Sunday, October 11, 2009
Wake up sid:an experience.
આખરે અમે fame જઈ સારી quality માં પૂરું movie જોયું .હા રીક્શાભાડાના અને tickets ના થોડા પૈસા વધારે ગયા પણ મજા આવી ગઈ ..ખરેખર movie સરસ હતું ,as a member of youngistan અને fanclub of ranbir મને તો khub જ ગમ્યું .પછી રાત્રે મોડા domino's ના pizza ખાય હોસ્ટેલ પર આવ્યા.
Wednesday, September 23, 2009
RICHTER 10.0
વિવિધ ઈવેન્ટ્સ ના નામો:-
-Coders' Hell (related to C/C++ programming)
-Encuesta (IT quiz)
-Raconteur's Rhapsody(elocution competition)
-Technical Reclame(Technical Ad making contest)
-Hieroglyphics(paper presentation competition)
-Office Overtime(overnight web-designing contest)
WORKSHOPS:-
- Server Configuration in Linux
- Java Servlet(J2EE)
એમ તો દરેક ઈવેન્ટ માં ખુબ જ મજા આવિ,અને દરેક માટે અલગ પોસ્ટ લખી શકાય એમ છે.એ વિશે ફરી ક્યારેક.પણ ફાઇનલી પરીણામ માં અમે( હું અને તક્ષ(તક્ષ માટે પણ અલગ પોસ્ટ લખવુ પડે એમ છે.. :) અત્યાર પુરતુ એ મારો ટીમ પાર્ટ્નર હતો દરેક ઈવેન્ટમાં )).Encuesta (IT quiz) માં 4th rank મેળવ્યો અને Hieroglyphics(paper presentation competition on CLOUD COMPUTING) માં runners up રહયાં.અને ઇનામ માં મળ્યું આ વાઉચર અને ઘણાં બધા certificates.. :)

Overnight Web-designing માટે રોહન નો ખુબ-ખુબ આભાર.અને આ competition વિશે મને જણાવવા અને મને ભારપુર્વક ભાગ લેવડાવવા બદલ તક્ષ નો જેટલો આભાર માનુ એટલો ઓછો છે.
*હીમેશભાઇ નું "મન કા રેડિયો (રિમિક્ષ)" સોંગ ગમ્યું??(મને તો ગમ્યું)... :)
Friday, September 11, 2009
Chetan Bhagat is back..!!

Yes,Chetan Bhagat(my favorite Indian author ) is back with his brand new book,"2 States-The Story of my marriage" which will be releasing in this Diwali.And also with newly modified website with lots of new features.Eagerly waiting for this new book.
Thursday, September 10, 2009
’સફારી’ નિ સફરે....
પરંતું હમેંશની જેમ અમે સવારે વહેલાં ઉઠી ન શક્યાં અને ટ્રેન ચુકી ગયાં,અને પછી એક કલાક પછી આવતી બરોડા-અમદાવાદ મેમુ માં જવાનું નક્કી કર્યુ.આમ અમદાવાદ પહોંચતા બપોરનાં બાર વાગી ગયા,અને પેટનાં પણ બાર વાગી ગયા હતાં. :) .અમદાવાદ ની રેસ્ટોરન્ટોનો ઝાઝો અનુભવ ન હતો સ્ટેશન પર આવેલ comesome માં જ મોટેભાગે જમવાનું થતું પરંતું ત્યા મજા ન આવતાં પ્લેટફોર્મ નં ૪ પર આવેલ IRCTC માન્ય સ્ટોલ(Goel & Goel) પર આલુ-પરાઠા અને ગ્રીલ સેન્ડ્વિચ મંગાવવાનું જોખમ લેવામાં આવ્યું,જો કે એમણે નિરાશ ન કર્યા અપેક્ષા કરતાં ફુડ સારું હતું.
ત્યારબાદ પુસ્તકો લેવા માટે સીધા ગયા ગાંધીપુલ(રીક્ષાવાળો નવાં જ કોઇક રસ્તે લઇ ગયો આ વખતે,જો કે જુનિ અમદાવાદની પોળો જોવાની મજા પડી ),પુસ્તકો લેવાનું કામ પતાવ્યાં પછી ’સફારી’ ની ઓફિસ જવાનાં મુંખ્ય કામ માટે વિચારવામાં આવ્યું.બાળપણથી(૭ કે ૮ માં ધોરણથી) ’સફારી’ નો ચાહક રહેવાનાં નાતે એમની પ્રત્યે ભારોભાર માનની લાગણિ ને કારણે એની ઓફિસ જોવાની ઇચ્છા ઘણાં સમયથી હતી.
હવે,અમદાવાદમાં L.D ENGG. COLLEGE અને SCIENCE CITY સિવાય એકેય વિસ્તાર જોયો ન હોવાને કારણે (હાં,કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતાં મંદિર જોયાં છે.. :) ) મુશ્કેલી થતી હતી,જો કે આગળ અમદાવાદનાં રીક્ષાવાળાઓનો અને AMTS નાં કંન્ડ્ક્ટરોનો કડવાં અનુભવો થયાં હોવાને કારણે સીધાં રીક્ષાવાળાને નાં પુછતાં અમે લોકોએ આગલા દિવસે જ ગૂગલ મેપ ના આધારે ’સફારી’ ની ઓફિસ ના વિસ્તારનો નકશો તૈયાર કરી દીધો હતો.પહેલું સ્ટેજ હતું પરિમલ ગાર્ડ્ન પહોચવું.ગાંધીપૂલ થી લાલદરવાજા બસ ડેપો પર પહોચી બસનું પુછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું ૪ નં. પરથી બસ મળશે.ત્યાં પુછતાં બિજે કશે જતી બસમાં બેસાડી દીધાં.જો કે આગળનાં અનુભવને કારણે પાર્થિવે કંન્ડ્ક્ટરને પુછી લેવાનું ઉચિત સમજતાં,કંન્ડ્ક્ટરે નામ પાડી,આ બસ ત્યાં નહિં જાય એટલે ફરી પાછામ બસનાં આગળ નાં દરવાજા થી નીચે,પછી પાછું બીજા વ્યક્તિને પુછ્તાં કહેવામાં આવ્યું આ બસ જાય જ છે એમાં બેસી જાવ અને પંચવટી ઉતરી જજો ત્યાંથી નજીક જ છે.

