Tuesday, February 9, 2010

Inglorious bastards..!!(ગુજરાતી માં લખી શકાય એમ નથી ;))

થોડા સમય પહેલા ઘણી જગ્યા એ આ મુવી વિશે વાંચ્યા બાદ ,આ મુવી ડાઉનલોડ કરી ને જોયું પણ એમાં સબ્ટાઇટલ ન હતાં , પૂરું મુવી અંગ્રેજીમાં હોત તો કદાચ થોડી-ઘણી સમજ પડી હોત,પરંતુ પાછળથી ખબર પડી કે મુવી માં મહદઅંશે ફ્રેન્ચ ,જર્મન અને થોડેઘણે ઈટાલિયન ભાષા નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.તો ફરીથી સબ્ટાઇટલ સાથે મુવી ડાઉનલોડ કરી.
મુવી જોયા પછી,એટલું ચોક્કસ કહી શકાય કે આ મુવી અત્યાર સુધી માં જોયેલ સૌથી ક્રુર મુવી છે .આટલાં ક્રુર દશ્યો મેં બીજા કોઈ મુવી માં નથી જોયા.(એમ પણ હું થોડો સંવેદનશીલ પ્રકારનો માણસ છું . :) ).જો કે મને આ મુવીનું બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક બહુ ગમ્યું . અને કદાચ એટલે જ ક્વેન્તીન તેરેન્તિનો (Quentin Tarantino) ને આ વર્ષ ના ગ્રેમી અવોર્ડસ માટે નોમિનેશન મળ્યું હતું (અને જેમાં રહેમાન સાહેબ ને વિજેતા ઘોસિત કરવામાં આવ્યા હતાં .).બ્રેડ પીટ (Brad Pitt) અને ક્રીસ્તોપ્ફ વોલ્ટ્સ(Christoph Waltz) નો અભિનય ખરેખર અદભુત હતો.

@ the end :-

"છ્મ છ્મ .." સોનુ નિગમે ઘણા સમયે ગાયેલું અદભુત સોંગ (મુવી:STRIKER) ,જો આંખોને બંધ કરીને શાંતિ થી સાંભળવા માં આવે તો એના ફીલ માં થી બહાર આવવું મુશ્કેલ થઇ જાય એવું સોંગ. :)

Thursday, February 4, 2010

અવતાર-3D !!

'અવતાર' રિલીઝ થયાનાં ૩૦-૪૦ દિવસો પછી જોવાનો અવસર મળ્યો.જો કે એ મારી પોતાની જીદ નાં કારણે જ હતું,""કે અવતાર જોવું તો 3D માં જ જોવું .
અને હમણા જાણવા મળ્યા મુજબ આ ફિલ્મ 3D પુરા ગુજરાત માં ફક્ત ૨-૩ થિયેટરમાં જ ચાલે છે.થેંક્સ ટૂ SK Aanand.


આગળ હું અને મોહિત એક વાર પ્રયત્ન કરી ચુક્યા હતા પણ અમને ટિકીટ ન હતી મળી--ત્યારબાદ વેકેશન હોવાને કારણે ઘરે જવાનું થયું અને અમે એવું 
વિચાર્યું હતું કે સુરત માં જોઈ લઈશું પરંતુ અમારા કમનસીબે ત્યાં આ મૂવી 3D માં ન હતું.અને હમણા જેવું કોલેજ આવવાનું થયું અને ખબર પડી કે SK Aanand
માં અવતાર 3D હજી ચાલે છે એટલે એ જ દિવસે સાંજે અમે પહોંચી ગયા થિયેટરમાં,અને ટિકીટ લીધાં પછી અમે થિયેટરનિ સ્ક્રીન તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં જ 
મોહિતે અચાનક કોઈ વ્યક્તિને ઓળખી,અવતાર માં જે કનેક્શન ની વાત હતી આવી જ કઈક વાત હતી એ,એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ અમારો ખાસ મિત્ર આલોક હતો જેની જોડે
અમે સુરત માં આ ફિલ્મ જોવાનો પ્લાન બનાવી જોયો હતો અને ત્યારપછી  અમે અચાનક એકબીજાને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સરખા દિવસે ,એક જ સમયે,એક જ જગ્યા એ ભેગા થઈ 
ગયા (જીદંગી ઘણીવાર સુખ:દ આશ્ચર્યમાં મૂકી દે છે. )

