Tuesday, September 13, 2011

મારા મોબાઈલ (N-72) ની આત્મકથા..

મારો જન્મ નોકિયા જાતિના 'Symbian' કુળ માં થયો.અને મારું ગર્ભારોપણ આરબ દેશના પ્લાન્ટમાં થયું છે એવું મારા ગીકી સ્વભાવના માલિકે શોધી નાખ્યું હતું .જો કે ત્યાંથી લાંબી રિટેલરોની લાઈનો માંથી પસાર થઈ હું ચીખલી નામના નાનકડા ગામની નાનકડી  મોબાઈલ-શોપ માં ગોઠવાય ગયો હતો,જ્યાંથી મારા માલિકે મને ખરીદ્યો અને ખરા અર્થ માં મારો જન્મ થયો અને એ દિવસ હતો ૦૨-૦૭-૦૮.





જો કે ત્યારબાદ મારા માલિકે મારા IQ ને જે લેવલ સુધી પહોચાડ્યો એ દિવસો અદભુત હતા.શરુઆતના દિવસોમાં માં મારા માલિક મારી ખુબ જ કાળજી લેતા અને  હું ખુબ જ હરખાતો .મને પણ વિશ્વાસ ન આવે એવા કામો હું કરતો જેમ કે Mobile blogging,ઓફીસ-સુટ ના કામો ત્યાં સુધી કે મારા માલિક મારામાં Python compiler install કરી Python script પણ રન કરાવતા.


આ જોઇને મારાથી સારા કુળ માં જન્મેલા N71,N73 etc એ બધા મારાથી જલતા કારણ કે મારા ઉપયોગો ને જોય ને એ બધા દંગ રહી જતા અને મને ખુબ આનંદ થતો. 


જો કે ત્યારે ભવિષ્યનો મને જરા પણ ખ્યાલ ન હતો.મારા માલિકનો ગીકી સ્વભાવ જ અમને બંને ને ભારે પડશે એની મને ખબર ન હતી.

વાત જાણે એમ બની આજથી એક વર્ષ પહેલા  ચોમાસાની ઋતુ માં મારા માલિક ને રજા હતી અને એમના દિવસો પણ ખરાબ ચાલતા હતા તો એનાથી કંટાળી એમણે મિત્ર જોડે પકૃતિની ગોદ (કુદરત નાં ખોળે ,કોઈ છોકરીના નહિ.. :) ) માં જવા વિચાર્યું અને વાંસદા-વઘઈ નાં જંગલો માં ટ્રેકિંગ કરવા નીકળ્યા.એમની આદત મુજબ એમણે મારી આંખો નો ઉપયોગ અમુક અદભુત વસ્તુઓ ને મારા મગજમાં (મેમરી યુનીટમાં) સંગ્રહી,જો કે આ કામ કરતા કરતા એમને એ વસ્તુ યાદ નાં રહી કે વરસાદ ચાલુ છે અને એમની જોડે હું પણ થોડો ઘણો પલળતો હતો.પછી તો બે દિવસ પછી મારી સરકીટ ને એ પાણી બહુ મોંધુ પડ્યું.મારો ડિસ્પ્લે બંધ થઈ ગયો.

આમ તો મારા માલિક ને કોઈ પણ વસ્તુ પહેલા જાતે રીપેર કરી જોવાનો શોખ પરંતુ મારા પ્રત્યેના અગમ્ય પ્રેમના કારણે એમણે એ વિચાર પડતો મુક્યો.જો કે મારાથી લાંબો વિરહ સહન ન કરી શકતા હોવાથી એમણે જે દુકાનદારે સૌથી ઓછા સમયમાં મને રીપેર કરી આપવા જણાવ્યું એના હવાલે મને કરયો.

પરંતુ મારા માલિકના ખરાબ સમય હજી પુરો કયા થયો હતો?,એ દુકાનદાર શીખાવ નીકળ્યો એ ઓપરેશન મારા માટે જાન લેવા નીવડ્યું,જો કે મારા માલિકનાં અથાગ પ્રયત્નોને કારણે હું કોમામાં ટકી રહ્યો.

