Monday, December 30, 2013

હરતા ફરતા...

* પુના માં હરતા-ફરતા, ભારતીય લશ્કરના લોકો અને વાહનોની મુલાકાત થતી રહે છે, પરંતુ આ વખતે સ્વાર-ગેટ જતા જ્યારે નજર 'આકાશ' લખેલ મિસાઈલ લોન્ચર પર પડી ત્યારે બાઈક જાણે આપો-આપ ઉભી રહી ગઈ  (વાહ, ફિલ્મી ટચ, યુ નો ! :)  ). અને પછી અમને લાગ્યું કે, સેના નું  કોઈક પ્રદર્શન છે તો ચાલો મજા આવશે, ટીકીટ લઇ અંદર ગયા, શરૂઆત માં જ બે સરસ મજા ની BMP રશિયન  ટેંકસ  (BMP-II ) , 


લોકો ને એના વિષે જાણવા કરતા ઉપર ચડી ને ફોટા પડાવવાની વધારે મજા આવતી હતી ! ઘણી નજીક થી જવાનો ટેંક નાં વિવિધ ભાગો નો સરસ પરિચય આપતા હતા.


અને એની સામે આપણું પોતાનું "આકાશ" surface-to-air મિસાઈલ,





અને એની બાજુમાં હતું સૂપરસોનિક "બ્રહ્મોશ" મિસાઈલ,



પહેલી વાર Mobile Autonomous Launcher (MAL) જોયું, અદ્ભુત ! (આમ તો સફારી માં ચિત્રો ઘણી વાર જોયા છે.) લંબાઈ આટલી વધારે હશે એવું વિચાર્યું નહતું. જેમ કે નીચેના ચિત્ર માં દેખાય છે એમ, ૭-૮ કાર ઉભી ગોઠવી હોય એટલી લંબાઈ થઈ જાય. દુર થી પણ પુરા વાહન ને એક ફોટા માં કવર કરવું મુશ્કેલ છે.



અને આ MAL એજ ચેક "Tatra" કંપની  એ બનાવેલ છે, જેની ડીલ માં ભૂતપૂર્વ આર્મી ચીફ વી.કે.સિંગ કટકી ખાધા નાં આરોપ માં ફસાયા હતા, અને આ કંપની પર બૅન લગાવવામાં આવ્યો હતો અને આ તાજેતર માં આવેલ આ સમાચાર પ્રમાણે કદાચ હવે એ બૅન ઉઠાવી લેવાશે એવું માનવામાં આવી રહ્યું છે.




   મજા આવી ગઈ, પરંતુ પછી જ્યારે ડોમ માં પ્રવેશ્યા ત્યારે ખબર પડી કે, અરે આ તો લોકલ ઓટોમોબાઈલ ડીલર્સે ર્રાખેલ ઓટો-એક્પો છે.  અને અંદર પછી સેના ને લગતી એક પણ વસ્તુ જોવા નહિ મડી !

* ઈન્ટરનેટ પર હરતા-ફરતા આ સરસ મજા ના વિડીયો જોડે અથડામણ થઇ (વાહ, અથડામણ !! આ હા !!   :D )


@ the end :

* કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.
   ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી. 
   - 'બેફામ'

* ગુડ-બાય ૨૦૧૩ !

No comments:

Post a Comment