જ્યારે તમારી ઉંમર ૨૦-૨૧ વર્ષ હોય અને તમે જ્યારે આખો દિવસ ટીવી સામે બેસી ' M TV ' ની જગ્યાએ ' આસ્થા ' ચેનલ જોતા હો તો તમારા મિત્રોને લાગશે કે આની ચસકી ગયું છે. :) અને તમારા ઘરવાળાઓને લાગશે કે , વાહ..! મારો દીકરો કેટલો સંસ્કારી છે. :) પરંતુ આમ તો ' આસ્થા ' ચેનલ પર આવતો આ પ્રોગામ ' M TV ' ના રોડીઝ ને ટક્કર મારે એવો છે. :) જો તમે સાહિત્ય/કળા વિશે થોડું ઘણું પણ જાણતા હો તો,સાહિત્યનાં બધા રોડીઝ એક જગ્યાએ ભેગા થાય એટલે એને ' અસ્મિતાપર્વ ' કહેવાય. :)
જોગાનુજોગ કે પછી જય વસાવડા પ્રત્યેના પ્રેમ નાં કારણે ૨૦૦૮ માં જયારે અનાયાસે ચેનલ સર્ફિગ કરતા આ પ્રોગામ પર નજર પડી ત્યારે ખબર પડી કે કે જયભાઈ પણ એમનું વક્તવ્ય આપવાના છે .બસ,પછી તો પૂરું..! અને પછી તો આ પ્રોગામ નાં જ ચાહક બની ગયા,અને બાકી બધા સર્જકો નાં વક્તવ્યો પણ મજેદાર લાગ્યા.
આમ તો મોરારીબાપુ ને હું ઓળખતો તો હતો--બહુ આસ્તિક નહિ એવા મારા પપ્પાએ એમની યુવાનીમાં ફક્ત એક મોરારીબાપુનો ફોટો રૂમમાં લગાવ્યો હતો એવું મેં સાંભળ્યું હતું પરંતુ ' અસ્મિતાપર્વ ' વિશે જાણ્યા પછી એમના વિશે માન ઘણું વધ્યું.
જય વસાવડા એ આ વર્ષે ' યુવાચેતના અને સાહિત્ય ' વિષય પર આપેલ વક્તવ્ય,
@ the end :
- ' અસ્મિતાપર્વ ' એ દર વર્ષે હનુમાન જયંતી પર મહુવા,ગુજરાત ખાતે પાંચ દિવસ માટે ઉજવાય છે.વધુ માહિતી કદાચ અહી થી મળશે.અને તમે એનો વિસ્તૃત અહેવાલ રીડગુજરાતી પર પણ વાંચી શકો છો.