Showing posts with label રીડગુજરાતી. Show all posts
Showing posts with label રીડગુજરાતી. Show all posts

Sunday, June 15, 2014

આ મહિના ની ફિલ્મો,મેં '૧૪ !!

* Kya Dilli Kya Lahore (2014) by Vijay Raaz, Karan Arora :  વિજય રાઝ સામીલ હોય થોડી હ્યુમરસ  હશે એવું લાગતું હતું, પરંતુ થોડી ડ્રામા ટાઇપ  ભારી ભરખમ હતી. એકદરે ગમી આ ફિલ્મ  એમ કહી શકાય !

* Kevi Rite Jaish (2012) by Abhishek Jain : સરસ ! (જો કે એ તો આખી દુનિયાને ખબર છે ! ) જ્યારે રીલીઝ થઇ ત્યારે થીએટર માં જોવાની ઘણી ઈચ્છા હતી, પરતું પુને નાં કોઈ થીએટર માં આવી ન'તી માટે જોવાની રહી ગઈ હતી. અચાનક કૃપા સાથે યુટ્યુબ પર ગુજરાતી નાટકો શોધતા શોધતા આના પર નજર પડી અને જોઈ નાખવામાં આવી. મજા આવી ! અમને બંને ને ગમી.

* Zero Bani Gayo Hero (Gujarati Drama) :  કૃપા ને  ગુજરાતી નાટકો જોવા  ગમે છે. એને પહેલા નાટ્યગૃહ માં જોયું હોવાથી અને એનું ગમતું હોવાથી અમે લોકો એ સાથે બેસી ઘરે જોયું. ખુબ જ સરસ ! 100 % જોઈ  શકાય.

* The World Before Her (2012) by Nisha Pahuja :  આ 2012 માં  બનેલી ડોક્યુમેન્ટરી હમણા 2014 માં જઈ ભારત ના થીએટરો માં પહોચી.  સદનસીબે કૃપા ને પણ ડોક્યુમેન્ટરી જોવાનું ગમે છે (અને સમજ માં પણ આવે છે. :) ). 'ગુલાબી ગેંગ' જોવાની રહી ગઈ હોવાથી આ વહેલી તકે જોવામાં આવી. હિંદુ કટ્ટરવાદી ઓ નું આવું નિરૂપણ  પહેલી વાર જોયું, જોવામાં ઘણી અડચણ થઈ (થોડું વધારે પડતું થઇ ગયું એવું પણ લાગે). જો કે ફિલ્મ ને લઇ ને કસી બબાલ ન થઈ એ જાણી ને આનંદ થયો. ફિલ્મ જોયા પછી વિચારો ના ચકડોળે  ચડી જવાય એમ છે. હવે 'Proposition for a Revolution' ની રાહ જોવાય રહી છે.


@ the end :

RIP પ્રેરણામૂર્તિ  મૃગેશ ભાઈ !

Sunday, April 22, 2012

અસ્મિતાપર્વ..!!

જ્યારે તમારી ઉંમર ૨૦-૨૧ વર્ષ હોય અને તમે જ્યારે આખો દિવસ ટીવી સામે બેસી ' M TV ' ની જગ્યાએ       ' આસ્થા ' ચેનલ જોતા હો તો તમારા મિત્રોને લાગશે કે આની ચસકી ગયું છે. :) અને તમારા ઘરવાળાઓને લાગશે કે , વાહ..! મારો દીકરો કેટલો સંસ્કારી છે. :) પરંતુ આમ તો  ' આસ્થા '  ચેનલ પર આવતો આ  પ્રોગામ    ' M TV ' ના રોડીઝ ને ટક્કર મારે એવો છે. :) જો તમે સાહિત્ય/કળા વિશે થોડું ઘણું પણ જાણતા હો તો,સાહિત્યનાં બધા રોડીઝ એક જગ્યાએ ભેગા થાય એટલે એને ' અસ્મિતાપર્વ ' કહેવાય. :)

    જોગાનુજોગ કે પછી જય વસાવડા પ્રત્યેના પ્રેમ નાં કારણે ૨૦૦૮ માં જયારે અનાયાસે ચેનલ સર્ફિગ કરતા આ  પ્રોગામ  પર નજર પડી ત્યારે ખબર પડી કે કે જયભાઈ પણ  એમનું વક્તવ્ય આપવાના છે .બસ,પછી તો પૂરું..! અને પછી તો આ પ્રોગામ નાં જ ચાહક બની ગયા,અને બાકી  બધા સર્જકો નાં વક્તવ્યો પણ મજેદાર લાગ્યા.

   આમ તો મોરારીબાપુ ને હું ઓળખતો તો હતો--બહુ આસ્તિક નહિ એવા મારા પપ્પાએ એમની યુવાનીમાં ફક્ત એક મોરારીબાપુનો ફોટો રૂમમાં લગાવ્યો હતો એવું મેં સાંભળ્યું હતું પરંતુ ' અસ્મિતાપર્વ ' વિશે જાણ્યા પછી એમના વિશે માન  ઘણું વધ્યું.

જય વસાવડા એ આ વર્ષે ' યુવાચેતના અને સાહિત્ય  ' વિષય પર  આપેલ  વક્તવ્ય,





@ the end :

-  ' અસ્મિતાપર્વ ' એ દર વર્ષે હનુમાન જયંતી પર મહુવા,ગુજરાત ખાતે પાંચ દિવસ માટે ઉજવાય છે.વધુ માહિતી કદાચ અહી થી મળશે.અને તમે એનો વિસ્તૃત અહેવાલ રીડગુજરાતી પર પણ વાંચી શકો છો.

Friday, October 22, 2010

રીડગુજરાતી..!!

જો તમને ઓનલાઈન ગુજરાતી વાંચવાનો શોખ હોય તો,સ્વાભાવિક છે કે તમે www.readgujarati.com નામની નામાંકિત વેબસાઈટથી પરિચિત હશો જ .તો આ વેબસાઈટનાં રચયિતા અને એકલા હાથે સફળતાપૂર્વક ચલાવનારા શ્રી મૃગેશભાઈ શાહ નો સરસ અને પ્રેરણાત્મક ઇન્ટરવ્યૂ વાંચવા માટે ક્લીક કરો અહીં..