ત્યારબાદનાં એક વર્ષનો ગાળો હું મૃત અવસ્થામાં રહ્યો.પરંતુ મારા ફાઈટર માલિકે ગમે તેમ કરી અલગ-અલગ ઈલાજો અપનાવી આખરે મારા ઇનર બોડી પાર્ટસ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું.ત્યારબાદ મારું હદયસમાન મધરબોર્ડ રિપ્લેસ કરવામાં આવ્યું.અને આમ પુરા એક વર્ષ પછી હું ફરી જયારે જીવંત થયો ત્યારે મારી અને મારા માલિકની ખુશીનો પાર નાં રહ્યો.

જો કે મને હજી પૂરેપૂરી રિકવરી મેળવવામાં થોડો સમય જશે એવું લાગે છે પરંતુ હું મારા માલિકને મારા આખરી શ્વાસ સુધી પૂરી વફાદારીથી સાથ આપવાનો પ્રયત્ન કરતો રહીશ.
અસ્તુ..!!


@ the end :

વેકેશનના નવરાશના સમય માં જ્યારે તમે કોડીગ ની જગ્યાએ સાહિત્યનું વધારે પડતું વાંચન કરો ત્યારે કદાચ આવો વિચિત્ર આઉટપુટ મળી શકે..! :)


 

Wednesday, August 24, 2011

આજ-કાલ ..


આજ માં તો ,Drivining Liecence ,PAN card,Passport જેવા અગત્યનાં પુરાવા ભેગા કરવાની દોડ-ધામ ચાલે છે.

અને કાલ (આવતી કાલ) ને  લગતા ૨ સરસ સમાચાર છે.

- ચેતન ભગત એમની નવી નોવેલ સાથે આવી રહ્યા છે,નામ છે "Revoultion 2020".


-  આવનાર Minideb Conf 2011 નું આયોજન ૨૮ અને ૨૯ ઓક્ટોબર એ Mangalore ખાતે કરવામાં  આવ્યું છે અને મારી પણ જવાની ઈચ્છા છે,જોઈએ શું  થાય છે.

@ the end :

JV(Jay Vasavada) નાં બ્લોગથી હજુ પણ બેખબર હોવ તો અહી ક્લીક કરો..

Friday, July 1, 2011

આજ-કાલ ..

    ખરું રીડીંગ વેકેશન તો હવે શરુ થયું હોઈ એવું લાગે છે. મને પુસ્તકો ભેગા કરવાનો બહુ શોખ છે (હાં,ભેગા કરવાનો એમ લખવું પડે છે કારણ કે બધા જ પુસ્તકો ખરીધ્યા પછી તરત જ વાંચી શકાતા નથી,સમયનાં અભાવે).હવે થોડા દિવસ માટે નવરાશ મળી છે તો બાકી રહેલા પુસ્તકો વાંચવાનો પ્લાન છે.

    તો આ પ્લાન હેઠળ પહેલું પુસ્તક ઉપાડવામાં આવ્યું " લવ અને મ્રત્યુ - (સ્વ.)ચંદ્રકાંત બક્ષી ",આમ તો આ ચંદ્રકાંત બક્ષી નાં અગાઉ વિવિધ મેગેઝીનો અને છાંપામાં છપાયેલ લેખોનો સંગ્રહ છે. બક્ષીબાબુ ને વાંચવાની ઈચ્છા તો ઘણા લાંબા સમયથી હતી કારણ કે મારા ઘણા  ગુરુઓ એમને પોતાના ગુરુ તરીકે ગણાવે છે.હજુ તો પુસ્તક અડધું પણ નથી પત્યું પરંતુ એટલું જરૂર થી કહી શકાય કે એમના કટાક્ષ વિશે કોઈ કટાક્ષ ના કરી શકાય. :)




@ the end :



Men vs Women -  વાંચવા લાયક સરસ લેખ..

Wednesday, February 9, 2011

નવું ડેબિયન ૬.૦ "સ્ક્વિઝ"...!!

જી ,હા ડેબિયન ઓપરેટીંગ સીસ્ટમ નવા અવતાર માં પ્રસ્તુત થઇ ચુકી છે.

