આજે પહેલી જાન્યુઆરી ૨૦૨૫, નવા વર્ષની શરૂઆતનો દીવસ અને મહાદેવભાઈ દેસાઈનો જન્મ દિવસ. હમણાં થોડા દિવસો પહેલાં જ ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવાનું શરુ કર્યું. હજી અડધે સુધી પહોંચ્યો છું પણ મહાદેવભાઈના વ્યક્તિત્વથી ખુબ જ પ્રભાવિત થયો છું. પુસ્તક પર તો એક સ્વતંત્ર પોસ્ટ લખીશ વંચાય જશે ત્યારે. પણ આજે તો આ ટૂંકી પોસ્ટ ફક્ત આ પાવન દિવસે એ પાવન વ્યક્તિત્વને વંદન કરવા માટે.