Monday, November 28, 2011

ચિત્ર-પોસ્ટ ..


પેલું કહેવાય છે ને,"A picture is worth a thousand words".તો હવે જ્યારે લખવાનો કંટાળો આવતો હોય ત્યારે ચિત્રો ( છબીઓ/ફોટાઓ/પીક્સ  વગેરે વગેરે  :)  ) મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ બહાને આ બધા ફોટાઓ નું ઓનલાઈન કલેક્શન પણ રહેશે..  :)



જયારે ગામ ની યાદ આવતી હોય ત્યારે ગામ નો આ ફોટો જોઈ લઉં છું....

Saturday, November 19, 2011

રોકસ્ટાર તમને ગમી ?


'Rockstar'



હાં,મને તો ગમી .જો કે વાત અહી એક ફિલ્મ ની નથી ,જનરલી લોકો આવું પૂછતા હોય છે,તમને આ ફિલ્મ ગમી? અથવા તો ફિલ્મો જોવા જતા પહેલા એનો રીવ્યુ લેતા હોય છે અને પછી નક્કી કરતા હોઈ છે કે ફિલ્મ જોવા જવું કે નહિ.પણ મને આ રીત યોગ્ય લાગતી નથી,કારણ કે ફિલ્મો નો ટેસ્ટ દરેક નો અલગ અલગ  હોય છે,જેમ કે ખાવામાં કોઈક ને ગળ્યું વધારે ભાવતું હોય તો કોઈક ને તીખું-તમતમતું .
અને ઉપર થી આ બધા પર તમારો એ સમય ના મૂડ ની પણ અસર થતી હોય છે.જેમ કે કાયમ તીખું-તમતમતું ખાવાનું પસંદ કરનાર ને  ગળ્યું ખાવાની ઈચ્છા કે મૂડ થઈ જાય . J

જો કે 'રોકસ્ટાર' ફિલ્મમાં ઘણી લાગણીઓં એવી બતાવવામાં(દર્શાવવામાં) આવી છે કે જે તમે અનુભવી ના હોય તો સમજવી(પચાવવી) મૂશ્કેલ છે.

Friday, November 11, 2011

આજકાલ..

* "રિવોલ્યુશન ૨૦૨૦" એના રિલીઝ થયા નાં પહેલા અઠવાડિયામાં જ વંચાય ગઈ હતી પરતું એના પર કઈક લંબાણ માં લખવા જેવું લાગ્યું નહિ,મને વાર્તા થોડી ફિલ્મી લાગી જો કે ભગત સાહેબે એમનો ટચ ગુમાવ્યો નથી.વન લાઈનર બઘા જોરદાર છે.અહિયા એમાંથી થોડા નું કલેક્શન જોવા મળશે.

* MiniDebConf 2011,Nitte,Mangalore માં પહેલા તો શનિ-રવિ બે દિવસ જવાનો વિચાર હતો,પરંતુ ટ્રેનિંગ માં એવાં પ્રોગ્રામ ગોઠવાયા કે એક દિવસ માટે પણ જવું શક્ય લાગતું નહોતું,પછી જેમ-તેમ કરી શની વારે એક દિવસ  માટે જઈ આવ્યા,કાર્તિક ભાઈ ને મળ્યા અને ખુબ મજા કરી,વધારે ડીટેઈલ માં સમય મળે એક પોસ્ટ લખીશ .અત્યારે તો બીજા  એ લખેલા રિપોર્ટ ની લીંક આ રહી,
- કાર્તિક ભાઈ એ પાડેલા ફોટા.. :)
- Christian Perrier એ લખેલ રિપોર્ટ.
- Christian Perrier નું સરસ presentation.



* આજે તો રોકસ્ટાર જોવા જવાનો વિચાર છે.અને આજે કંઈક ૧૧-૧૧-૧૧ જેવું છે.. :)

Friday, September 30, 2011

મેંગ્લોર માં ....

