* The Attacks of 26/11 (2013) by Ram Gopal Varma : અદભૂત ! RGV ની શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક. નાના પાટેકર હોઈ અભિનય નું કઈ કહેવાનું નાં હોય. થીએટર માં બેસીને રીતસર નું લોહી ઉકળી ઉઠે છે અને સાથે સાથે એક જાત ની લાચારી પણ અનુભવી શકાય છે.
* Zero Dark Thirty (2013) by Kathryn Bigelow :સુપર ! આપડે તો આ કેથરીન બહેન નાં ફેન થઈ ગયા, પહેલા "The Hurt Locker (2008)" અને હવે "Zero Dark Thirty (2013)". આર્મી ની લાઈફ દર્શાવતા તો કોઈ એમની પાસે શીખે. પ્રતિકભાઈ અને ઓસ્કાર એવોર્ડ્સ નો આભાર નહીતર મને તો એમ હતું કે આ ફિલ્મ ભારત માં રીલીઝ જ નથી થઇ, અને થીએટર માં જોવાનું તો રહી જ જાત.
* Argo (2013) by Ben Affleck : ખબર નહી કેમ પણ આ CIA,FBI,Mossad અને RAW નાં માણસો પ્રત્યે એક અજબ નો અહોભાવ નાનપણ થી જ છે.અને આ ફિલ્મ માં તો આપણો એજન્ટ એકદમ સુપરહીરો ટાઈપ પરાક્રમ કરે છે.
આ મહિના ની ત્રણેય ફિલ્મો સત્યઘટના ઓ પર આધારિત હોય અને ત્રણેય નાં પ્લોટ પણ ક્યાંક ને ક્યાંક "આતંકવાદ" ની સામ્યતા ધરાવતા હતા. ત્રણેય ફિલ્મો જબરજસ્ત!
@ the end :
બ્લોગ ઓફ ધ મન્થ : http://www.joelonsoftware.com/
No comments:
Post a Comment