Showing posts with label Films. Show all posts
Showing posts with label Films. Show all posts

Wednesday, March 2, 2016

આ મહિના ની ફિલ્મો, ફેબ્રુઅરી'૧૬ !!

 * ગુજ્જુભાઈ ની ગોલમાલ (નાટક) : એવરેજ કોમેડી...

* Neerja (2016) by Ram Madhvani : ખુબ સરસ ! આ રીયલ સ્ટોરી બેઇઝ્ડ ફિલ્મો નો ટ્રેન્ડ જેટલો વધુ ચાલે એટલુ સારું...

* Singham Returns (2014) by Rohit Shetty: જોવાની રહી ગઈ હતી ,આખરે હોટસ્તાર પર જોવામાં આવી. રોહિત શેટ્ટી ની એકમાત્ર સીરીઝ જે હું સહન કરી સકું એમ છું... :)

આ મહિના ની ફિલ્મો, જાન્યુઆરી'૧૬ !!

* Bajirao Mastani (2015) by Sanjay Leela Bhansali :


* Airlift (2016) by Raja Menon : 

આ મહિના ની ફિલ્મો, ડીસેમ્બર'૧૫ !!

* Gujjubhai the Great (2015) by Ishaan Randeria :


* 2 Idiots (2015) by Kamlesh Oza :  સચિન-જીગર ના સંગીત વાળું સરસ મજેદાર ગુજરાતી નાટક, થેન્ક્સ ટુ, કૃપા ! આ નાટક બતાવવા માટે।



આ મહિના ની ફિલ્મો, નવેમ્બર'૧૫ !!

 * Tamasha (2015) by Imtiaz Ali : 

આ મહિના ની ફિલ્મો, ઓક્ટોમ્બર'૧૫ !!

* Talvar (2015) by Meghna Gulzar : સુપરલેટીવ  વર્ક ! શૌરભ (શાહ ) સર નાં સાત લેખ ની શ્રેણી (જે મૂળ અવિરુક સેન નાં પુસ્તક "આરુષી" પર આધારિત હતી) વાંચ્યા પછી ફિલ્મ નાં લેયર્સ વધારે ગહનતા થી સમજાયા.ઈરફાન, કોંકણાં, સોહુમ શાહ, નીરજ કાબી અને મેઘના ગુલઝાર... અદભુત  !!

* Pyaar Ka Punchnama 2 (2015) by Luv Ranjan : જોરદાર !


* @ the end :

- સ્કાય ફોટોગ્રાફી નો શોખ ધરાવનારા માટે (અને જો તમે વન પ્લસ  કે  હાઈ એન્ડ ફોન વાપરતા હોવ તો ખાસ) : http://www.lonelyspeck.com/photographing-the-milky-way-with-a-smartphone/

આ મહિના ની ફિલ્મો, સપ્ટેમ્બર'૧૫ !!

* Kis Kisko Pyaar Karu (2015) by Abbas-Mastan : ઠીક - ઠાક ! ટાઇમ પાસ  !


* @ the end :

- હજી કોક સ્ટુડીઓ પાકિસ્તાનનાં આ સિઝનના સોન્ગ્સ સાંભળવાના બાકી છે, પણ ત્યાં સુધી કોક સ્ટુડીઓ ઇન્ડિયાની આ  સિઝનનું પર્સનલ ફેવરીટ,




આ મહિના ની ફિલ્મો, ઓગસ્ટ'૧૫ !!

* Manjhi: The Mountain Man (2015) by Ketan Mehta : સરસ ! જો કે કેતન મહેતા સાહેબ પાસે થોડી વધુ અપેક્ષા હતી...

* Masaan (2015) by Neeraj Ghaywan : આ ફિલ્મ વેશે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હતું, એ પ્રમાણે એટલી જોરદાર ન હતી. હું શીપ ઓફ થીસીઅસ લેવલ ની ફિલ્મ ની અપેક્ષા રાખતો હતો. ફિલ્મ થોડી વધુ ગંભીર થઇ ગઈ હોય એવું લાગ્યું.


* @ the end :

- બ્લોગ પોસ્ટ ઓફ ધ મન્થ  : http://isha.sadhguru.org/blog/sadhguru/spot/dont-let-your-problems-go/ 

Wednesday, October 1, 2014

આ મહિના ની ફિલ્મો, ઓગસ્ટ'૧૪ !!