અને આ રીતે હું મારી જીદંગીની પહેલી 3D ફિલ્મ જોવા ગયો.અને ફિલ્મ જોયા પછી ખબર પડી કે ,શા માટે સાજીદ ખાને (મારા ફેવરિટ ટ્વીટર સેલિબ્રિટિ ) આ મૂવી ૬ વાર જોવા જવું પડ્યું,
શા માટે જય વસાવડા સાહેબે ફિલ્મ વિશે આફ્લાતૂન લેખ લખ્યો હતો,શા માટે કાર્તિક મિસ્ત્રી સાહેબે એક અલગ બ્લોગ પોસ્ટ લખવી પડી ,અને શા માટે 'સફારી ' એ પણ આ ફિલ્મ ની સિનેમટૉગ્રફિ પર 
અલગ લેખ આપ્યો.ખરેખર અદભૂત..!! અને પેન્ડોરા ગ્રહ ની પ્રકૃતિ અને લેટેસ્ટ કોમ્પ્યુટર ગેઝેટ ને 3D માં જોઈએ તો જ ફિલ્મ ની ખરી મજા માણી શકાય..

at the end:-
- life@kite -JAy Vasavada સુરત ના (નેશનલ લેવલનાં..!!) પુસ્તકમેળામાં ખુબ તપાસ કરવા છતાં ન મળી. :(
- ગૂગલ નાં કોઈ કામ માં કહેવાનું ના હોય: ઉ.દા :- google transliteration IME નો ઉપયોગ કરીને લખેલ આ બ્લોગ-પોસ્ટ.


Thursday, January 21, 2010

Re-entry..!!

ગઈકાલે ઘરનું  "ખાત-મુહરત" ની પુજન વિધિ પત્યા પછી અને હમણાં હમણા નજીકના મિત્રો ને નજીક થી મળ્યા પછી ( નજીક થી મતલબ રૂબરૂ, સેલ-ફોન પર કે ઓનલાઈન  નહિ એમ.. :) ) ,માનસિક સંતુલન તોડું સંતુલિત થયું હોય એમ અનુભવ્યા પછી આજે બ્લોગ પર Re-entry કરવી જોઈયે એવું લાગ્યું.
હા,તો આ ૨૦-૩૦ દિવસો માં થોડાક એવા વિષયો હતા જેના પર બ્લોગ-પોસ્ટ લખી સકત એવું હતું,પરંતુ હવે અને ટૂંક માં જોઈએ.
૧. ૩-Iditios બબાલ.
૨.Exams.
૩.TED-Iandia Conference at Maysoure.
૪.Vodaphone ની automatic callertune activation service.
૫. Microblogging services.
૬. Google's Addsense service.
જો સમય મળશે અને ઈચ્છા થશે તો ,આ પૈકી અમુક topic પર જરૂર post લખવાનો પ્રયત્ન કરીશ.
અને હા ૨૦૧૦ અને આ નવો દાયકો બધા માટે શુભ કારક રહે એવી પ્રભુ ને પ્રાથના. 
@ the end :
Exam time   છોકરાઓ  આવું વિચિત્ર સ્વરૂપ કેમ ધારણ કરી લે છે? વધેલી દાઢી અને વધેલા વાળ :)  

Friday, December 25, 2009

Monday, December 14, 2009

annoucement..

There is no new post since last month,and it might be remain same for next two-three weeks due to my mental state,exams,micro-blogging service(Twitter) etc.

come back soon..

Wednesday, November 18, 2009

OpenSUSE 11.2 and Ubuntu Karmic Launch Party.

જીદગીમાં ઘણા દિવસો એવા હોય છે જે આપણે જીવનભર ભૂલી નથી શકતાં.આવો જ એક પ્રસંગ હમણાં બન્યો.મારા જીવનમાં આવા બે દિવસો માં Maharaha Syajirav University,Vadodara એ મહત્વનો ભાગ ભજવ્યો છે.મારા બે આદર્શો/આઈડલ/હિરો એવા ચેતન ભગત અને કાર્તિક મિસ્ત્રીને હું ત્યાં મળ્યો છું,તો પ્રસંગ કંઈક આમ બન્યો.

શુક્રવારની રાત્રે સબમિશન અને વાઈવા ના દબાણથી ત્રાસીને રાત્રે સુતા પહેલા હું થોડીવાર નેટ પર સર્ફ કરવા બેઠો,રાબેતા મુજબ ઈ-મેલ ચેક કર્યા,ટ્વીટ કરી અને કાર્તિક સરનો બ્લોગ ચેક કરતો હ્તો--એમણે નવિ પોસ્ટ માં OpenSUSE 11.2 and Ubuntu Karmic Launch Party ની વિગત અને રજીસ્ટ્રેશનની લિન્ક આપિ હતી.તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવાનું મન થયુ પરંતૂં અચાનક યાદ આવ્યું કે આવતીકાલે તો બીજા એક સબ્જેકટ્નું સબમિશન છે.જે કેટલા વાગ્યે પુરું થાય એ નક્કી ન હતું.આથી મનને મનાવી એ લિન્ક SMS થી તક્ષ અને આલોકને મોકલી સંતોષ માન્યો.


પાર્ટી હતી સાંજે ૫:૦૦ વાગ્યે અને મારુ સબમિશનનું કામ પુરુ થયુ ૨:૪૫ એ હવે મને લાગ્યું કે કદાચ પાર્ટીમાં જઈ શકાશે--તક્ષને પુછ્યું "જવું છે?".અને હંમેશની જેમ તક્ષે સુપરચાર્જ્ડ સ્ટાઈલમાં કહ્યું,"હાં હાં પહોચી જવાશે તું જલ્દી કર".હું મોહિતને પુછવા ગયો એને કઈક કામ હતું.આખરે નિકળવાના ટાઇમે અશ્વિને પણ કહ્યું,"હું પણ આવું છું".અમે જલ્દીથી હોસ્ટેલ ગયાં લેપટોપ લઈ રજીસ્ટ્રેશનની લિન્ક ઓપન કરી અમાર ત્રણેનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને જરુરી વિગતો નોટ કરી અમે વિધાનગર જવાં નિકળ્યાં.ત્યાંથી વડોદરા કેવી રીતે જવું એના પર નાનું ડિસ્ક્શન કરી નકકી કરવામાં આવ્યું કે આણંદથી મેમુ ટ્રેન પકડવી--જેને ઊપડવમાં માત્ર ૧૫ મિનિટનો સમય બાકી હતો.જલ્દીથી રીક્ષા પકડી આણંદ સ્ટેશન પહોચ્યાં.સદનસીબે ટ્રેન મડી ગઈ.વડોદરા સ્ટેશન ઉતરી સીધા MSU ના Science વિભાગમાં પહોચ્યાં.સદનસીબે પાછલાં અનુભવથી MSU ના સ્ટ્રક્ચરથી હું પુરેપુરો વાકેફ હતો,આથી BCA વિભાગ શોધવામાં સમય વેડ્ફવો ન પડ્યો.



પાર્ટીમા અમે પહોચ્યાં ૫:૪૫ ની આસપાસ હોલ/લેબ ખીચો-ખીચ ભરેલિઇ હતી બેસવાની તો છોડો ઊભા રહેવાની જગ્યા શોધવા માટે પણ અમારે ૧૦-૧૫ મિનિટ અમારે દરવાજા પાસે ઉભુ રહેવું પડ્યું,તે દરમિયાન જ મેં કાર્તિક સર ને શોધી કાઢ્યાં હતાં--પાછળ પોતાન મેક બુક પર કંઈક કરતાં-કરતાં ચર્ચાં માં પણ ભાગ લઈ રહ્યાં હતાં.

અમે થોડી જગ્યાં શોધી શાંતિથી પાછળ ઉભાં રહયાં અને બેગ મુકી OpenSUSE 11.2 નુ જિગિશભાઈ નું પ્રેઝન્ટેશન જોવા લાગ્યાં અને ત્યારે જ Windows vs Linux ની ગરમાંગરમ ચર્ચા ચાલતી હતી ત્યારબાદ પ્રેઝન્ટેશન પુરુ થયાં પછી બધાને પિઝા અને કોલ્ડડ્રિંકસ આપવામાં આવ્યાં અને સાથે જ DVD's પણ.

અને પછી સમય આવ્યો કાર્તિકભાઈને રુબરુ મળવાનો,હું એમની સાથે ઈ-મેલથી સપર્કમાં હતો.હું થોડો નર્વસ હતો બાકી એમની વાતો પરથી અમે આગળ ઘણીવાર મડી ચુક્યા હોઇએ.ખુબ જ friendly અને down to earth માણસ છે.જ્યારે મેં એમની સાથે ફોટોની request કરી ત્યારે એમણે કહ્યું,"મારા ફોટાનું શું કરીશ?".મેં કહ્યું,"તમે નહી સમજી શકો,સર!"(ખરેખર હું મારો મનોભાવ એમને સમજાવવા અસમર્થ હતો).આગળ પણ હું લખી ચુક્યો છું એમન વિશે લખવાની મારામાં તાકાત નથી.. :) .જો કે પછી એમણે ફોટો પડાવ્યો અને કહ્યું,"મને પણ મોકલજે..... :)"


હું(ડાબે) અને કાર્તિક સર(જમણે) (ફોટો: અશ્વિન ગોહિલ)

પાર્ટીના અંતભાગમાં પાર્ટીનાં આયોજકો તરફથી લકી ડ્રો કરી ટી-શર્ટ,પેનડ્રાઈવ જેવી ભેટો વહેંચવામાં આવી અને અમારા સદનસીબે અશ્વિનને ઠાશું Ubuntu ટી-શર્ટ અને તક્ષને ૩ GB પેનડ્રાઈવ મળી અને મને મળ્યો કાર્તિક સરને મળવાનો મોકો અને અનેરો આનંદ. :)

રાત્રે ફરી વડોદરા સ્ટેશન નજીક ભંગાર પંજાબી જમીને મેમુ ટ્રેન પકડીને ફરી પાછા આણંદ.

Sources:-

-> launch party registration link.

-> party photoes (મારો અને કાર્તિક સરનો પણ એક ફોટો છે જ્યારે હું એમને કંઈક કહી રહ્યો હતો.)

-> party report (Kartik sir)

->party report (Jigish sir)


Monday, November 2, 2009

Movies/Films/ચલચિત્રો....

I love movies. I think they also can teach us lessons with entertainment. I was inspired by many movies. So I decided to publish such kind of posts regularly. Actually I had already 2-3 posts about single movie reviews. These are the some more movie names I shown recently.


1. What’s your Rashee? :- Fantabulous. ખુબ જ સરસ છે.Ashutosh Govarikar proves him-selves once again, and under his wonderful direction Piggy Chops(Priyanka Chopara) act superb (She is at her best.).Too many hilarious moments. I already read about the novel ( and also about it’s author Madu Ray sir.) on which this film is based from Urvish Kothari and Jay Vasavda.I like films which are based on novels/books.


2.All the best :- Typically Rohit Shetty’s movie. They forced you to laugh.


3.Wake up sid :- I already wrote about this movie.It’s simple and good.


4.Wanted. :- Full on masala movie. Salman act well as a tapori.


5.Taare Zameen Par :- I shown it 7th times,though couldn’t found words to explain it.


6.Deewana :- Late. Divya Bharti,Rishi Kapoor and Sharukh Khan starrer. Only for Late Divya Bharti 4th or 6th time.It has lovely songs.


7.Prahar :- I couldn’t believe that Nana Patekar could direct such a nice movie.I always like this kind of commando/spy related movies.


8. 99 :- very nice comedy movie.


9. The Madagascar :- Super cool animation and fantastic Hindi dialogues. (Thanks to Alok for referring this movie and thanks to Rohan for giving me it’s Hindi version.)


10.The Prestige :- Mind-blowing movie, really thought provoking. Must watch.( Thanks to Taksh for referring this movie.)



Monday, October 26, 2009

Too many words at crossword.


I love books. It was my dream from childhood to visit the Crossword. Because it is located near to my uncle's house in Baroda, whenever I went to my uncle's home I wanted to visit it but at that time I was taught that books sold by them were too expensive & couldn't afforded by me. But now when I know the truth and I also had reason to bought 2 states. And we also had 2 free hours at Baroda railway station last week. So We (me & Mohit ) went to crossword. It was amazing , I want to leave there forever. It was impossible for me to visit each and every section thoroughly in just 2 hours. So I just took a look at all the sections and found some things which you can see in the picture. So finally when I went in the crossword my wallet had 500 INR and when I went out of the crossword it had null. :)

Sunday, October 11, 2009

Wake up sid:an experience.

Wake up sid જોવાની ઈચ્છા તો ