Wednesday, October 31, 2012

આ મહિના ની ફિલ્મો,ઓક્ટોબર'૧૨ !!

* OMG! (2012) by Umesh Shukla :

    સુપર કુલ! આમ તો ફિલ્મ વિષે કહેવાનું કઈ રેહતું જ નથી દરેક એ જોવા લાયક. હવે  તો ડીવીડી ની રાહ જોવાઈ રહી છે...!! તદુપરાંત મને ફિલ્મ નું સંગીત અને ખાસ કરીને પાશ્વ સંગીત (મતલબ, બેકગ્રાઉન્ડ મ્યુઝીક... :) ) ખુબ ગમ્યું.એટલે જ હિમેશ ભાઈ પહેલે થી એઝ અ મ્યુઝીક ડાઈરેક્ટર પસંદીદા રહ્યાં છે,ખબર નહિ એમને  હીરો બનવાની શું જરૂર પડી હશે !?

અપડેટ: ફ્લીપ-કાર્ટ પર પ્રી-ઓર્ડર માં ઉપલબ્ધ છે,એક-બે દિવસ માં ઓર્ડર કરી દઈશ. લીંક  :)


* Cocktail (2012) by Homi Adajania :

    ઠીક-ઠાક,સારું થયું થીએટર ની જગ્યાએ ટીવી પર જોઈ,વધારે પડતી જ મોર્ડન થઇ ગઈ હોય એવું લાગ્યું.(અથવા હું વધારે પડતો જ દેશી છું. :) ) જે હોય એ પણ મુઝીક અને સિનેમેટોગ્રાફી ગમી.


Charas:A joint Effort (2004) by Tigmanshu Dhulia :

    નહિ સારી નહિ ખરાબ. તિગ્માંશુ સાહેબે બનાવી હતી એટલે જોઈ નાખી...!! :)

    આ મહિનામાં OCJP ની પરીક્ષા આપવાની હતી એટલે મુવીઝ ની સંખ્યા આપોઆપ ઘટી ગઈ...!!જો કે OCJP વાળું કામ ઘણા સમય થી લાબાયા કરતુ હતું આખરે સુપેરે પરું થયું એટલે મોટી હાશ અનુભવાય....!! :)

@ the end :-

Bigg Boss અને આમ જીદગી માં પણ ઘણી સામ્યતાઓ છે,અને જો તમે આ શો ને  હ્યુમન સાયકોલોજી વાળા એન્ગલ થી જોતા થઇ જાવ તો કદાચ તમે પણ એને (એટલે કે Bigg Boss ને ) ગાળ દેવા વાળાઓ માંથી એના  રેગ્યુલર દર્શક બની જાવ !! :) # confession :D

No comments:

Post a Comment