* Bey Yaar (2014) by Abhishek Jain : ફિલ્મ વિષે હવે કંઈક કેહવાનું રેહતું નથી. અદભુત  ફિલ્મ વિષે ઘણું બધું લખાય ગયું છે. ભૂલેચૂકે રહી ગઈ હોય તો, ગુજરાત માં હજી પણ 173 શો'ઝ ચાલી રહ્યા છે.

ઘણા વર્ષો પછી મમ્મી સાથે મુવી જોવાની મજા આવી, મમ્મી ને પણ મુવી ગમ્યું અને એનો એક્સક્લૂસિવ અને હોનેસ્ટ રીવ્યુ,

" આ તો હિન્દી ફિલ્મ જોતા હોય એવું જ લાગે. :) જો કે બીજા હાફ માં એટલી મજા નહિ આવી જેટલી પહેલા હાફ માં (ઈન્ટરવલ પહેલા) આવી હતી ! " :)


હું તો ફિલ્મ જોવા પહેલા જ ક્દાચ એના ઘણા બધા ફેકટરો ને લઈને અંજાઈ ગયો હતો, જેમ કે,

એક તો, સુપર ટેલેન્ટેડ દિગ્દર્શક અભિષેક જૈન એ , દર્શન જરીવાલા, મનોજ જોશી, અમિત મિસ્ત્રી, કવીન દવે, સચિન - જીગર (સુપર્બ મ્યુઝીક !) , સત્ચિક પુરાનિક ('શીપ ઓફ થીસીઅસ' ના એડિટર !),   અજીત સિંહ રાઠોર ( નેશનલ એવોર્ડ વિનર સાઉન્ડ ડીઝાઈનર !) આવા લોકો ની ટીમ ભેગી કરી  અને એ પણ એક ગુજરાતી ફિલ્મ બનાવવા માટે !

અને બીજું, જય વસાવડા નો ગેસ્ટ અપિઅરન્સ !!  :)

એટલે મને તો ફિલ્મ જોવા પહેલા જ ગમી ગઈ હતી. :)


ઓગસ્ટ નો સ્કોર બસ એક જ !


* @ the end :

આ મહિના ની લીંક : http://www.osho.com/iosho/library/the-books  ( અદભુત ! ઓશો લાઇબ્રરી પર આમ તો આખી પોસ્ટ લખી શકાય એમ છે. (મતલબ મારાથી, લોકો એ તો એના પર રીતસર નાં રિસર્ચ પેપર્સ લખ્યા જ છે !) )


Sunday, June 15, 2014

આ મહિના ની ફિલ્મો,મેં '૧૪ !!

* Kya Dilli Kya Lahore (2014) by Vijay Raaz, Karan Arora :  વિજય રાઝ સામીલ હોય થોડી હ્યુમરસ  હશે એવું લાગતું હતું, પરંતુ થોડી ડ્રામા ટાઇપ  ભારી ભરખમ હતી. એકદરે ગમી આ ફિલ્મ  એમ કહી શકાય !

* Kevi Rite Jaish (2012) by Abhishek Jain : સરસ ! (જો કે એ તો આખી દુનિયાને ખબર છે ! ) જ્યારે રીલીઝ થઇ ત્યારે થીએટર માં જોવાની ઘણી ઈચ્છા હતી, પરતું પુને નાં કોઈ થીએટર માં આવી ન'તી માટે જોવાની રહી ગઈ હતી. અચાનક કૃપા સાથે યુટ્યુબ પર ગુજરાતી નાટકો શોધતા શોધતા આના પર નજર પડી અને જોઈ નાખવામાં આવી. મજા આવી ! અમને બંને ને ગમી.

* Zero Bani Gayo Hero (Gujarati Drama) :  કૃપા ને  ગુજરાતી નાટકો જોવા  ગમે છે. એને પહેલા નાટ્યગૃહ માં જોયું હોવાથી અને એનું ગમતું હોવાથી અમે લોકો એ સાથે બેસી ઘરે જોયું. ખુબ જ સરસ ! 100 % જોઈ  શકાય.