ડાઉનલોડ કરવા તથા નવી અપડેટેડ વેબસાઈટ જોવા અહી ક્લિક કરો....

આ નવા અવતારમાં શું નવીનતા છે ? એ ટૂંક માં જાણવા માંગતા હો તો,આ લિન્ક સરસ છે.

આભાર ડેબિયન ટીમ નો આ બહાને મારા બ્લોગ પરની ધૂળ તો દુર થઈ.. :)


@ the end

--> એક સફળ વ્યક્તિ બનવા માટે કોલેજ નું ભણતર કેટલું જરૂરી ?? એને લગતી તથા કેરિયર માં મન (ઝનુન ) અને મગજ(બુદ્ધિ ) માં કોને પ્રાધાન્ય આપવું ??
જેવા મુદ્દા આધારિત સરસ ચર્ચા વાંચવા માટે,અહી ક્લિક કરો....

--> Facebook ના મોટા માથાઓ શું ભણ્યા છે એ જાણવા માંગો છો ? :) તો .. http://www.facebook.com/press/info.php?execbios

:)

Thursday, November 11, 2010

વાંચે ગુજરાત ..!!


આણંદ પુસ્તકમેળામાં થી 'વાંચે ગુજરાત' અભિયાન ના બહાને ખરીદવા માં આવેલ પુસ્તકો .. :)

Friday, October 22, 2010

રીડગુજરાતી..!!

જો તમને ઓનલાઈન ગુજરાતી વાંચવાનો શોખ હોય તો,સ્વાભાવિક છે કે તમે www.readgujarati.com નામની નામાંકિત વેબસાઈટથી પરિચિત હશો જ .તો આ વેબસાઈટનાં રચયિતા અને એકલા હાથે સફળતાપૂર્વક ચલાવનારા શ્રી મૃગેશભાઈ શાહ નો સરસ અને પ્રેરણાત્મક ઇન્ટરવ્યૂ વાંચવા માટે ક્લીક કરો અહીં..

ચા નું માર્કેટિંગ ..!!


(ફોટોગ્રાફ : ઇરફાન ટી સેન્ટર ,વિદ્યાનગર )

:)


@ the end :-

મોબાઈલ નાં બગડવાથી ઈન્ટરનેટ થી ૨ મહિનાનો અને બ્લોગ થી ૪ મહિનાનો વિરહ સહન કરવો પડ્યો... :( :P

Thursday, June 3, 2010

પેરા ગ્લાઈડીંગ હવે ગુજરાત માં..

હાં,આજના ગુજરાત-સમાચાર ના સમાચાર મુજબ જો બધું સાજું-સમું ઉતર્યું તો આવતા ઓકટોબર મહિના માં નેશનલ પેરા ગ્લાઈડીંગ કોમ્પિટિશન ગુજરાતમાં યોજાશે,અને એ પણ ક્યાં? સાપુતારામાં. :) મજા આવશે.(મતલબ કે પેરા ગ્લાઈડીંગ જોવામાં ,પેરા ગ્લાઈડીંગ કરવામાં નહિ :) )


@ the end:

મોટાભાગનું બ્રહ્મજ્ઞાન પરીક્ષાના સમયમાં કે પરીક્ષાનાં પરિણામ સમયે જ કેમ ઉદભવતુ હશે? :)

Wednesday, April 28, 2010

બાયો-ડીઝલ ટ્રેન ..!!

છેલ્લી પોસ્ટ માં અને ખરોલી ના વિકીપેજ માં જણાવ્યામુજબ બીલીમોરા-વઘઈ વચ્ચે નેરો-ગેજ રેલવે-ટ્રેક આવેલ છે.તાજેતર માં જ ભારતીય રેલવેએ ત્યાં વનસ્પતિમાંથી બનેલા બાયો-ડિઝલથી સંચાલિત ઇકો ફ્રેન્ડલી ગ્રીન ટ્રેન દોડાવવાનો પ્રયોગ કર્યો.જો હું મારા ગામમાં હાજર હોત તો,આ ટ્રેન જોવા જરૂર ગયો હોત.. :)


વધારે માહીતી માટે નીચે આપેલ લીંક ની મુલાકાત લો ..


http://www.gujaratsamachar.com/beta/content/view/61353/148/

Monday, April 5, 2010

મારું ગામ ..!!

