આગલે દિવસે મળેલા સમાચાર પ્રમાણે જ્યારે અમે પુના થી મુંબઇ ની ટ્રેન મુસાફરી શરૂ કરી ત્યારે, મારી કૃપા જોડે વાત થઈ કે આપણે લગભગ સાંજે ૬:૩૦ વાગ્યે સુરત પહોંચી જઈશું તો રાત્રે ૯:૦૦ વાગ્યે શરૂ થનારા બુક ગોષ્ઠી કાર્યક્રમ મા ભાગ લઈ શકાય એમ છે.
જો કે ભલું થજો ઉપરવાળાનું, અમે જ્યારે દાદર સ્ટેશને પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે અજમેર એક્સ્પ્રેક્ષ એક કલાક મોડો ઉપડશે.હવે અમે જ્યારે સાંજે ૬:૩૦ વાગ્યે સુરત પહોંચવાના હતા એની જગ્યાએ ૭:૩૦ થઈ ગયા.ઘરે પહોંચતા અને જમતા-કરતા ૮:૩૦ વાગી ચુક્યા હતા.મને એવું લાગતું હતું કે હવે પહોંચી વળાય એમ નથી.જો કે કૃપાએ કહ્યું કે, થોડા લેટ તો લેટ પણ જઈ તો શકાય જ ને, અને એમ કરી અમે લોકો ઘરથી નીકળ્યા.ઘર થી નીકળતા જ વોટ્સએપ મેસેજ મળ્યો કે, પ્રોગ્રામ લગભગ ૯:૩૦ એ શરૂ થશે ! અને આમ અમે બરાબર સમયે સ્થળ પર પહોંચી ગયા.આ બધી દોડધામમાં અમે કોઈ આગોતરી માહિતી મેળવી નહોતી કે પ્રોગ્રામ કોઈકના ઘસરે છે કે પછી કોઈ ઓડિટોરિયમમાં કે સોસાયટીના કોમન ગ્રાઉન્ડમાં? અને થયું એવું કે પ્રોગ્રામ સોસાયટીના ખુલ્લા ચોગાનમાં હતો, અને અમે લોકો કોઈ પણ જાતના ગરમ કપડાં જોડે રાખ્યા નહોતા !
પ્રોગ્રામના યજમાન એવા નિલેશભાઈ પટેલે પોતાનો અને સૌરભ સર નો ટૂંકમાં પરિચય આપીને સૌરભ સરને આગળનો કારભાર સંભાળવા વિનંતી કરી.સૌરભ સરે 'બુક ગોષ્ઠી' ના ભૂતકાળમાં થયેલા કાર્યક્રમો અને આ વખતે આ કાર્યક્રમો કરવા માટેના તેમના મનોભાવો વ્યક્ત કર્યા.ત્યારબાદ તેમણે એ દિવસના ટોપિક 'પદ્માવત અને એવી ફિલ્મો' વિશે પોતાના અભિપ્રાયો આપતી વખતે ફેસબુક લાઈવ પણ ચાલુ કરાવ્યું.અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત લોકો એ પોતાના મંતવ્યો અને સવાલો રજૂ કર્યા, જે ગોષ્ઠી આ લિંક પરથી પણ જોઈ શકાશે.
આ ટોપિક પર ડિસ્કશન/ગોષ્ઠી પુરી થયા બાદ,એમણે બધા ઉપસ્થિતો જોડે પર્સનલી ઓળખાણ કરતાં હોય એ રીતે હાથ મિલાવી ટૂંકમાં પરિચય લીધો.એમના પુસ્તકો સારાં એવા વળતર સાથે ત્યાં ઉપલબ્ધ હતા. અમે પણ અમારા ગજવામાં જેટલી રોકડ રકમ હતી એના હિસાબે લાભ લઇ જ લીધો :). ત્યારબાદ એ પુસ્તકોમાંથી અમુક પુસ્તકો પર સૌરભ સર ના હસ્તાક્ષર લીધાં.અને પછી એમની જોડે પૂનામાં એમના બુક-ગોષ્ઠી ના કાર્યક્રમ, 'સર સર સરલા' નાટકના આવનારા શોઝ, ગુજરાતીમાં ગુડરીડઝ જેવી વેબસાઈટસ થી લઈ વિનય ખત્રી કે અંકિત દેસાઈ જેવા વિવિધ વ્યક્તિઓ અને વિષયો પર ટુંકમાં ચર્ચા આટોપી એક-બે મજેદાર ફોટાઓ લઈ અમે સૌરભ સર અને મેધાબેન ની રજા લીધી.

No comments:
Post a Comment