* The World Before Her (2012) by Nisha Pahuja :  આ 2012 માં  બનેલી ડોક્યુમેન્ટરી હમણા 2014 માં જઈ ભારત ના થીએટરો માં પહોચી.  સદનસીબે કૃપા ને પણ ડોક્યુમેન્ટરી જોવાનું ગમે છે (અને સમજ માં પણ આવે છે. :) ). 'ગુલાબી ગેંગ' જોવાની રહી ગઈ હોવાથી આ વહેલી તકે જોવામાં આવી. હિંદુ કટ્ટરવાદી ઓ નું આવું નિરૂપણ  પહેલી વાર જોયું, જોવામાં ઘણી અડચણ થઈ (થોડું વધારે પડતું થઇ ગયું એવું પણ લાગે). જો કે ફિલ્મ ને લઇ ને કસી બબાલ ન થઈ એ જાણી ને આનંદ થયો. ફિલ્મ જોયા પછી વિચારો ના ચકડોળે  ચડી જવાય એમ છે. હવે 'Proposition for a Revolution' ની રાહ જોવાય રહી છે.


@ the end :

RIP પ્રેરણામૂર્તિ  મૃગેશ ભાઈ !

Sunday, July 21, 2013

શીપ ઓફ થીસીઅસ - એક માનસિક યોગા ક્લાસ બાય અ ઋષિ આનંદ ગાંધી !




આ પોસ્ટ લખવાની હિંમત તો ન'તી થતી કારણ કે અમુક અનુભવો માટે શબ્દો નથી હોતા. અને  આ ફિલ્મ નાં વખાણ કરવાની પણ જરૂર નથી કારણ કે ઈન્ટરનેટ / સોશિઅલ મીડિયા એનાથી છલકાઈ રહ્યું છે. એક જ ફિલ્મ માં આટલા બધા લેયર્સ, મેસેજીસ, મેટફરસ (રૂપકો), ફીલોસોફીકલ  સિદ્ધાન્તો, વિજ્ઞાન, હ્યુમર, અને બીજું ઘણું બધું... સમજવું મુશ્કેલ થઈ જાય છે, દિલો દિમાગ કામ કરતા બંધ થઈ જાય છે. ફિલ્મ ની દરેક ફ્રેમ આર્ટીસ્ટીક માસ્ટરપીસ છે. દરેક વાક્ય કે ડાયલોગ ને લખી ને રાખવાનું મન થાય એવા ... અભિનય એની પરાકાષ્ઠા એ છે, જાને કોઈ ફિલોસોફીકલ રીસર્ચ પેપર ને ફિલ્મમાં કન્વર્ટ કરવામાં આવી હોઈ...!

 ફિલ્મ એક ફિલોસોફીકલ પેરાડોક્સ પર બેઇઝ્ડ છે,  જે ગ્રીક ફિલોસોફર પ્લુતાર્ક એ રજુ કર્યો હતો, થીસીઅસ પોતાની આર્મી માટે એક શીપ બનાવડાવે છે જે અનેક પુરજા ઓ નું બન્યું હોય છે, મુસાફરી દરમિયાન જેમ પુરજા ઓ ખરાબ થાય એમ એ બીજા નવા પુરજા ઓ થી બદલાતા જાય છે, હવે શીપ જ્યારે સામા કિનારે પહોચે છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે, "શું આ એ જ શીપ છે જેને પહેલા કિનારે થી પોતાની મુસાફરી શરુ કરી હતી? અને માનો કે એ બગડેલા પૂરજો ને સમારી એમાંથી બીજું શીપ બાનાવવામાં આવે તો એ બે માંથી ઓરીજીનલ શીપ ઓફ થીસીઅસ કયું?"    

