શુક્રવારની રાત્રે સબમિશન અને વાઈવા ના દબાણથી ત્રાસીને રાત્રે સુતા પહેલા હું થોડીવાર નેટ પર સર્ફ કરવા બેઠો,રાબેતા મુજબ ઈ-મેલ ચેક કર્યા,ટ્વીટ કરી અને કાર્તિક સરનો બ્લોગ ચેક કરતો હ્તો--એમણે નવિ પોસ્ટ માં OpenSUSE 11.2 and Ubuntu Karmic Launch Party ની વિગત અને રજીસ્ટ્રેશનની લિન્ક આપિ હતી.તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવાનું મન થયુ પરંતૂં અચાનક યાદ આવ્યું કે આવતીકાલે તો બીજા એક સબ્જેકટ્નું સબમિશન છે.જે કેટલા વાગ્યે પુરું થાય એ નક્કી ન હતું.આથી મનને મનાવી એ લિન્ક SMS થી તક્ષ અને આલોકને મોકલી સંતોષ માન્યો.
પાર્ટી હતી સાંજે ૫:૦૦ વાગ્યે અને મારુ સબમિશનનું કામ પુરુ થયુ ૨:૪૫ એ હવે મને લાગ્યું કે કદાચ પાર્ટીમાં જઈ શકાશે--તક્ષને પુછ્યું "જવું છે?".અને હંમેશની જેમ તક્ષે સુપરચાર્જ્ડ સ્ટાઈલમાં કહ્યું,"હાં હાં પહોચી જવાશે તું જલ્દી કર".હું મોહિતને પુછવા ગયો એને કઈક કામ હતું.આખરે નિકળવાના ટાઇમે અશ્વિને પણ કહ્યું,"હું પણ આવું છું".અમે જલ્દીથી હોસ્ટેલ ગયાં લેપટોપ લઈ રજીસ્ટ્રેશનની લિન્ક ઓપન કરી અમાર ત્રણેનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને જરુરી વિગતો નોટ કરી અમે વિધાનગર જવાં નિકળ્યાં.ત્યાંથી વડોદરા કેવી રીતે જવું એના પર નાનું ડિસ્ક્શન કરી નકકી કરવામાં આવ્યું કે આણંદથી મેમુ ટ્રેન પકડવી--જેને ઊપડવમાં માત્ર ૧૫ મિનિટનો સમય બાકી હતો.જલ્દીથી રીક્ષા પકડી આણંદ સ્ટેશન પહોચ્યાં.સદનસીબે ટ્રેન મડી ગઈ.વડોદરા સ્ટેશન ઉતરી સીધા MSU ના Science વિભાગમાં પહોચ્યાં.સદનસીબે પાછલાં અનુભવથી MSU ના સ્ટ્રક્ચરથી હું પુરેપુરો વાકેફ હતો,આથી BCA વિભાગ શોધવામાં સમય વેડ્ફવો ન પડ્યો.
પાર્ટીમા અમે પહોચ્યાં ૫:૪૫ ની આસપાસ હોલ/લેબ ખીચો-ખીચ ભરેલિઇ હતી બેસવાની તો છોડો ઊભા રહેવાની જગ્યા શોધવા માટે પણ અમારે ૧૦-૧૫ મિનિટ અમારે દરવાજા પાસે ઉભુ રહેવું પડ્યું,તે દરમિયાન જ મેં કાર્તિક સર ને શોધી કાઢ્યાં હતાં--પાછળ પોતાન મેક બુક પર કંઈક કરતાં-કરતાં ચર્ચાં માં પણ ભાગ લઈ રહ્યાં હતાં.
અમે થોડી જગ્યાં શોધી શાંતિથી પાછળ ઉભાં રહયાં અને બેગ મુકી OpenSUSE 11.2 નુ જિગિશભાઈ નું પ્રેઝન્ટેશન જોવા લાગ્યાં અને ત્યારે જ Windows vs Linux ની ગરમાંગરમ ચર્ચા ચાલતી હતી ત્યારબાદ પ્રેઝન્ટેશન પુરુ થયાં પછી બધાને પિઝા અને કોલ્ડડ્રિંકસ આપવામાં આવ્યાં અને સાથે જ DVD's પણ.
અને પછી સમય આવ્યો કાર્તિકભાઈને રુબરુ મળવાનો,હું એમની સાથે ઈ-મેલથી સપર્કમાં હતો.હું થોડો નર્વસ હતો બાકી એમની વાતો પરથી અમે આગળ ઘણીવાર મડી ચુક્યા હોઇએ.ખુબ જ friendly અને down to earth માણસ છે.જ્યારે મેં એમની સાથે ફોટોની request કરી ત્યારે એમણે કહ્યું,"મારા ફોટાનું શું કરીશ?".મેં કહ્યું,"તમે નહી સમજી શકો,સર!"(ખરેખર હું મારો મનોભાવ એમને સમજાવવા અસમર્થ હતો).આગળ પણ હું લખી ચુક્યો છું એમન વિશે લખવાની મારામાં તાકાત નથી.. :) .જો કે પછી એમણે ફોટો પડાવ્યો અને કહ્યું,"મને પણ મોકલજે..... :)"
પાર્ટીના અંતભાગમાં પાર્ટીનાં આયોજકો તરફથી લકી ડ્રો કરી ટી-શર્ટ,પેનડ્રાઈવ જેવી ભેટો વહેંચવામાં આવી અને અમારા સદનસીબે અશ્વિનને ઠાશું Ubuntu ટી-શર્ટ અને તક્ષને ૩ GB પેનડ્રાઈવ મળી અને મને મળ્યો કાર્તિક સરને મળવાનો મોકો અને અનેરો આનંદ. :)
રાત્રે ફરી વડોદરા સ્ટેશન નજીક ભંગાર પંજાબી જમીને મેમુ ટ્રેન પકડીને ફરી પાછા આણંદ.
Sources:-
-> launch party registration link.
-> party photoes (મારો અને કાર્તિક સરનો પણ એક ફોટો છે જ્યારે હું એમને કંઈક કહી રહ્યો હતો.)
-> party report (Kartik sir)
->party report (Jigish sir)