બસમાં બેઠાં કંન્ડ્ક્ટરને કહ્યું,"પરિમલ ગાર્ડન જવું છે".તેમણે કહ્યું,"તો પછી લો-કોલેજ ઉતરી જજો"(હવે,ફરી મુંઝવણ લો-કોલેજ ઉતરવું કે પંચવટી).અમે કહ્યું,"લો-કોલેજ અથવા પંચવટી જે પણ પરિમલ ગાર્ડનથી નજીક હોય એની ટીકીટ આપો".જવાબ મળ્યો,"એ તો મને પણ નથી ખબર..!!".આખરે પંચવટી ઊતરયાં.કોઈપણ રીક્ષાવાળાને ’સફરી’ ની ઓફિસ વિશે ખબર ન હતી.આખરે નકશામાં જોયું અમી ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’નું પુછવામાં આવ્યું તો એક રીક્ષાવાળો વાઘ-બકરીના ગોડાઉન પર ઉતારી ગયો.ત્યાં પૂછ્યું તો કહ્યું ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’ તો ૧૦ માળાનું મોટું બિલ્ડીંગ છે અને એ તો ઊંધી દિશામાં છે.વળી બીજી રીક્ષા પકડી અને ’સફારી’જે એપાર્ટ્મેન્ટમાં છે તે આનંદ મંગલ-૩ (જે ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’ ની પાછળ છે) ત્યાં જવું છે એમ કહેવામાં આવ્યું.
ત્યારબાદ,રીક્ષાવાળાએ પણ એપાર્ટ્મેન્ટ જોયું ન હતું આથી ’વાઘ-બકરી કોર્પોરેટ હાઊસ’ની પાછ્ળના રોડ પર લઈ ગયો અને શોઘખોળ ચાલુ થઈ,એવામાં એક બોર્ડ પર નજર ગઈ આનંદ-મંગલ-૩,રીક્ષાવાળાને ત્યાં લઈ જવાનું કહ્યું,રીક્ષાવાળાએ કહ્યું"ભઈ,આને તો મંગલમૂર્તિ એપાર્ટ્મેન્ટ કહેવામાં આવે છે..!!" :)

આખરે,’સફારી’ની ઓફિસ મળી અને અંદર પ્રવેશતાની સાથે જ બઘો થાક ભુલાય ગયો.એકદમ સુસ્વચ્છ,વ્યવસ્થિત કેબિનોવાળી,વાતાનુકુલિત જગ્યાં,ખુબ જ સરસ ગોઠવાયેલ લાઈટિંગ અને પોતાના કામમાં એકદમ નિરવ શાંતિમાં મગ્ન સ્ટાફ.
મારે ’મેથેમેજીક’,’આસાન અંગ્રેજી’ અને ’સફારી’નાં થોડા જુનાં અંકો લેવા હતાં.’મેથેમેજીક’ તો ખલાસ
થઈ ગઈ હતી.’આસાન અંગ્રેજી’ મળી(એ પણ ૫૦ રુ. નાં ડિસકાઉન્ટ સાથે :) ) અને થોડા જુના અંકો જે મારા સંગ્રહમાં ઘટતાં હતાં.
હવે,આટલી મથામણ પછી ખાલી હાથ થોડા અવાય?એટલે મેં સ્ટાફ મેમ્બરને પૂછ્યું,"હર્ષલ પુષ્કર્ણા સાહેબ છે?" જવાબ મળ્યો,"હાં".મેં વળી પુછ્યું,"મારે બુક પર એમનો ઓટોગ્રાફ જોઇએ છે,જો એ બિઝિ ના હોય તો..!?".જવાબ મળ્યો,"હાં,હાં કેમ નહિં?".મારાથી તરત પુછાય ગયું,"શું અમે જાતે જઈ શકીએ ઓટોગ્રાફ લેવા?"(પોતાનાં હીરો ને મળવાની તત્પરતા કોને ના હોય..!!?? :) ).જવાબ મળ્યો,"નાં,તમે તો જાણો જ છો,સાહેબ હમણાં દિવાળી અંકના કામમાં વ્યસ્ત છે.મેં કહ્યું,"હાં,હાં વાધો નહીં,ઓટોગ્રાફ મળે એટલું બસ.(મળવાનું બીજી કોઈ વાર..!! :( )
આખરે,અમે હર્ષલ સાહેબના ઓટોગ્રાફ વાળી ’આસાન અંગ્રેજી’, ’સફારી’નાં થોડા જુનાં અંકો અને
કદી ના ભુલાય એવો અનુભવ લઈ ઓફિસમાંથી બહાર નીકળ્યાં.