ફિલ્મ માટે જેટલું લખો એટલું ઓછું છે, આ ફિલ્મ જોવા પહેલા આનંદ ભાઈ નાં એક બે ઈન્ટરવ્યું વાંચી કે જોઈ ને જાવ તો ઓર મજા  આવશે , આમ તો  એમના દરેક ઈન્ટરવ્યું વાંચવા / જોવા અને સમજવા લાયક છે. બાકી તો જેમ એમને પોતાના એક  ઈન્ટરવ્યું માં કીધું છે એમ,

" आपकी जितनी यात्रा रही होगी, आप उतना गहराई में कनेक्ट कर पाओगे फ़िल्म के साथ। और आपकी वह यात्रा नहीं भी शुरू हुई होगी तो मेरा मानना ऐसा है, इसमें मैं शायद गलत भी हो सकता हूं हालांकि कहीं न कहीं मेरा ये मानना मुझे भी सही लगने लगा है, कि ये फ़िल्म उस यात्रा की वो शुरुआत हो सकती है "

****

આનંદ ગાંઘી ફિલ્મી જગત નાં અરવિંદ કેજરીવાલ, એક જીનીયસ , ટ્રૂ હેકર , પ્યુરીસ્ટ, આર્ટીસ્ટ, સાયન્ટિસ્ટ, રીસર્ચેર  છે . છ વર્ષે ની ઉંમરે એમને પોતાનું પહેલું નાટક લખ્યું હતું, ત્યાર પછી મોટે ભાગના ફિલોસોફરો અથવા જીનીયસો સાથે બને છે એમ પરિસ્થિતિ એ સમય કરતા વહેલા મેચ્યોર બનાવી દીધા, સાત વર્ષ માં-બાપ નાં છુટા પડવું, લોઅર મિડલ કલાસ માં પોતાનાં માં અને નાના-નાની જોડે એમનો ઉછેર થયો, ૧૬-૧૭  નાં થયા ત્યાં સુધી માં તો એમને દુનિયાની મોટા ભાગ ની ફીલોસૂફી વાંચી-વિચારી ચુક્યા હતા, ત્યાર પછી ૧૯ વર્ષે ઘણું નવું  ટ્રાય કરવા માં "સુગંધી" , "પ્રત્યાંચા", "ચાલ રીવર્સ માં જઈ એ " (હા , સાહેબ ગુજરાતી છે ! :) ) જેવા અનેક એવોર્ડ વિનીગ નાટકો લખ્યા ને ડાયરેક્ટ કર્યા . અને આ બધા માં "ક્યોંકી સાંસ ભી કભ બહુ થી" માટે ડાયલોગ્સ અને "કહાની ઘર ઘર કી" માટે સ્ક્રીનપ્લે પણ લખ્યા,અને પછી મહેસુસ થયુ કે પોતે જે કરી રહ્યાં છે એ ખોટું છે અને  નક્કી કર્યું કે હવે પછી કયારેય ટીવી સીરીઅલો માટે કામ નહિ કરે. ત્યારપછી એક શોર્ટ ફિલ્મ બનાવી "રાઈટ હિઅર , રાઈટ નાઉ (ભાગ ૧, ૨)", અને "કન્ટિન્યુઅમ (ભાગ ૧, ૨, ૩, ૪, ૫ "). અને ત્યાર પછી 4-5 વર્ષ ની મહેનત અને પોતાની જીંદગી નો નીચોડ લગાવી ને  ફીચર ફિલ્મ બનાવી "શીપ ઓફ થીસીઅસ" જેણે લગભગ દુનીયા નાં દરેક ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રશંસા મેળવી અને થેન્ક્સ ટુ કિરણ રાવ ("ધોબી ઘાટ" નાં દિગ્દર્શક) થોડાક શહેરો માં થીએટરો માં રીલીઝ કરવામાં આવી છે. આમ તો ઘણું બધું લખી શકાય એમ છે, ઘણું વિશાળ અને ડેપ્થ વાળુ વ્યક્તિત્વ છે એમનું.

નીચેનાં ૨ ઈન્ટરવ્યુંઝ માં એમના વ્યક્તિત્વ / જીવન નાં ઘણા મજેદાર અંશો જાણવા મળશે, આશા છે કે વર્લ્ડ સિનેમા અને સાહિત્ય માં એમની જેમ ભરપૂર વિઝીબીલીટી  ધરાવતા એવા જય વસાવડા સાહેબ પણ એમના પર કંઈક લખશે.

૧. http://filamcinema.blogspot.in/2013/07/evolution.html 

૨. http://www.thehindu.com/features/cinema/asking-unsettling-questions/article4917471.ece 

જો તમારે આ ફિલ્મ તમારા શહેર માં જોવી હોય તો ફેસબુક નાં આ પેજ પર જઈ તમારા શહેર માટે વોટ કરો.

