Showing posts with label આ મહિના ની ફિલ્મો. Show all posts
Showing posts with label આ મહિના ની ફિલ્મો. Show all posts

Wednesday, March 2, 2016

આ મહિના ની ફિલ્મો, ફેબ્રુઅરી'૧૬ !!

 * ગુજ્જુભાઈ ની ગોલમાલ (નાટક) : એવરેજ કોમેડી...

Neerja (2016) by Ram Madhvani : ખુબ સરસ ! આ રીયલ સ્ટોરી બેઇઝ્ડ ફિલ્મો નો ટ્રેન્ડ જેટલો વધુ ચાલે એટલુ સારું...

Singham Returns (2014) by Rohit Shetty: જોવાની રહી ગઈ હતી ,આખરે હોટસ્તાર પર જોવામાં આવી. રોહિત શેટ્ટી ની એકમાત્ર સીરીઝ જે હું સહન કરી સકું એમ છું... :)

આ મહિના ની ફિલ્મો, જાન્યુઆરી'૧૬ !!

Bajirao Mastani (2015) by Sanjay Leela Bhansali :


Airlift (2016) by Raja Menon : 

આ મહિના ની ફિલ્મો, ડીસેમ્બર'૧૫ !!

Gujjubhai the Great (2015) by Ishaan Randeria :


2 Idiots (2015) by Kamlesh Oza :  સચિન-જીગર ના સંગીત વાળું સરસ મજેદાર ગુજરાતી નાટક, થેન્ક્સ ટુ, કૃપા ! આ નાટક બતાવવા માટે।



આ મહિના ની ફિલ્મો, નવેમ્બર'૧૫ !!

 * Tamasha (2015) by Imtiaz Ali : 

આ મહિના ની ફિલ્મો, ઓક્ટોમ્બર'૧૫ !!

Talvar (2015) by Meghna Gulzar : સુપરલેટીવ  વર્ક ! શૌરભ (શાહ ) સર નાં સાત લેખ ની શ્રેણી (જે મૂળ અવિરુક સેન નાં પુસ્તક "આરુષી" પર આધારિત હતી) વાંચ્યા પછી ફિલ્મ નાં લેયર્સ વધારે ગહનતા થી સમજાયા.ઈરફાન, કોંકણાં, સોહુમ શાહ, નીરજ કાબી અને મેઘના ગુલઝાર... અદભુત  !!

Pyaar Ka Punchnama 2 (2015) by Luv Ranjan : જોરદાર !


* @ the end :

- સ્કાય ફોટોગ્રાફી નો શોખ ધરાવનારા માટે (અને જો તમે વન પ્લસ  કે  હાઈ એન્ડ ફોન વાપરતા હોવ તો ખાસ) : http://www.lonelyspeck.com/photographing-the-milky-way-with-a-smartphone/

આ મહિના ની ફિલ્મો, સપ્ટેમ્બર'૧૫ !!

Kis Kisko Pyaar Karu (2015) by Abbas-Mastan : ઠીક - ઠાક ! ટાઇમ પાસ  !


* @ the end :

- હજી કોક સ્ટુડીઓ પાકિસ્તાનનાં આ સિઝનના સોન્ગ્સ સાંભળવાના બાકી છે, પણ ત્યાં સુધી કોક સ્ટુડીઓ ઇન્ડિયાની આ  સિઝનનું પર્સનલ ફેવરીટ,




આ મહિના ની ફિલ્મો, ઓગસ્ટ'૧૫ !!

Manjhi: The Mountain Man (2015) by Ketan Mehta : સરસ ! જો કે કેતન મહેતા સાહેબ પાસે થોડી વધુ અપેક્ષા હતી...

Masaan (2015) by Neeraj Ghaywan : આ ફિલ્મ વેશે ઘણું સાંભળ્યું અને વાંચ્યું હતું, એ પ્રમાણે એટલી જોરદાર ન હતી. હું શીપ ઓફ થીસીઅસ લેવલ ની ફિલ્મ ની અપેક્ષા રાખતો હતો. ફિલ્મ થોડી વધુ ગંભીર થઇ ગઈ હોય એવું લાગ્યું.


* @ the end :

- બ્લોગ પોસ્ટ ઓફ ધ મન્થ  : http://isha.sadhguru.org/blog/sadhguru/spot/dont-let-your-problems-go/ 

Wednesday, October 1, 2014

આ મહિના ની ફિલ્મો, ઓગસ્ટ'૧૪ !!

* Bey Yaar (2014) by Abhishek Jain : ફિલ્મ વિષે હવે કંઈક કેહવાનું રેહતું નથી. અદભુત  ફિલ્મ વિષે ઘણું બધું લખાય ગયું છે. ભૂલેચૂકે રહી ગઈ હોય તો, ગુજરાત માં હજી પણ 173 શો'ઝ ચાલી રહ્યા છે.