પછી,સાંજની ગુજરાત ક્વીન પકડી સીધા નડિયાદ આવી મઢુલીમાં પંજાબી જમી(કાયમ જેવી મજા ન હ્તી જમવામાં) સીધાં હોસ્ટેલ.
ફુલટુ,મજા આવી ગઈ..
Tuesday, September 1, 2009
Apple ipod with Windows vista ….!!(not an easy task.) :)
Monday, August 24, 2009
Sunday, August 16, 2009
Realiance Super now in Nadiyad...!! :)
જનમાષ્ટમિ ના શુભ દિવસે નડિયાદ માં પહેલા સુપર-સ્ટોર નિ શરુઆત થઈ અને જુઓ
કેવિ ભિડ જામિ.... :)
Monday, August 10, 2009
Firefox 4 preview plays with tabs, lights.

Tabs below the location bar.
According to Mozilla - tabs on the top:
-> Save Vertical Space
-> Efficiency/Remove Visual Complexity - Right now the tabs have to be connected to something. So we are adding an extra visual element for them to connect to.
Shorter Mouse Distance to Page Controls
But the negatives are:
-> Breaks Consistency/Familiarity - Moving things confuses existing users.
Title is MIA - With the space removed from the titlebar you only get the truncated version in the tab.
-> Longer Mouse Distance to Tabs - Takes longer to mouse to a tab.
-> Lost Space - Sandwiched in between the application icon and the window widgets you lose some space.
Look at the Tabs...!!
Green Light at location bar...!! :)
Tuesday, July 21, 2009
સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો.
સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો. થેન્કસ ટુ કાર્તિક મિસ્ત્રિ સાહેબ(http://kartikm.wordpress.com/).જરુર થી આ બ્લોગની મુલાકાત લેવા વિંનતિ..,
- કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).
- જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).
- પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).
- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).
- પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).
- કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).
- એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).
- ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).
- સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
- જેવો કોડ કરીએ, તેવી એરરો અાવે.
(જેવુ કરીએ, તેવુ ભરીએ)
- સિન્ટેકસમાં એરર હોય અને લોજીકમાં મથે.
(દુખે પેટ ને કૂટે માથું)
- નબળા કોડને bug ગણા (નબળી ગાયને બગાઈઓ ઘણી)
સોફ્ટવેર કહેવતો ભાગ-૨ (http://kartikm.wordpress.com/)
૧. એન્ટિવાયરસ દેવો ભવ: (અતિથિ દેવો ભવ:)
૨. આકરા બગને સૌ માને (આકરા દેવને સૌ માને)
૩. એક કમાન્ડને બે આઉટપુટ (એક ઘા ને બે કટકા)
૪. એક પ્રોજેક્ટમાં બે પ્રોજેક્ટ મેનેજર ના રહે (એક મ્યાનમાં બે તલવાર ન રહે)
૫. ફ્રેશર જોબ લઇ ગયો (કાગડો દહીંથરુ લઇ ગયો)
૬. બીજાનો કોડ ભેંસ બરાબર (કાળા અક્ષર ભેંસ બરાબર)
૭. જ્યાં માઇક્રોસોફ્ટ, ત્યાં વાયરસ (જ્યાં ગંદવાદ, ત્યાં મંદવાદ)
૮. જેવો પ્રોજેક્ટ તેવો કોડ (જેવો દેશ તેવો વેશ)
૯. ઓપનસોર્સ કોડ, જે આવે તે ડાઉનલોડ કરે (દેવળનો ઘંટ, જે આવે તે વગાડે)
૧૦. પ્રોજેક્ટ નાનો ને કોડ ઘણો (ધંધો થોડો ને ધાંધલ ઘણી)
૧૧. લૅ-ઓફ પહેલા જોબ શોધવી (પાણી પહેલાં પાળ બાંધવી)
૧૨. જોબ લીધા પછી સેલેરી પૂછવી (પાણી પીધા પછી ઘર પૂછવું)
એમ તો કાર્તિક મિસ્ત્રિ સાહેબ વિષે લખવાની મારાં માં તાકાત નથિ કારણ કે જેટલુ લખિએ એટલુ ઓછુ પડે.એમના બ્લોગ પર થી જ આપને ખ્યાલ આવી જશે.. :)
Tuesday, July 7, 2009
આ તે કુદરત ની કેવી કરામત..?


I don't think,any human being can do this type of stuff using any technology.It's amazing..,Isn't It?