@ the end :

બ્લોગ ઓફ ધ મંથ :

http://recyclewala.blogspot.in/ 

Sunday, April 7, 2013

આ મહિના ની ફિલ્મો,માર્ચ'૧૩ !!



* The Attacks of 26/11 (2013) by Ram Gopal Varma : અદભૂત ! RGV ની શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક. નાના પાટેકર હોઈ અભિનય નું કઈ કહેવાનું નાં હોય. થીએટર માં બેસીને રીતસર નું લોહી ઉકળી ઉઠે છે અને સાથે સાથે એક જાત ની લાચારી પણ  અનુભવી શકાય છે.

*  Zero Dark Thirty (2013) by Kathryn Bigelow :સુપર ! આપડે તો આ કેથરીન બહેન નાં ફેન થઈ ગયા, પહેલા "The Hurt Locker (2008)" અને હવે "Zero Dark Thirty (2013)". આર્મી ની લાઈફ દર્શાવતા તો કોઈ એમની પાસે શીખે. પ્રતિકભાઈ અને ઓસ્કાર એવોર્ડ્સ નો આભાર નહીતર મને તો એમ હતું કે આ ફિલ્મ ભારત માં રીલીઝ જ નથી થઇ, અને થીએટર માં જોવાનું તો રહી જ જાત.

* Argo (2013) by Ben Affleck : ખબર નહી કેમ પણ આ CIA,FBI,Mossad અને  RAW નાં માણસો પ્રત્યે એક અજબ નો અહોભાવ નાનપણ થી જ છે.અને આ ફિલ્મ માં તો આપણો એજન્ટ એકદમ સુપરહીરો ટાઈપ પરાક્રમ કરે છે. 

આ મહિના ની ત્રણેય ફિલ્મો સત્યઘટના ઓ પર આધારિત હોય અને ત્રણેય નાં પ્લોટ પણ ક્યાંક ને ક્યાંક "આતંકવાદ" ની સામ્યતા ધરાવતા હતા. ત્રણેય ફિલ્મો જબરજસ્ત!

@ the end :

બ્લોગ ઓફ ધ મન્થ  : http://www.joelonsoftware.com/

Thursday, February 7, 2013

આજનો વિડીયો !

આજનો વિડીયો ચાર ભાગોમાં, આ હસ્તિઓને એકી સાથે જોવા એ ખરેખર એક લ્હાવો છે...  :)











Tuesday, January 1, 2013

આ મહિના ની ફિલ્મો,ડીસેમ્બર'૧૨ !!

* Talaash (2012) by Reema Kagti :

    આ મુવી ની USP [ Unique Selling Propostion/Point :D ] જ એની unpredictability માં હતી,અને કદાચ એ કારણે જ,હમેશા કંઇક અલગ કરવાની ટ્રાય કરનાર આમીરે આ ફિલ્મ સાઈન  કરી હોય એવું લાગે છે,મને તો ગમી અને એ પણ આ કારણસર જ,અભિનય તો બધાનો સરસ હતો.પણ મને આ રીમા બહેન ને આવું બધું 'સુપર નેચરલ' ટાઇપ નું વધારે ગમતું હોય એવું લાગે છે ! [ ઉ.દા : એમની પહેલી ફિલ્મ "Honeymoon Travels Pvt. Ltd." માં પણ કંઈક આવું જ હતુ...! :) ]

* Life of pi (2012) by Ang Lee :

  ખરેખર, જેટલું આ મુવી વિષે સાભળ્યું હતુ એ બધું ઓછું લાગ્યું,એક મુવી નહી પણ એક અનુભવ કહી શકાય... સુપર !

* Sardar (1993) by Ketan Mehta :

  આમ તો જય ભાઈ નાં લેખ માં વાંચ્યું હતું  ત્યારનું આ મુવી લીસ્ટ માં એડ થઈ ગયુ હતુ.પછી કાર્તિકભાઈ એ એમની પોસ્ટ માં  ઉલ્લેખ કરી ને  ફરી પાછું યાદ કરાવ્યુ એટલે ત્યારે જ જોઈ નાખવામાં આવ્યુ. પરેશ રાવલ અને બીજા દરેક  અભિનેતા નો જોરદાર અભિનય ! દરેક ભારતીય એ એકવાર તો જરૂર થી જોવું જ જોઈએ.



