* આખરે 'Canon powershot sx 50' અને 'oneplus one ' માં થી જીત 'oneplus one ' ની થઈ .(વપરાશ ની તીવ્રતા (frequency :) ) નાં આધારે! )
* જો કે ફોન લીધાને હવે બે મહિના થવા આવ્યા છે , અને અમે હજુ પણ 'oxygen' ની રાહ માં ગુજરાતી ફોન્ટ્સ વગર ગુજરાન ચલાવી રહ્યા છે. રાહ જોય ને કંટાળી , હવે 'Gujarati Pride' જેવી app નો સહારો લઈ આ પોસ્ટ લખવામાં આવી છે . જો આ અખતરો સફળ થાય તો આ બ્લોગ કદાચ કોમા માંથી બહાર આવી શકે એવી શક્યતા છે.
* આજ કાલ, જય વસાવડા નાં આ લેખ ની જેમ ક્રિકેટ પ્રેમ ફરી જાગી ઉઠ્યો છે , જો કે મેચ ની સાથો સાથ ધોની ના પોસ્ટ મેચ પ્રેસ કોન્ફરન્સ જોવાની પણ એટલી જ મજા આવી રહી છે . બાળપણ માં રાહુલ દ્રવિડ પછી કદાચ ફરી પાછું ધોની માટે એવું જ ઓબ્સેસન લાગ્યું હોય એવું લાગે છે. ખરો સ્થિતપ્રજ્ઞ માણસ છે... (Such a cool guy he is, u know !)
* ફિલ્મો , વાંચન , ચિંતન , મનન, બ્લોગ પોસ્ટ્સ નું પ્રમાણ જીંદગી માં ચિંતાસ્પદ હદે ઘટી ગયું છે, લાગે છે કુછ તો લેના પડેગા... (એ પેહલા કે કોઈ કહે કુછ લેતે કયું નહિ ? :) )
@ the end :
* છેલ્લી 'આજ-કાલ' વાળી પોસ્ટ જુલાઈ'2014 માં આવી હતી !! એ પોસ્ટ માં જણાવેલ એમ 'Just for fun' વંચાઈ ગઈ છે અને 'જ્યોતિપુંજ' હજીયે વંચાય જ રહી છે!! :(