Tuesday, February 9, 2010

Inglorious bastards..!!(ગુજરાતી માં લખી શકાય એમ નથી ;))

થોડા સમય પહેલા ઘણી જગ્યા એ આ મુવી વિશે વાંચ્યા બાદ ,આ મુવી ડાઉનલોડ કરી ને જોયું પણ એમાં સબ્ટાઇટલ ન હતાં , પૂરું મુવી અંગ્રેજીમાં હોત તો કદાચ થોડી-ઘણી સમજ પડી હોત,પરંતુ પાછળથી ખબર પડી કે મુવી માં મહદઅંશે ફ્રેન્ચ ,જર્મન અને થોડેઘણે ઈટાલિયન ભાષા નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.તો ફરીથી સબ્ટાઇટલ સાથે મુવી ડાઉનલોડ કરી.
મુવી જોયા પછી,એટલું ચોક્કસ કહી શકાય કે આ મુવી અત્યાર સુધી માં જોયેલ સૌથી ક્રુર મુવી છે .આટલાં ક્રુર દશ્યો મેં બીજા કોઈ મુવી માં નથી જોયા.(એમ પણ હું થોડો સંવેદનશીલ પ્રકારનો માણસ છું . :) ).જો કે મને આ મુવીનું બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક બહુ ગમ્યું . અને કદાચ એટલે જ ક્વેન્તીન તેરેન્તિનો (Quentin Tarantino) ને આ વર્ષ ના ગ્રેમી અવોર્ડસ માટે નોમિનેશન મળ્યું હતું (અને જેમાં રહેમાન સાહેબ ને વિજેતા ઘોસિત કરવામાં આવ્યા હતાં .).બ્રેડ પીટ (Brad Pitt) અને ક્રીસ્તોપ્ફ વોલ્ટ્સ(Christoph Waltz) નો અભિનય ખરેખર અદભુત હતો.

@ the end :-

"છ્મ છ્મ .." સોનુ નિગમે ઘણા સમયે ગાયેલું અદભુત સોંગ (મુવી:STRIKER) ,જો આંખોને બંધ કરીને શાંતિ થી સાંભળવા માં આવે તો એના ફીલ માં થી બહાર આવવું મુશ્કેલ થઇ જાય એવું સોંગ. :)

No comments:

Post a Comment