ઘણા વર્ષો પછી મમ્મી સાથે મુવી જોવાની મજા આવી, મમ્મી ને પણ મુવી ગમ્યું અને એનો એક્સક્લૂસિવ અને હોનેસ્ટ રીવ્યુ,

" આ તો હિન્દી ફિલ્મ જોતા હોય એવું જ લાગે. :) જો કે બીજા હાફ માં એટલી મજા નહિ આવી જેટલી પહેલા હાફ માં (ઈન્ટરવલ પહેલા) આવી હતી ! " :)


હું તો ફિલ્મ જોવા પહેલા જ ક્દાચ એના ઘણા બધા ફેકટરો ને લઈને અંજાઈ ગયો હતો, જેમ કે,

એક તો, સુપર ટેલેન્ટેડ દિગ્દર્શક અભિષેક જૈન એ , દર્શન જરીવાલા, મનોજ જોશી, અમિત મિસ્ત્રી, કવીન દવે, સચિન - જીગર (સુપર્બ મ્યુઝીક !) , સત્ચિક પુરાનિક ('શીપ ઓફ થીસીઅસ' ના એડિટર !),   અજીત સિંહ રાઠોર ( નેશનલ એવોર્ડ વિનર સાઉન્ડ ડીઝાઈનર !) આવા લોકો ની ટીમ ભેગી કરી  અને એ પણ એક ગુજરાતી ફિલ્મ બનાવવા માટે !

અને બીજું, જય વસાવડા નો ગેસ્ટ અપિઅરન્સ !!  :)

એટલે મને તો ફિલ્મ જોવા પહેલા જ ગમી ગઈ હતી. :)


ઓગસ્ટ નો સ્કોર બસ એક જ !


* @ the end :

આ મહિના ની લીંક : http://www.osho.com/iosho/library/the-books  ( અદભુત ! ઓશો લાઇબ્રરી પર આમ તો આખી પોસ્ટ લખી શકાય એમ છે. (મતલબ મારાથી, લોકો એ તો એના પર રીતસર નાં રિસર્ચ પેપર્સ લખ્યા જ છે !) )


Sunday, September 21, 2014

આ મહિના ની ફિલ્મો, જુલાઇ'૧૪ !!

* Bobby Jasoos (2014) by Samar Shaikh : જોઈએ એટલી મજા ન આવી ! ઠીક-ઠાક !

* Humpty Sharma Ki Dulhania (2014) by Shashank Khaitan :  સ્ટોરી તો પહેલી થી જ એ ચવાયેલી ડીડીએલજે  વાળી  છે એ ખબર જ હતી, જો કે ટ્રીટમેન્ટ ગમી. જોવાલાયક, હળવીફૂલ વિથ મજેદાર મ્યુઝીક !


* @ the end :

- એક દિવસ નો નાનકડો પ્રવાસ  'અંબાજી' યાત્રાધામ નો ગોઠવાયો અને ત્યાં થઈ રહેલું આધુનિક ડેવલપમેન્ટ જોઇને સુખદ આચકો અનુભવ્યો ! (જેમ કે આધુનિક કિઓસ્ક , મંદિર નાં ઈતિહાસ નો પરિચય આપતી 3D  મુવી : 'આરાસુરી માં અંબે'  અને મ્યુઝીયમ ! ). થોડી ટ્રેકિંગ અને બર્ડ-વોચીંગ ની પણ મજા લેવામાં આવી, ફોટાં જે કેમેરા માં લીધા હતા એ હમણા  ઉપલબ્ધ નથી, જયારે મળશે ત્યારે મુકવામાં આવશે. :)

આ તો , પોસ્ટ કરતા સાઈડ-નોટ ની સાઈઝ વધી ગઈ ! :P  :)  

આ મહિના ની ફિલ્મો,જૂન'૧૪ !!

* Food, Inc. (2008) by Robert Kenner : ઘણા સમય પહેલા તક્ષે (તક્ષ , જોડણી ખોટી હોય તો સાચી જણાવવા વિનંતી ! :) )  રીક્મેંડ  કરી હતી, એ સમયે કદાચ ટોરેન્ટ થી દુર રહેવાનું નક્કી કર્યું હતું અને 'jDownloader' પર લીંક  ન'તી મળી કે એવું કંઈક  તો થયું હતું. પછી હમણા એક દિવસ ટીમ લંચ પર આ વિષય પર વાત નીકળી  અને યુટ્યુબ પર રેન્ડમ સર્ફિંગ માં ફુલ્લ ડોક્યુમેન્ટ્રી મળી ગઈ,



સરસ, જોવા અને વિચારવાલાયક !!

* Ek Villain (2014) by Mohit Suri : મોહિત સૂરી સાહેબ તો અપેક્ષા કરતા સારી ફિલ્મો બનાવતા થઇ ગયા ! સારી હતી, ગમી !

* City Lights (2014) by Hansal Mehta : હંસલ મહેતા સાહેબ ફૂલ મોડ માં છે, શાહિદ અને પછી આ ફિલ્મ ! સરસ ફિલ્મ અને જોરદાર અભિનય !!