(મારો ખરોલી ગામ ને લગતો લેખ ગુજરાતી વીકીપીડીયા પર સિલેક્ટ થયો,તો પ્રસ્તુત છે એની ખુશીમાં સબમિટ કરાવેલ મૂળ લખાણ.
લેખને ખુબ જ સરસ રીતે એડિટ કરવા બદલ શ્રી સતિષચંદ્રભાઈ પટેલ નો ખુબ-ખુબ આભાર )



ખરોલી એ ચિખલિ અને મહુવા તાલુકા નિ સરહદ પર આવેલું નાનું સરખું ગામ છે . ખરોલી એ ચિખલિ તાલુકા નું છેવાડાનું ગામ છે . ખરોલી ગામમાં જોવા લાયક સ્થળો માં શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર , દેવલિ માડિ મંદિર , તથા એનિ નજીક થી પસાર થતી નેરો ગેજ ટ્રેન નો સમાવેશ થાય છે .

શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર ખરોલી દેસાઇ ફળિયા સ્થિત એક પ્રાચિન મંદિર છે . આ મંદિર નિ પ્રાણ - પ્રતિષ્ઠા ૨૦ - ૨ - ૧૯૪૨ નાં રોજ કરવામાં આવિ હતી . આ મંદિર ના પ્રાંગણ માં આવેલ શિવલિંગ ના વ્રુ઼ક્ષનુ ( જે આશરે ૫૫ વષૅ જુનું હોવાનુ માનવાંમા આવે છે ) અનેરું મહાત્મ્ય છે .

શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર

દેવલિ માડિ મંદિર નું દિવાળિ ના તહેવાર દરમિયાન અનેરું મહત્વ હોય છે . દિવાળિ ના તહેવાર દરમિયાન અહિં ભરાતા મેળા માં માનવ મહેરામણ ની સખ્યાં ૨૦ , ૦૦૦ ને આંબી જાય છે . આજુ - બાજુ ના ગામોમાંથી આવતા હજારો લોકો નો ઉત્સાહ જોવાલાયક હોય છે . આ મંદિર નિ બાજુમાંથિ જ બિલિમોરા - વઘઈ નેરો - ગેજ ટ્રેન પસાર થાય છે , જેમાં બેસિ હરિયાળા વિસ્તારનો પ્રવાસ કરવો ખરેખર લ્હાવો છે .

દેવલિ માડિ મંદિર

ખરોલી ગામ ને લગતી કેટલિક આંકડાકિય માહિતિ :

  • ગામ ની વસ્તી -> ૪૩૫૬ ( ૨૦૦૧ વસ્તીગણતરિ પ્રમાણે )
  • ગામ નો વિસ્તાર -> ૭૬૭ . ૦૦ . ૩૪ ( હેકટર . પ્ર . આર )
  • ખેડાણ હેઠળનો વિસ્તાર -> ૭૦૯ . ૯૧ . ૦૭ ( હેકટર . પ્ર . આર )
  • ગૌચર હેઠળનો વિસ્તાર -> ૩ . ૪૪ . ૬૧ ( હેકટર . પ્ર . આર )
  • જંગલ ની જમીન ( બિન - ખેડાણ ) -> ૮૪ . ૧૫ . ૬૩ ( હેકટર . પ્ર . આર )
  • અન્ય જમીન -> ૫૧ . ૪૮ . ૮૬ ( હેકટર . પ્ર . આર )
  • જમીન મહેસુલ માંગણું ( રુ .) -> ૧૫૭૫૦ . ૭૩
  • ગામમાં કુલ ઘરોની સંખ્યા -> ૯૫૧

    ગામની વસ્તી પ્રમાણે કુટુંબની વસ્તી સંખ્યામાં :






































