Monday, March 18, 2013

આ મહિના ની ફિલ્મો,ફેબ્રુઆરી'૧૩ !!

* Special 26 (2013) by Neeraj Pandey :

   જબરજસ્ત ! બે-બે વાર થીએટરમાં જોવા માં આવી ! આ નીરજ ભાઈ ખુબ જ ચીવટ થી કામ કરે છે. ૧૯૮૭ માં બનેલ ઘટના પર ફિલ્મ બનાવી હોય દરેક એ દરેક વસ્તુ એ સમયગાળા  ની બતાવવામાં આવી છે, સ્વેટર, મોટરકાર, ઓટો, ટેલીફોન ઈત્યાદી નાં એ જમાના ના મોડેલો... :) મજાની સ્ટોરી અને સરસ કાસ્ટિંગ, બધાનું કામ જોરદાર છે. ટુંક માં મજા આવી, નીરજ ભાઈ નાં આવનારી ફિલ્મો ની રાહ જોવામાં આવશે.  

Kai Po Che ! (2013) by Abhishek Kapoor :

   સરસ, બુક નાં પ્રમાણ માં સારી ખી શકાય અને ફૂલ ટૂ અમદાવાદી પ્લોટ બતાવવાનો પ્રયત્ન કર્યો છે :) અંત માં થોડું વધારે તટસ્થ બતાવી શકાયું હોત એવું લાગ્યું. "શુભાઆરંભ" અને બાકીના  સોંગસ પણ   સરસ છે !

 બસ બે જ ફિલ્મો કારણ કે, ફેબ્રુઆરીમાં  લગ્નગાળો ચાલતો હતો તો, એક નાનકડો બ્રેક લઇ એક-બે લગ્નો ની મજા લેવામાં આવી અને ઘરની ઉડતી મુલાકાત લેવામાં આવી હતી... :)


@ the end :

*  આવું તો કદાચ પુને માં જ જોવા મળી શકે... :)