કી એ લખેલ ડ્રામા બેઇઝ્ડ ફક્ત અનુરાગ કશ્યપ જ બનાવી શકે,ખુબ જ રીઅલ દ્રશ્યો અને એ પણ સામાન્ય ડીજીટલ  SLR કેમેરા માં શૂટ કરવામાં આવેલ !

* Bheja Fry 2 (2011) by Sagar Ballary :

    'Bheja Fry' ગમી હતી એટલે આ પણ જોવામાં આવી પણ એટલી મજા નહિ આવી,ઠીક-ઠાક..!!

* Barafi (2012) by Anurag Basu :

    આ બીજા અનુરાગ પણ કલાકાર  છે ... :) વચ્ચે-વચ્ચે થોડી વધુ પડતી ધીમી થતી,પરંતુ ઓવરઓલ ખુબ જ સરસ ફીલિંગ આપનારી નામ ને સાર્થક કરતી 'સ્વીટ' ફિલ્મ...

    તો આ મહિના નો સ્કોર ૧૧.
PS :

આમ તો બધી ફિલ્મો ચુન ચુન કે પસંદ કરી હોય રેટિંગસ/સ્ટાર્સ આપવાની કોઈ સેન્સ બનતી નથી ... :) અને આમ પણ હું માનું છું કે આર્ટસ એ સબ્જેક્ટિવ વિષય છે...!

@ the end : -

- રવિવાર ની રજા, ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ,અને ઘરનો આરામ...મજાની લાઈફ...!! :)
- યો  યો હનીસિંગ નાં ચાહકો માટે,

           

Sunday, September 23, 2012

આજ-કાલ..

* "Steve Jobs by Walter Isaacson"  વંચાય   રહી છે ,વંચાય ગયા  પછી એકાદ  પોસ્ટ  લખવાનો વિચાર છે  એના ઉપર.

*  આપણે  ત્યાં  લોકો  હજુ  ગ્રાહક  સેવા  એ  જ  પ્રભુસેવા  માં  નથી  સમજતા ,
હમણા  ઘણા  અનુભવો  થયા સર્વિસ  આપવામાં  આટલો  ખચકાટ  કેમ ?? કેબલ  વાળા થી 
કંટાળી ને ડીશ ટીવી નું  કનેક્શન  લેવા  માં  આવ્યું ,હવે  કોઈ ઢંગ ની બોલિંગ નાં કરે તો શું થયું ?
 ટી-20  વર્લ્ડ-કપ જોવો  તો પડશે  ને ,જો  કે ભારતીય બોલરોનું ફોર્મ ચિંતા જનક તો છે... :)

* પુને/પુના માં ઓપેન-સોર્સ ને લગતા સારા એવા કાર્યકમો થાય છે  પણ સાલું અમુક કામ એવા ફસાયા છે ને કે કોઈ કાર્યક્રમ માં જવાતું જ નથી,આવનારા કાર્યકમો,

  2. DevFest Powered by Pune GDG(Google Developres Group),official page

* ઘણી વાર એવું લાગે છે "જાવા" સાલું  કંઈક વધારે પડતું જ વિશાળ છે... :)

*  દરેક રાજ્યના લોકો ને ખબર છે કે ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી ન.મો છે  અને ખુબ સારી  રીતે ગુજરાત નું શાસન ચલાવે છે..!! :)  (આવું બધા સામેથી આવી ને કહે  છે એટલે લખું છું ,અને મને આંધ્ર-પ્રદેશ કે મિઝોરમ નાં મુખ્યમંત્રી વિષે કશી ખબર નથી અને ત્યાં નાં લોકો જ્યારે તમને આવું કહે  કે પૂછે ત્યારે અચંબો થાય ...) :)

* વચ્ચે  એક 10 દિવસ લાંબુ મસ્ત વેકેશન વિતાવવા માં આવ્યું હતું ઓગસ્ટ  મહિનામાં,ત્યારે ચોમાસું ભ્રમણ  અતર્ગત ફરી પાછુ જંગલ ભ્રમણ કરવામાં આવ્યું હતું  (વાહ,એક વાક્ય માં કેટલા ભ્રમણ !? :) ) . આમ  તો છેલ્લા 4-5 વર્ષોથી ચોમાસા માં આવા કંઈક પ્રોગ્રામ બનતા  રહે છે ,જંગલો ની નજીક રહેવાનો ફાયદો  :)

*  જમણાં પગ નાં અગુંઠા પછી હવે ડાબા પગનાં અગુંઠા માં  "Ingrown nail" કહેવાતી સમસ્યા સતાવી રહી છે ,જેને મેડીકલ ભાષામાં "Onychocryptosis" પણ કહેવાય છે,અને ગુજરાતી માં કદાચ "નહિયુંપાકવું" એમ કહે છે .  :(

* બ્લોગ ને રેગ્યુલર કરવા હવે થી વિચારો ને તરત ડ્રાફ્ટ માં કન્વર્ટ કરી શેડ્યુલ પોસ્ટ નો ઉપયોગ કરવાના  પ્રયાસો થઇ રહયા છે, જોઈએ કેટલો કારગત નીવડે છે આ ઉપાય ... :)


 @ the end:

પહેલી વાર આટલી સરસ હિન્દી એનિમેશન મુવી નું આટલું સરસ ટ્રેલર જોયું,"krayon" ની ટીમ ને ખુબ-ખુબ 
અભિનંદન . અને મોહિત નો આભાર આ શેર કરવા માટે ... :)