અંગ્રેજી નામ : Green Bee-Eater
શાસ્ત્રીય નામ : Merops orientallis
ગુજરાતી નામ : નાનો પંતરંગો / પંતરંગીયો
આ ચકલીના કુળના પક્ષીનું ગુજરાતી નામ તો મને ઝટ જડ્યું નહિ અને જડ્યું ત્યારે થયું કે 'નાનો પંતરંગો' એવું નામ શા માટે હશે? જો નાનો પંતરંગો હોય તો મોટો પંતરંગો પણ હોવો જોઈએ? એ હિસાબે તો મને 'પંતરંગીયો' નામ વધારે અનુકુળ લાગ્યું , જો કે ઘણી જગ્યાએ 'નાનો પંતરંગો' તરીકે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એને મરાઠીમાં 'वेडा राघू' અને નેપાળીમાં 'मुरली चरा' તરીકે ઓળખવામાં આવે છે.
Green bee-eater (નાનો પંતરંગો ) |
આ પક્ષીનો પહેલવહેલો ઉલ્લેખ બ્રિટીશ પક્ષીશાસ્ત્રી જ્હોન લેથમ એ ઈ.સ ૧૮૦૧ માં કરેલ. આ પક્ષીની ઘણી પેટાજાતિઓમાંથી ભારત અને શ્રીલંકામાં મુખ્યત્વે orientallis જાતિના પક્ષીઓ જોવા મળે છે. એની લંબાઈ ૯-૧૦ ઇંચ જેટલી હોય છે,જેમાં બે પાંખોની વચે આવેલ ૧ થી ૨ ઇંચ લાંબી પાતળી દાંડી જેવા પીંછાનો પણ સમાવેશ થાય છે.
ખોરાકમાં એના અંગ્રેજી નામ મુજબ મુખ્યત્વે ઉડતી જીવાતો છે.તદુપરાંત કીડી,મંકોડા અને માખી પણ ખાય છે.મોટાભાગે ફેન્સીંગ તથા ઈલેક્ટ્રીક તાર પર બેઠા બેઠા અવલોકન કરતુ હોય છે, અને જેવો ચાન્સ મળે એકાદ મીટર કે તેથી ઓછી ઉચાઈએથી ડાઈવ લગાવી ને ઉડતી જીવાતોને પોતાનો શિકાર બનાવે છે.
પંતરંગો આમ તો ખેતરો કે ઝાડી ઝાંખરા વાળા મેદાનો ની આસપાસ વધુ જોવા મળે છે અને અન્ય પક્ષીઓ કરતા અલગ એમ પાણીના સ્રોતો કરતા દુર પણ જોવા મળે છે. પંતરંગો અન્ય પક્ષીઓ કરતા અલગ એ રીતે પણ છે કે એ પોતાનો એકલાહાથે માળો નથી બનાવતું, એની જગ્યાએ અન્ય પંતરંગો જોડે મળીને નહેર કે અન્ય જમીનમાં બખોલ બનાવે છે અને એમાં લગભગ ૩ થી ૫ ઈંડા મુકે છે. ઈંડા નું સંવનન નર અને માદા એમ બંને કરે છે. નર અને માદા બંને દેખાવે પણ લગભગ સરખા જ હોય છે.
એક રીસર્ચ પ્રમાણે પંતરંગો એ સમજી શકે છે કોઈક એનો પીછો કરી રહયું છે અને એ માટે એ પોતાના માળા/બખોલ તરફ જવાનો રસ્તો બદલીને તમને અવળે રસ્તે ચડવાનો પ્રયાસ કરી શકે છે.
આ ફોટાઓ મેં અને મોહિતે જોળ ગામ જતી વખતે કે ત્યાંથી આવતી વખતે રસ્તામાં લીધેલા હતા. જોકે એ પેહલી વખત હોવાથી અમને બર્ડીગ કે એને લગતા કેમેરા સેટિંગ્સ નો કોઈ પ્રેક્ટીકલ મહાવરો નહતો. કદાચ ISO એટલે શું અને એ કેમ સેટ કરવું એ પણ ખબર નહતી.જોકે આજે પણ પરિસ્થિતિ કઈ વધુ પડતી સારી તો નથીજ..!! :) :)