મેંગ્લોર માં ફરવાલાયક સ્થળોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

૧.ધાર્મિક સ્થળો ૨. દરીયા કિનારા ૩.શોપિંગ મોલ્સ અને મુખ્ય સીટી

૧.ધાર્મિક સ્થળો માં મંગલા દેવી માતા નું મંદિર મુખ્ય છે.જેના નામ પરથી મેંગ્લોર નામ રાખવામાં આવ્યું છે એવું કહેવાય છે.અને જે મારી હોસ્ટેલથી ઘણું નજીક પણ છે.ઘણાં ચર્ચ પણ છે જ્યાં હજી જવાનું બાકી છે.

૨. દરીયા કિનારા : અહી એટલા બધા બીચ છે કે ન પૂછો વાત જેમાંથી હું ફક્ત એક સુલતાન બત્રી કહેવાતા સ્થળે જ ગયો છું.જે સરસ જગ્યા છે પરંતુ અહીયા  દરીયામાં નહાવા કે થોડા અંદર જવું એ પણ ભયજનક છે.

૩. શોપિંગ મોલ્સ માં સીટી સેન્ટ્રલ સૌથી ફેમસ અને સરસ છે.Reliance Timeout સરસ છે પણ Crossword જેવી ફીલ નથી આવતી. સીટી માં પબ્સ સરસ છે,જેમાં The Gold Flinch ની મજા લઇ ચુક્યા છે . :)પણ ડિજે ના music માં એટલી મજા ન હતી,બાકી sound system મસ્ત હતી.

જો કે ,પર્વતમાળા જેમ કે, "Kudremukh" અને  ધોધ જેવા કે,  Jog Falls એ પણ પર્યટન માટે વખણાય છે,પણ અહી થી ઘણું દુર હોઈ જવાનો મોકો નથી મળ્યો .

અહી આઈસ-ક્રીમ સરસ મળે છે, “PAB-BAS” નો ખુબ વખણાય છે -- આ શની-રવિ ત્યાં જવાનો પ્લાન છે. :)
અને અહી પક્ષીઓમાં કાગડા અને સમડી જ જોવા મળે છે.. :)


@ the end :

MiniDebConf ,Mangalore (૨૮-૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૧૧) નું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે,લીંક :  http://is.gd/mdcnitte

Thursday, September 15, 2011

ઇજનેરો નો દિવસ...

આજે "Engineers Day",અને સવાર-સવારમાં ઘણાં SMSes મળ્યા..પછે ખબર પડી કે આ દિવસ આ સાહેબ નામ Mokshagundam Visvesvaraya ની યાદ માં મનાવવામાં આવે છે..તો બધા ને Happy Engineer's Day... :)



Tuesday, September 13, 2011

મારા મોબાઈલ (N-72) ની આત્મકથા..

મારો જન્મ નોકિયા જાતિના 'Symbian' કુળ માં થયો.અને મારું ગર્ભારોપણ આરબ દેશના પ્લાન્ટમાં થયું છે એવું મારા ગીકી સ્વભાવના માલિકે શોધી નાખ્યું હતું .જો કે ત્યાંથી લાંબી રિટેલરોની લાઈનો માંથી પસાર થઈ હું ચીખલી નામના નાનકડા ગામની નાનકડી  મોબાઈલ-શોપ માં ગોઠવાય ગયો હતો,જ્યાંથી મારા માલિકે મને ખરીદ્યો અને ખરા અર્થ માં મારો જન્મ થયો અને એ દિવસ હતો ૦૨-૦૭-૦૮.





જો કે ત્યારબાદ મારા માલિકે મારા IQ ને જે લેવલ સુધી પહોચાડ્યો એ દિવસો અદભુત હતા.શરુઆતના દિવસોમાં માં મારા માલિક મારી ખુબ જ કાળજી લેતા અને  હું ખુબ જ હરખાતો .મને પણ વિશ્વાસ ન આવે એવા કામો હું કરતો જેમ કે Mobile blogging,ઓફીસ-સુટ ના કામો ત્યાં સુધી કે મારા માલિક મારામાં Python compiler install કરી Python script પણ રન કરાવતા.


