Saturday, October 18, 2014

GIF રમત ...!

GIMP પર ઘણા સમય પછી રમવા માટે, હમણાં ઘર ની બાલ્કની માંથી લીધેલ આ 3-4 continious shots ને એનીમેટેડ GIF માં  ફેરવવાનું નક્કી કર્યું. જો કે  હવે ખબર પડે છે પોસ્ટ પ્રોસેસિંગ લાગે એટલું સહેલું નથી ! :) :P 





રેમ્પ વોક !?




Wednesday, October 1, 2014

આ મહિના ની ફિલ્મો, ઓગસ્ટ'૧૪ !!

* Bey Yaar (2014) by Abhishek Jain : ફિલ્મ વિષે હવે કંઈક કેહવાનું રેહતું નથી. અદભુત  ફિલ્મ વિષે ઘણું બધું લખાય ગયું છે. ભૂલેચૂકે રહી ગઈ હોય તો, ગુજરાત માં હજી પણ 173 શો'ઝ ચાલી રહ્યા છે.

ઘણા વર્ષો પછી મમ્મી સાથે મુવી જોવાની મજા આવી, મમ્મી ને પણ મુવી ગમ્યું અને એનો એક્સક્લૂસિવ અને હોનેસ્ટ રીવ્યુ,

" આ તો હિન્દી ફિલ્મ જોતા હોય એવું જ લાગે. :) જો કે બીજા હાફ માં એટલી મજા નહિ આવી જેટલી પહેલા હાફ માં (ઈન્ટરવલ પહેલા) આવી હતી ! " :)


હું તો ફિલ્મ જોવા પહેલા જ ક્દાચ એના ઘણા બધા ફેકટરો ને લઈને અંજાઈ ગયો હતો, જેમ કે,

એક તો, સુપર ટેલેન્ટેડ દિગ્દર્શક અભિષેક જૈન એ , દર્શન જરીવાલા, મનોજ જોશી, અમિત મિસ્ત્રી, કવીન દવે, સચિન - જીગર (સુપર્બ મ્યુઝીક !) , સત્ચિક પુરાનિક ('શીપ ઓફ થીસીઅસ' ના એડિટર !),   અજીત સિંહ રાઠોર ( નેશનલ એવોર્ડ વિનર સાઉન્ડ ડીઝાઈનર !) આવા લોકો ની ટીમ ભેગી કરી  અને એ પણ એક ગુજરાતી ફિલ્મ બનાવવા માટે !

અને બીજું, જય વસાવડા નો ગેસ્ટ અપિઅરન્સ !!  :)

એટલે મને તો ફિલ્મ જોવા પહેલા જ ગમી ગઈ હતી. :)


ઓગસ્ટ નો સ્કોર બસ એક જ !


* @ the end :

આ મહિના ની લીંક : http://www.osho.com/iosho/library/the-books  ( અદભુત ! ઓશો લાઇબ્રરી પર આમ તો આખી પોસ્ટ લખી શકાય એમ છે. (મતલબ મારાથી, લોકો એ તો એના પર રીતસર નાં રિસર્ચ પેપર્સ લખ્યા જ છે !) )