@ the end :

* બ્લોગ ઓફ ધ મન્થ  : http://feross.org

* સૌ ને નવા વર્ષ ની ખુબ-ખુબ શુભકામનાઓ...!!

Sunday, September 30, 2012

આ મહિના ની ફિલ્મો,સપ્ટેમ્બર'૧૨ !!

    આમ  તો  અત્યાર સુધી  જોયેલી/દેખેલી  ફિલ્મો  નો  એક ડેટાબેસ  બનાવવાનો  વિચિત્ર વિચાર આવ્યો હતો,આમ તો  એટલી બધી ફિલ્મો જોય  હશે કે  ન પૂછો વાત,પણ દર મહીને આવી એકાદ પોસ્ટ લખી ને ટ્રેક રાખી શકાય એવું સુજ્યું ... :) તો  વીતી   ગયેલા અને આવનારા મહિનાઓનું તો ખબર નહિ પણ આ મહિના (સપ્ટેમ્બર'૧૨) માં જોયેલ ફિલ્મોની  યાદી ( યાદી જ્યાદા,રિવ્યુઝ કમ...! ).  :)

* Satyakam (1969)  by Hrishikesh Mukherjee :

    આમ તો મારી મોટા ભાગ ની ફિલ્મો ની પસંદગી જય વસાવડા પ્રેરિત હોય છે... :) (જે ફિલ્મો નો ઉલ્લેખ જય ભાઈ નાં લેખ,ટ્વીટ, ફેસબુક સ્ટેટસ  વગેરે માં થયો હોય એવી..).અને આ ફિલ્મ તો એમની ફેવરીટસ માં ની એક હોય ઘણા સમય થી જોવાની ઈચ્છા હતી...ગયા મહીને હ્રીશિદા ની ગોલમાલ જોવામાં આવી હતી ત્યારે એમના દિગ્દર્શન ની સ્ટાઈલ ગમી હતી. આ ફિલ્મ એક જ શબ્દ માં, "ક્લાસિક" !!

    થેન્ક્સ ટુ  ' રાજશ્રી પ્રોડક્શન ', આ પૂરી ફિલ્મ યુટ્યુબ પર ઉપલબ્ધ છે,

   
* Gandhi (1982) by Richard Attenborough :

    આઠ-આઠ એકેડમી એવોર્ડ્સ જીતનારી આ અદભુત ફિલ્મ ! ખરેખર માનવામાં નહિ આવે કે  આ ફિલ્મ આજ થી ૨૦ વર્ષ પહેલા બનાવેલ છે...!!

*  Yugpurush (1998) by Partho Ghosh :  

    અગેઇન જયભાઈ ની પસંદીદા , નાના પાટેકર ની અદભુત એક્ટિંગ વાળી આ ફિલ્મ પોતાની એક છાપ  છોડી જાય છે.
    આ  ફિલ્મ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે,



* Paanch (2003) by Anurag Kashyap :

    અનુરાગ કશ્યપ ની પહેલી ફિલ્મ જે ઓફિસીયલી રીલીઝ ન'તી થઈ  શકી.પુના માં બનેલી એક ઘટના વિષે ન્યુઝ-આર્ટીકલ્સ વાંચીને અનુરાગ ને આ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો.હમણા કોઈક ભલા માણસે આ ફિલ્મ ની પ્રિવ્યુ કોપી નેટ પર મૂકી છે.


* Haasil  (2003) by Tigmanshu Dhulia :

    ખુબ જ જિંદાદિલ દિગ્દર્શક અને વન ઓફ માય ફેવરીટસ.'હાસિલ' એ અલ્હાબાદ માં સેટ કોલેજિયન પોલીટીક્સ નાં બેકડ્રોપ પર બનાવેલ એક 'કલ્ટ' ફિલ્મ કહી  શકાય અને 'હોસ્ટેલ મુવીઝ' (જે થીએટરો માં ઓછી અને હોસ્ટેલ નાં રૂમો માં વધુ જોવાતી હોય એવી ફિલ્મો  ઉ.દા. 'ગુલાલ', 'દિલ દોસ્તી ઈટીસી' ,'દિલ ચાહતા હૈ', 'લક્ષ્ય' વગેરે...) માં ટોપ પાંચ માં જરૂર આવે એવી ફિલ્મ  :)