@ the end :
Firefox addon of the month : પારેવું ગુજરાતી ડીક્ષનરી  

Sunday, June 15, 2014

આ મહિના ની ફિલ્મો,મેં '૧૪ !!

* Kya Dilli Kya Lahore (2014) by Vijay Raaz, Karan Arora :  વિજય રાઝ સામીલ હોય થોડી હ્યુમરસ  હશે એવું લાગતું હતું, પરંતુ થોડી ડ્રામા ટાઇપ  ભારી ભરખમ હતી. એકદરે ગમી આ ફિલ્મ  એમ કહી શકાય !

* Kevi Rite Jaish (2012) by Abhishek Jain : સરસ ! (જો કે એ તો આખી દુનિયાને ખબર છે ! ) જ્યારે રીલીઝ થઇ ત્યારે થીએટર માં જોવાની ઘણી ઈચ્છા હતી, પરતું પુને નાં કોઈ થીએટર માં આવી ન'તી માટે જોવાની રહી ગઈ હતી. અચાનક કૃપા સાથે યુટ્યુબ પર ગુજરાતી નાટકો શોધતા શોધતા આના પર નજર પડી અને જોઈ નાખવામાં આવી. મજા આવી ! અમને બંને ને ગમી.

* Zero Bani Gayo Hero (Gujarati Drama) :  કૃપા ને  ગુજરાતી નાટકો જોવા  ગમે છે. એને પહેલા નાટ્યગૃહ માં જોયું હોવાથી અને એનું ગમતું હોવાથી અમે લોકો એ સાથે બેસી ઘરે જોયું. ખુબ જ સરસ ! 100 % જોઈ  શકાય.

* The World Before Her (2012) by Nisha Pahuja :  આ 2012 માં  બનેલી ડોક્યુમેન્ટરી હમણા 2014 માં જઈ ભારત ના થીએટરો માં પહોચી.  સદનસીબે કૃપા ને પણ ડોક્યુમેન્ટરી જોવાનું ગમે છે (અને સમજ માં પણ આવે છે. :) ). 'ગુલાબી ગેંગ' જોવાની રહી ગઈ હોવાથી આ વહેલી તકે જોવામાં આવી. હિંદુ કટ્ટરવાદી ઓ નું આવું નિરૂપણ  પહેલી વાર જોયું, જોવામાં ઘણી અડચણ થઈ (થોડું વધારે પડતું થઇ ગયું એવું પણ લાગે). જો કે ફિલ્મ ને લઇ ને કસી બબાલ ન થઈ એ જાણી ને આનંદ થયો. ફિલ્મ જોયા પછી વિચારો ના ચકડોળે  ચડી જવાય એમ છે. હવે 'Proposition for a Revolution' ની રાહ જોવાય રહી છે.


@ the end :

RIP પ્રેરણામૂર્તિ  મૃગેશ ભાઈ !

Saturday, February 2, 2013

આ મહિના ની ફિલ્મો,જાન્યુઆરી'૧૩ !!

* Meenaxi: Tale of 3 Cities (2004) by M.F. Hussain :

   હુસેન સાહેબે બનાવી હોય એટલે આર્ટિસ્ટિક તો હોવાની જ, પણ થોડી ધીમી પણ છે. મારા જેવા એ તો આરામ થી મુડ બનાવી ને જોવી પડે એવી. જો કે આઈ-પોડ  પર જોઈ હોવા છતાં મજા તો આવી.  :) ઓવરઓલ : સરસ મુવી !

* Table No. 21 (2013) by Aditya Datt :

   સુપર્બ..! ટુંક માં હ્યુમન સાયકોલોજી માં રસ ધરાવનારા લોકો ને જરૂર થી ગમે એવી. અને હા "ઝીંદા" (સંજય દત્ત અને જ્હોન વાળી ) ગમી હોય તો પણ આ ગમશે... :)

* Ankush (1986) by N. Chandra :

   1986 નાં પ્રમાણે આજે પણ ઓફબીટ લાગે એવી , આમ જ રેન્ડમ ટી.વી સફીગ માં જોવા માં આવી, ભારે ઉપદેશ આપવામાં ડીરેક્શન નો ખ્યાલ ન રાખવામાં આવ્યો હોય એવું લાગે ... ખેર, વિચારવા જેવી વાત તો એ છે કે, નાના પાટેકર ત્યારે અને આજે પણ એવા ને એવા જ છે ...  :)

* Inkaar (2013) by Sudhir Mishra :

    વાહિયાત ... ! સુધીર મિશ્રા અને છેક આવું.... !! :(


આજકાલ બોલીવુડ માં કઈ સમજાતું નથી, એક તરફ "આશિક બનાયા આપને " જેવી ફિલ્મ બનાવનાર "ટેબલ નં 21 " જેવી ફિલ્મ બનાવે છે , ને બીજી તરફ સુધીર મિશ્રા અને વિશાલ ભારદ્વાજ જેવા લોકો "ઇન્કાર" અને  "મટરૂ..." જેવી ફિલ્મો બનાવી રહ્યા છે...!

@ the end :

* જાવા પ્રેમીઓં માટે, :)