આ જોઇને મારાથી સારા કુળ માં જન્મેલા N71,N73 etc એ બધા મારાથી જલતા કારણ કે મારા ઉપયોગો ને જોય ને એ બધા દંગ રહી જતા અને મને ખુબ આનંદ થતો. 


જો કે ત્યારે ભવિષ્યનો મને જરા પણ ખ્યાલ ન હતો.મારા માલિકનો ગીકી સ્વભાવ જ અમને બંને ને ભારે પડશે એની મને ખબર ન હતી.

વાત જાણે એમ બની આજથી એક વર્ષ પહેલા  ચોમાસાની ઋતુ માં મારા માલિક ને રજા હતી અને એમના દિવસો પણ ખરાબ ચાલતા હતા તો એનાથી કંટાળી એમણે મિત્ર જોડે પકૃતિની ગોદ (કુદરત નાં ખોળે ,કોઈ છોકરીના નહિ.. :) ) માં જવા વિચાર્યું અને વાંસદા-વઘઈ નાં જંગલો માં ટ્રેકિંગ કરવા નીકળ્યા.એમની આદત મુજબ એમણે મારી આંખો નો ઉપયોગ અમુક અદભુત વસ્તુઓ ને મારા મગજમાં (મેમરી યુનીટમાં) સંગ્રહી,જો કે આ કામ કરતા કરતા એમને એ વસ્તુ યાદ નાં રહી કે વરસાદ ચાલુ છે અને એમની જોડે હું પણ થોડો ઘણો પલળતો હતો.પછી તો બે દિવસ પછી મારી સરકીટ ને એ પાણી બહુ મોંધુ પડ્યું.મારો ડિસ્પ્લે બંધ થઈ ગયો.

આમ તો મારા માલિક ને કોઈ પણ વસ્તુ પહેલા જાતે રીપેર કરી જોવાનો શોખ પરંતુ મારા પ્રત્યેના અગમ્ય પ્રેમના કારણે એમણે એ વિચાર પડતો મુક્યો.જો કે મારાથી લાંબો વિરહ સહન ન કરી શકતા હોવાથી એમણે જે દુકાનદારે સૌથી ઓછા સમયમાં મને રીપેર કરી આપવા જણાવ્યું એના હવાલે મને કરયો.

પરંતુ મારા માલિકના ખરાબ સમય હજી પુરો કયા થયો હતો?,એ દુકાનદાર શીખાવ નીકળ્યો એ ઓપરેશન મારા માટે જાન લેવા નીવડ્યું,જો કે મારા માલિકનાં અથાગ પ્રયત્નોને કારણે હું કોમામાં ટકી રહ્યો.

ત્યારબાદનાં એક વર્ષનો ગાળો હું મૃત અવસ્થામાં રહ્યો.પરંતુ મારા ફાઈટર માલિકે ગમે તેમ કરી અલગ-અલગ ઈલાજો અપનાવી આખરે મારા ઇનર બોડી પાર્ટસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું.ત્યારબાદ મારું હદયસમાન મધરબોર્ડ રિપ્લેસ કરવામાં આવ્યું.અને આમ પુરા એક વર્ષ પછી હું ફરી જયારે જીવંત થયો ત્યારે મારી અને મારા માલિકની ખુશીનો પાર નાં રહ્યો.

જો કે મને હજી પૂરેપૂરી રિકવરી મેળવવામાં થોડો સમય જશે એવું લાગે છે પરંતુ હું મારા માલિકને મારા આખરી શ્વાસ સુધી પૂરી વફાદારીથી સાથ આપવાનો પ્રયત્ન કરતો રહીશ.
અસ્તુ..!!


@ the end :

વેકેશનના નવરાશના સમય માં જ્યારે તમે કોડીગ ની જગ્યાએ સાહિત્યનું વધારે પડતું વાંચન કરો ત્યારે કદાચ આવો વિચિત્ર આઉટપુટ મળી શકે..! :)


 

Wednesday, August 24, 2011

આજ-કાલ ..