* 'The Bypass' (2003) a short movie by Amit Kumar :

    રેન્ડમ સર્ફિગ માં મળેલ ,નાવાઝુદ્દીન અને ઈરફાન ખાન દ્રારા અભિનીત ડાર્ક શોર્ટ ફિલ્મ ,

   
* Gangs of Wasseypur-1 and 2 (2012) by Anurag Kashyap :

    અનુરાગ કશ્યપ નાં ડાય હાર્ડ પ્રશંશક હોવાથી અને આ વખતે આ ફિલ્મની માર્કેટિંગ પણ  બરાબર હોય ઘણા સિનેમાઘરો માં રીલીઝ થઇ હોવાથી, રીલીઝ થયા નાં પહેલા અઠવાડિયામાં જ  બંને ભાગો જોવામાં આવ્યા.જોરદાર ! દમદાર ! એકદમ  'રો' અને 'રસ્ટિક' પાત્રો  જોવાની મજા આવી.

* That Girl in yellow boots (2010) by Anurag Kashyap :

    Again from the master,અનુરાગ કશ્યપ..!! કલ્કી એ લખેલ ડ્રામા બેઇઝ્ડ ફક્ત અનુરાગ કશ્યપ જ બનાવી શકે,ખુબ જ રીઅલ દ્રશ્યો અને એ પણ સામાન્ય ડીજીટલ  SLR કેમેરા માં શૂટ કરવામાં આવેલ !

* Bheja Fry 2 (2011) by Sagar Ballary :

    'Bheja Fry' ગમી હતી એટલે આ પણ જોવામાં આવી પણ એટલી મજા નહિ આવી,ઠીક-ઠાક..!!

* Barafi (2012) by Anurag Basu :

    આ બીજા અનુરાગ પણ કલાકાર  છે ... :) વચ્ચે-વચ્ચે થોડી વધુ પડતી ધીમી થતી,પરંતુ ઓવરઓલ ખુબ જ સરસ ફીલિંગ આપનારી નામ ને સાર્થક કરતી 'સ્વીટ' ફિલ્મ...

    તો આ મહિના નો સ્કોર ૧૧.
PS :

આમ તો બધી ફિલ્મો ચુન ચુન કે પસંદ કરી હોય રેટિંગસ/સ્ટાર્સ આપવાની કોઈ સેન્સ બનતી નથી ... :) અને આમ પણ હું માનું છું કે આર્ટસ એ સબ્જેક્ટિવ વિષય છે...!

@ the end : -

- રવિવાર ની રજા, ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ,અને ઘરનો આરામ...મજાની લાઈફ...!! :)
- યો  યો હનીસિંગ નાં ચાહકો માટે,

           

Sunday, September 23, 2012

આજ-કાલ..

* "Steve Jobs by Walter Isaacson"  વંચાય   રહી છે ,વંચાય ગયા  પછી એકાદ  પોસ્ટ  લખવાનો વિચાર છે  એના ઉપર.

*  આપણે  ત્યાં  લોકો  હજુ  ગ્રાહક  સેવા  એ  જ  પ્રભુસેવા  માં  નથી  સમજતા ,
હમણા  ઘણા  અનુભવો  થયા સર્વિસ  આપવામાં  આટલો  ખચકાટ  કેમ ?? કેબલ  વાળા થી 
કંટાળી ને ડીશ ટીવી નું  કનેક્શન  લેવા  માં  આવ્યું ,હવે  કોઈ ઢંગ ની બોલિંગ નાં કરે તો શું થયું ?
 ટી-20  વર્લ્ડ-કપ જોવો  તો પડશે  ને ,જો  કે ભારતીય બોલરોનું ફોર્મ ચિંતા જનક તો છે... :)

* પુને/પુના માં ઓપેન-સોર્સ ને લગતા સારા એવા કાર્યકમો થાય છે  પણ સાલું અમુક કામ એવા ફસાયા છે ને કે કોઈ કાર્યક્રમ માં જવાતું જ નથી,આવનારા કાર્યકમો,