    પુરુષસ્ત્રીકુલ
    અનુસૂચિત જાતિ૩૨૩૬૬૮
    અનુસૂચિત જનજાતિ૨૦૨૫૧૮૧૧૩૮૩૬
    બક્ષી પંચ૧૨૧૩૨૫
    અન્ય૨૨૧૨૦૬૪૨૭
    ૨૨૯૦૨૦૬૬૪૩૫૬

    ગામના મુખ્ય પાકો :
  • ડાંગર -> ૩૧૮ . ૫૧ . ૨૮
  • શેરડી -> ૩૧૭ . ૩૫ . ૦૩
  • શાકભાજી -> ૨૦ . ૧૭ . ૩૮
  • ફળઝાડ -> ૨૮ . ૯૫ . ૬૭
  • અન્ય -> ૨ . ૧૫ . ૮૦

    ગામની સુવિધાઓ :
  • પ્રાથમિક શાળા -> ૩
  • બાલવાડી / આંગણવાડી સંખ્યા -> ૫
  • ગામની સહકારી સંસ્થા -> ૨
  • જોવાલાયક ધાર્મિક સ્થળો ( શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર ) -> ૧
  • પોસ્ટ ઓફિસ -> ૧
  • પિક - અપ સ્ટેન્ડ -> ૫
  • પીવાના પાણીની સુવિધા ->
  • વોટર વર્કસ -> ૧
  • હેન્ડપપં -> ૯૩
  • કુવા ( ૧ ) સરકારી ( ૨ ) ખાનગી -> ૫ + ૬૪
  • સિંચાઈની સગવડ ->
  • નહેર -> ૨
  • કુવા -> ૬૯
  • ઈ . મોટર -> ૯૨
  • ગ્રામ પંચાયત સભ્યોની સંખ્યા -> ૧૨

    ખરોલી ના સરપંચશ્રી ની યાદી :

    નામ સમય

    ૧ . સ્વ . શ્રી બળવંતરાય દુર્લભભાઈ દેસાઈ ( સ્વાંતત્ર સેનાનિ ). ૨૨ - ૨ - ૫૧ / ૩૦ - ૩ - ૫૮

    ૨ . સ્વ . શ્રી મંગળભાઈ વીરજીભાઈ પટેલ . ૧ - ૪ - ૫૮ / ૧ - ૬ - ૬૮

    ૩ . શ્રી મોહનભાઈ સમાભાઈ પટેલ . ૧ - ૬ - ૬૮ / ૧ - ૬ - ૮૯

    ૪ . શ્રી હેમંતભાઈ રતનજી પટેલ . ૧ - ૭ - ૮૯ / ૩૦ - ૬ - ૯૪

    ૫ . શ્રી ચંદ્રકાન્ત સી પટેલ .( વહીવટદાર ) ૧ - ૭ - ૯૪ / ૧૦ - ૭ - ૯૫

    ૬ . શ્રી નરેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ . ૧૮ - ૭ - ૯૫ / ૧૭ - ૭ - ૨૦૦૦

    ૭ . શ્રી છગનભાઈ એલ પટેલ .( વહીવટદાર ) ૧૯ - ૯ - ૨૦૦૦ / ૨૪ - ૧ - ૦૨

    ૮ . શ્રીમતિ ગંગાબેન બી પટેલ . ૨૫ - ૨ - ૦૨ / ૨૪ - ૧ - ૦૬

    ૯ . શ્રી ભાયસીંગભાઈ છાયલાભાઈ પટેલ . ૨૫ - ૧ - ૦૭ /

    (SOURCE: ખરોલી ગ્રામ પંચાયત ,

    SPECIAL THANKS: ખરોલી ગ્રામ પંચાયત , હરિકિશનભાઈ પટેલ , ધવલ પટેલ .)

    (*નોંધ :- ઉપરના લેખમાં જોડણી ની ભૂલો જેમ હતી એમ જ રાખવામાં આવી છે,જેથી વીકીપીડીયા નાં લેખ સાથે સરખાવી જાણી શકાય કે વીકીપીડીયા નું કામ કેટલું ચોકસાઈભર્યું હોય છે. )