અંગ્રેજી નામ : Purple Swamphen / Grey-headed Swamphen
શાસ્ત્રીય નામ : Porphrio porphyrio
ગુજરાતી નામ : નીલ કૂકડી / નીલ જળમુરઘો
મરઘી ને પક્ષી કહેવું કે કેમ? નીલ કૂકડી ને જોયાં પહેલાં જો કે આવા રંગ - રૂપ વાળી મરઘી જોઈ નહોતી. એવું લાગ્યું જાણે કોઈ બીજા ગ્રહની મરઘી જોઈ રહ્યા છે.
શાસ્ત્રીય નામ : Porphrio porphyrio
ગુજરાતી નામ : નીલ કૂકડી / નીલ જળમુરઘો
મરઘી ને પક્ષી કહેવું કે કેમ? નીલ કૂકડી ને જોયાં પહેલાં જો કે આવા રંગ - રૂપ વાળી મરઘી જોઈ નહોતી. એવું લાગ્યું જાણે કોઈ બીજા ગ્રહની મરઘી જોઈ રહ્યા છે.
નીલકુકડી આમ તો જલકુકડી/જલમૂરઘી ની પેટાજાતી ગણી શકાય. એની ઘણી બધી પેટાજાતીઓ છે. લગભગ ૨૨, જેમાથી ૧૨ તો નાશ:પ્રાય છે અને બાકીની ૧૦ માં નીલકુકડીનો સમાવેશ થાય છે.પ્રજાતિઓમાં મોટાભાગે પીંછાનો રંગ જૂદો હોય છે. જો કે, આ Taxonomy માં ઘણાં ફેરફારો થઈ ચૂક્યાં છે, છેલ્લે ૨૦૧૫ ના અપડેટ પ્રમાણે, પહેલા આ પક્ષીનુ અંગ્રેજી નામ 'Purple Moorhen' હતું જે બદલાયને 'Purple Swamphen' થયું અને ત્યારબાદ ૨૦૧૫ માં 'Grey-headed Swamphen' થયું. (રેફરન્સ : http://ebird.org/content/india/news/2015-taxonomy-indian-birds/).
નીલકુકડી જેવી જ એક પ્રજાતિ જે ફ્રાંન્સમા જોવા મળે છે, એના ફ્રેંન્ચ નામ ઉપરથી આ પક્ષી ને 'સુલતાના બર્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રોમન સામાૃજયમાં આ પક્ષીને મોટા ઘરમાં કે મહેલોના સુશોભન માટે બગીચાઓના તળાવમાં રાખવામાં આવતા, એવો ઉલ્લેખ પણ છે.
આ મરઘીના કદનું પક્ષી મરઘા કે કુકડાની જેમ જ મોટો અને કકૅશ અવાજ ધરાવે છે,ખાસ કરીને એમની બ્રીડિંગ સિઝન દરમિયાન. જો કે મરઘીની જેમ ઉડવામાં પાવરઘું નહી હોવા છતાં આ પક્ષી ઘણી લાંબા અંતર સુધી ઊડાનો ભરી શકે છે. અને તરવામાં મદદરૂપ થઈ શકે એવા પડદીવાળા પંજા નહી હોવા છતાં તરવામાં એ કુશળ છે.
રહેઠાણ માટે આ પક્ષી જે વિસ્તારમાં સારો એવો વરસાદ થતો હોય એવો વિસ્તાર વધુ પસંદ કરે છે. મોટા ભાગે તળાવના કિનારે કે પછી એવી ભેજવાળી પોચી જમીન ની આસપાસ જોવા મળે છે.
નીલકુકડી જોડીમાં અને નાના ટોળા મા રહેવાનું પસંદ કરે છે. કાદવ કીચડ વાળી જમીનમાં ખોરાક શોધતા કે પછી તળાવમાં તરતા આ પક્ષી જોય શકાય છે.
નીલકુકડી ૩ થી ૪ ઈંડા મૂકે છે. માળો મોટેભાગે ઘાસથી બનાવેલ હોય છે જે પાણી ઉપર ઉગતા ઘાસથી બનાવેલ હોય છે. નર અને માદા બંને ઈંડાને લગભગ ૨૩ થી ૨૭ દિવસો સુધી ઈંડાને શેવે છે. ત્યારબાદ ઈંડા માથી નીકળેલા બચ્ચાને ૧૦ થી ૧૪ દિવસો સુધી માળામાં રાખે છે અને આ દરમિયાન એમના માતા-પિતા અને અન્ય ટોળાના સદસ્યો એમને ખોરાક પૂરો પાડે છે.
ખોરાકમાં મુખ્યત્વે કુમળુ ઘાસ અને અન્ય વનસ્પતિઓ હોય છે. જો કે આમ તો, એવું પણ માનવામાં આવે છે કે નીલકુકડીની ઘણીખરી પ્રજાતિ અળસિયા, બતકના ઈંડાં, બતકના બચ્ચા તથા નાની માછલીઓ પણ ખાય છે. જો કે આના વિશે પુખ્તા સાબિતીઓ નથી એવું કહેવામાં આવે છે.
આ પક્ષી વિશે હવે પછીના પ્રવાસોમાં થોડુ વધારે રીસર્ચ/શોધ સંશોધન કરવાની ઈચ્છા જરૂર છે. :)
(સંકલન : કૃપા દેસાઈ)
(સંકલન : કૃપા દેસાઈ)