Sunday, February 1, 2015

MiniDebConf'2015 ઉડતી મુલાકાત...!

આમ તો હવે આ ભૂતકાળ ની વાત થઇ ગઈ, અને કાર્તિકભાઈ એ અમેરિકા પોહાચીને એના પર પોસ્ટ પણ લખી નાખી પરંતુ અમરા માટે લખવાનું મુહરત આજે નીકળ્યું. છેલ્લા 1-2 વીક-એન્ડ્સ મુસાફરી માં પુરા થયા અને સોમ-શુક્ર તો અમે 'ઓટો-પાયલટ' મોડ માં હોઈએ છે. ;-)

તો વાત હતી એ શુક્રવાર (તા. 16 જાન્યુઆરી) ની, હું મારી જાત ને કહી રહ્યો હતો કે યાર, 2015 ની શરૂઆત કઈક સારી નથી રહી, પહેલા PIFF 2015 મિસ થઇ ગયું અને હવે ઓફીસના કામકાજ નાં કારણે મહિના પહેલા જેમાં જવાનો પ્લાન હતો એ mini debconf પણ મિસ કરવું પડશે. પરંતુ રાત નાં 11 વાગ્યા ત્યાં સુઘી માં લાગી રહ્યું હતું કે કામ હવે પૂરું થવા આવ્યું છે. ઘરે આવી ને કૃપા ને વાત કરી આપણી પાસે હજી ચાન્સ છે જો કાલે સવારે વહેલું ઉઠાય તો જઈ શકાય અને નક્કી કર્યું કે મોડું તો મોડું જઈએ . અને બીજા દિવસે સવારે ઉતાવળ કરવા છતાં અમને પુના માં 8 વાગી ગયા હતા, ત્યાર થી જ સમજાય ગયું હતું કે હવે મોડું તો થવાનું જ છે (મારા માટે જો કે, કૃપા ને એક અનુભવ થાય ઓપન સોર્સ ને લગતા કામકાજનો અને લોકો નો એટલું પુરતું હતું...). સાયન થી અમે વિક્રોલી થઇ ફાય્નાલી IIT -B, પવઈ પહોચ્યા.

 IIT -B નું કેમ્પસ ઘણું મોટું હોવાથી અને અમે આના પહેલા ક્યારેય ત્યાં ગયા ન હોવાથી અમને થોડો સમય થયો બિલ્ડીગ સુધી પહોચતા, જયારે અમે બિલ્ડીગ માં પ્રવેશ્યા ત્યાં જ ત્રણેય DDs  ફ્લોર પર બેસી ને લંચ લઇ રહ્યા હતા. અમે રજિસ્ટ્રેશન
ડેસ્ક પર ગયા અને આગળ થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દીધું હોવાથી  પહેલા અમને જમી લેવા કહેવામાં આવ્યું.
અહા! મજેદાર મસાલા ભાત, પાપડ ખાવાની મજા પડી, જમતા જમતા મેં કૃપા ને જેટલા લોકો ને હું બ્લોગ/નેટ થી ઓળખતો હતો એમની ઓળખાણ આપી દીધી હતી, ખાસ કરી ને કાર્તિક ભાઈ ની.

જમ્યા પછી હું કૃપા ને લઈને કાર્તિક ભાઈ ને મળવા ગયો, મેં કેમ છો? કહી ને મારું નામ જણાવ્યું અને એમણે કહ્યું "અરે હા, but you  were in south somewhere". એમની યાદશક્તિ ને દાદ આપવી પડે એમ છે, હું જયારે 2011 માં મેગ્લોર માં એમને મળ્યો હતો ત્યારે પણ એમને આ જ રીતે અમારી એની આગલો 1-2 વર્ષ પહેલાની વડોદરા મુલાકાત વિશે જણાવ્યું હતું. આ વખતે તો અમે લગભગ 4 વર્ષ પછી મળ્યા હતા. અને પછી અમે oneplus  થી લઈને  મુંબઈ ની સ્કૂલો સુધી ની અલક મલક ની ઘણી વાતો કરી. ત્યારબાદ અમે બધા (હું, કૃપા અને કાર્તિકભાઈ) " Lil'debi - Debian on Android " પર કુમાર સુખાની (જેણે પોતાના GSoC પ્રોજેક્ટ તરીકે આના પર કામ કર્યું હતું) ની ટોક એટેન્ડ કરવા ગયા. એ દિવસે ઓપન હાર્ડવેર દિવસ હોવાથી ઘણી ટોક ઓપન હાર્ડવેર જેવા પ્રોજેક્ટ્સ પર આધારિત હતી, raspberry-pi પર અવનવા પ્રોજેક્ટ્સ અને વિસ્તૃત માહિતી મેળવીને મજા આવી. વચ્ચે બ્રેક માં અમને કાર્તિકભાઈ ગુલમ્હોર ની મજેદાર ચા પીવા લઇ ગયા. અમે ફરી 'ચાય પે ચર્ચા ' અતર્ગત અલકમલક ની વાતો કરવા લાગ્યા, અને એ સમયે ખબર પડી કે અમે જેમની જોડે વાત કરી રહ્યા છે એ માણસ આવતા ચોવીસ કલાક માં લગભગ સાડા છવ્વીસ માઈલ (મેરેથોન) દોડવાના છે અને પછી સાડા આઠ હજાર માઈલ ની હવાઈ મુસાફરી કરવાના છે !!

આખરી ટોક પૂરી થઇ ને કાર્તિકભાઈ અમને બધા ને આવજો કહી ને નીકળ્યા, અને અમે ફરી ઉપડ્યા ગુલમ્હોર પર ઝાપટવા (ચા- નાસ્તા ) માટે :-) પછી ત્યાંથી 'લીન્કીગ રોડ' ની મુલાકાત અને રખડતા-રખડતા દાદર થી પુને આવતા અમને રાતના 3 વાગી ગયા હતા. અને બીજે દિવસે અમે જવાનું પડતું મુક્યું (આમ પણ  થાકી ગયા હતા ઉપર થી કોઈ ખાસ ટોક કે કારણ પણ ન હતું, અને કાર્તિકભાઈ પણ નતા આવવાના...).

એકદરે અમને ફરવાની, ખાવાની, મળવાની અને જાણવાની મજા પડી ! :-)

કાર્તિકભાઈ નો આભાર મજેદાર ચા અને નીચે મુકેલ મજેદાર પીક માટે, :-)




@ the end :
 
* MiniDebConf'15 પર કાર્તિકભાઈ ની પોસ્ટ (જેમાં અમારી મુલાકાત નો ઉલ્લેખ પણ છે ! :-) )
* એક ખરાબ સમાચાર, અંગ્રેજી સફારી બધ થવા જઈ રહ્યું છે ! :-(
* સોંગ ઓફ ધ મન્થ,
 



No comments:

Post a Comment