(મારો ખરોલી ગામ ને લગતો લેખ ગુજરાતી વીકીપીડીયા પર સિલેક્ટ થયો,તો પ્રસ્તુત છે એની ખુશીમાં સબમિટ કરાવેલ મૂળ લખાણ.
લેખને ખુબ જ સરસ રીતે એડિટ કરવા બદલ શ્રી સતિષચંદ્રભાઈ પટેલ નો ખુબ-ખુબ આભાર )ખરોલી એ ચિખલિ અને મહુવા તાલુકા નિ સરહદ પર આવેલું નાનું સરખું ગામ છે . ખરોલી એ ચિખલિ તાલુકા નું છેવાડાનું ગામ છે . ખરોલી ગામમાં જોવા લાયક સ્થળો માં શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર , દેવલિ માડિ મંદિર , તથા એનિ નજીક થી પસાર થતી નેરો ગેજ ટ્રેન નો સમાવેશ થાય છે .
શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર ખરોલી દેસાઇ ફળિયા સ્થિત એક પ્રાચિન મંદિર છે . આ મંદિર નિ પ્રાણ - પ્રતિષ્ઠા ૨૦ - ૨ - ૧૯૪૨ નાં રોજ કરવામાં આવિ હતી . આ મંદિર ના પ્રાંગણ માં આવેલ શિવલિંગ ના વ્રુ઼ક્ષનુ ( જે આશરે ૫૫ વષૅ જુનું હોવાનુ માનવાંમા આવે છે ) અનેરું મહાત્મ્ય છે .
શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર દેવલિ માડિ મંદિર નું દિવાળિ ના તહેવાર દરમિયાન અનેરું મહત્વ હોય છે . દિવાળિ ના તહેવાર દરમિયાન અહિં ભરાતા મેળા માં માનવ મહેરામણ ની સખ્યાં ૨૦ , ૦૦૦ ને આંબી જાય છે . આજુ - બાજુ ના ગામોમાંથી આવતા હજારો લોકો નો ઉત્સાહ જોવાલાયક હોય છે . આ મંદિર નિ બાજુમાંથિ જ બિલિમોરા - વઘઈ નેરો - ગેજ ટ્રેન પસાર થાય છે , જેમાં બેસિ હરિયાળા વિસ્તારનો પ્રવાસ કરવો ખરેખર લ્હાવો છે .
દેવલિ માડિ મંદિર ખરોલી ગામ ને લગતી કેટલિક આંકડાકિય માહિતિ :
ગામ ની વસ્તી -> ૪૩૫૬ ( ૨૦૦૧ વસ્તીગણતરિ પ્રમાણે )
ગામ નો વિસ્તાર -> ૭૬૭ . ૦૦ . ૩૪ ( હેકટર . પ્ર . આર )
ખેડાણ હેઠળનો વિસ્તાર -> ૭૦૯ . ૯૧ . ૦૭ ( હેકટર . પ્ર . આર )
ગૌચર હેઠળનો વિસ્તાર -> ૩ . ૪૪ . ૬૧ ( હેકટર . પ્ર . આર )
જંગલ ની જમીન ( બિન - ખેડાણ ) -> ૮૪ . ૧૫ . ૬૩ ( હેકટર . પ્ર . આર )
અન્ય જમીન -> ૫૧ . ૪૮ . ૮૬ ( હેકટર . પ્ર . આર )
જમીન મહેસુલ માંગણું ( રુ .) -> ૧૫૭૫૦ . ૭૩
ગામમાં કુલ ઘરોની સંખ્યા -> ૯૫૧
ગામની વસ્તી પ્રમાણે કુટુંબની વસ્તી સંખ્યામાં :
|
પુરુષ |
સ્ત્રી |
કુલ |
અનુસૂચિત જાતિ |
૩૨ |
૩૬ |
૬૮ |
અનુસૂચિત જનજાતિ |
૨૦૨૫ |
૧૮૧૧ |
૩૮૩૬ |
બક્ષી પંચ |
૧૨ |
૧૩ |
૨૫ |
અન્ય |
૨૨૧ |
૨૦૬ | ૪૨૭ |
| ૨૨૯૦ | ૨૦૬૬ | ૪૩૫૬ |
ગામના મુખ્ય પાકો :
ડાંગર -> ૩૧૮ . ૫૧ . ૨૮
શેરડી -> ૩૧૭ . ૩૫ . ૦૩
શાકભાજી -> ૨૦ . ૧૭ . ૩૮
ફળઝાડ -> ૨૮ . ૯૫ . ૬૭
અન્ય -> ૨ . ૧૫ . ૮૦
ગામની સુવિધાઓ :