આજ માં તો ,Drivining Liecence ,PAN card,Passport જેવા અગત્યનાં પુરાવા ભેગા કરવાની દોડ-ધામ ચાલે છે.

અને કાલ (આવતી કાલ) ને  લગતા ૨ સરસ સમાચાર છે.

- ચેતન ભગત એમની નવી નોવેલ સાથે આવી રહ્યા છે,નામ છે "Revoultion 2020".


-  આવનાર Minideb Conf 2011 નું આયોજન ૨૮ અને ૨૯ ઓક્ટોબર એ Mangalore ખાતે કરવામાં  આવ્યું છે અને મારી પણ જવાની ઈચ્છા છે,જોઈએ શું  થાય છે.

@ the end :

JV(Jay Vasavada) નાં બ્લોગથી હજુ પણ બેખબર હોવ તો અહી ક્લીક કરો..

Friday, July 1, 2011

આજ-કાલ ..

    ખરું રીડીંગ વેકેશન તો હવે શરુ થયું હોઈ એવું લાગે છે. મને પુસ્તકો ભેગા કરવાનો બહુ શોખ છે (હાં,ભેગા કરવાનો એમ લખવું પડે છે કારણ કે બધા જ પુસ્તકો ખરીધ્યા પછી તરત જ વાંચી શકાતા નથી,સમયનાં અભાવે).હવે થોડા દિવસ માટે નવરાશ મળી છે તો બાકી રહેલા પુસ્તકો વાંચવાનો પ્લાન છે.

    તો આ પ્લાન હેઠળ પહેલું પુસ્તક ઉપાડવામાં આવ્યું " લવ અને મ્રત્યુ - (સ્વ.)ચંદ્રકાંત બક્ષી ",આમ તો આ ચંદ્રકાંત બક્ષી નાં અગાઉ વિવિધ મેગેઝીનો અને છાંપામાં છપાયેલ લેખોનો સંગ્રહ છે. બક્ષીબાબુ ને વાંચવાની ઈચ્છા તો ઘણા લાંબા સમયથી હતી કારણ કે મારા ઘણા  ગુરુઓ એમને પોતાના ગુરુ તરીકે ગણાવે છે.હજુ તો પુસ્તક અડધું પણ નથી પત્યું પરંતુ એટલું જરૂર થી કહી શકાય કે એમના કટાક્ષ વિશે કોઈ કટાક્ષ ના કરી શકાય. :)




@ the end :



Men vs Women -  વાંચવા લાયક સરસ લેખ..

Wednesday, February 9, 2011

નવું ડેબિયન ૬.૦ "સ્ક્વિઝ"...!!

જી ,હા ડેબિયન ઓપરેટીંગ સીસ્ટમ નવા અવતાર માં પ્રસ્તુત થઇ ચુકી છે.

ડાઉનલોડ કરવા તથા નવી અપડેટેડ વેબસાઈટ જોવા અહી ક્લિક કરો....

આ નવા અવતારમાં શું નવીનતા છે ? એ ટૂંક માં જાણવા માંગતા હો તો,આ લિન્ક સરસ છે.

આભાર ડેબિયન ટીમ નો આ બહાને મારા બ્લોગ પરની ધૂળ તો દુર થઈ.. :)


@ the end

--> એક સફળ વ્યક્તિ બનવા માટે કોલેજ નું ભણતર કેટલું જરૂરી ?? એને લગતી તથા કેરિયર માં મન (ઝનુન ) અને મગજ(બુદ્ધિ ) માં કોને પ્રાધાન્ય આપવું ??
જેવા મુદ્દા આધારિત સરસ ચર્ચા વાંચવા માટે,અહી ક્લિક કરો....

--> Facebook ના મોટા માથાઓ શું ભણ્યા છે એ જાણવા માંગો છો ? :) તો .. http://www.facebook.com/press/info.php?execbios

:)