  2. DevFest Powered by Pune GDG(Google Developres Group),official page

* ઘણી વાર એવું લાગે છે "જાવા" સાલું  કંઈક વધારે પડતું જ વિશાળ છે... :)

*  દરેક રાજ્યના લોકો ને ખબર છે કે ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી ન.મો છે  અને ખુબ સારી  રીતે ગુજરાત નું શાસન ચલાવે છે..!! :)  (આવું બધા સામેથી આવી ને કહે  છે એટલે લખું છું ,અને મને આંધ્ર-પ્રદેશ કે મિઝોરમ નાં મુખ્યમંત્રી વિષે કશી ખબર નથી અને ત્યાં નાં લોકો જ્યારે તમને આવું કહે  કે પૂછે ત્યારે અચંબો થાય ...) :)

* વચ્ચે  એક 10 દિવસ લાંબુ મસ્ત વેકેશન વિતાવવા માં આવ્યું હતું ઓગસ્ટ  મહિનામાં,ત્યારે ચોમાસું ભ્રમણ  અતર્ગત ફરી પાછુ જંગલ ભ્રમણ કરવામાં આવ્યું હતું  (વાહ,એક વાક્ય માં કેટલા ભ્રમણ !? :) ) . આમ  તો છેલ્લા 4-5 વર્ષોથી ચોમાસા માં આવા કંઈક પ્રોગ્રામ બનતા  રહે છે ,જંગલો ની નજીક રહેવાનો ફાયદો  :)

*  જમણાં પગ નાં અગુંઠા પછી હવે ડાબા પગનાં અગુંઠા માં  "Ingrown nail" કહેવાતી સમસ્યા સતાવી રહી છે ,જેને મેડીકલ ભાષામાં "Onychocryptosis" પણ કહેવાય છે,અને ગુજરાતી માં કદાચ "નહિયુંપાકવું" એમ કહે છે .  :(

* બ્લોગ ને રેગ્યુલર કરવા હવે થી વિચારો ને તરત ડ્રાફ્ટ માં કન્વર્ટ કરી શેડ્યુલ પોસ્ટ નો ઉપયોગ કરવાના  પ્રયાસો થઇ રહયા છે, જોઈએ કેટલો કારગત નીવડે છે આ ઉપાય ... :)


 @ the end:

પહેલી વાર આટલી સરસ હિન્દી એનિમેશન મુવી નું આટલું સરસ ટ્રેલર જોયું,"krayon" ની ટીમ ને ખુબ-ખુબ 
અભિનંદન . અને મોહિત નો આભાર આ શેર કરવા માટે ... :)





Monday, November 2, 2009

Movies/Films/ચલચિત્રો....

I love movies. I think they also can teach us lessons with entertainment. I was inspired by many movies. So I decided to publish such kind of posts regularly. Actually I had already 2-3 posts about single movie reviews. These are the some more movie names I shown recently.


1. What’s your Rashee? :- Fantabulous. ખુબ જ સરસ છે.Ashutosh Govarikar proves him-selves once again, and under his wonderful direction Piggy Chops(Priyanka Chopara) act superb (She is at her best.).Too many hilarious moments. I already read about the novel ( and also about it’s author Madu Ray sir.) on which this film is based from Urvish Kothari and Jay Vasavda.I like films which are based on novels/books.


2.All the best :- Typically Rohit Shetty’s movie. They forced you to laugh.


3.Wake up sid :- I already wrote about this movie.It’s simple and good.


4.Wanted. :- Full on masala movie. Salman act well as a tapori.


5.Taare Zameen Par :- I shown it 7th times,though couldn’t found words to explain it.


6.Deewana :- Late. Divya Bharti,Rishi Kapoor and Sharukh Khan starrer. Only for Late Divya Bharti 4th or 6th time.It has lovely songs.


7.Prahar :- I couldn’t believe that Nana Patekar could direct such a nice movie.I always like this kind of commando/spy related movies.


8. 99 :- very nice comedy movie.


9. The Madagascar :- Super cool animation and fantastic Hindi dialogues. (Thanks to Alok for referring this movie and thanks to Rohan for giving me it’s Hindi version.)


10.The Prestige :- Mind-blowing movie, really thought provoking. Must watch.( Thanks to Taksh for referring this movie.)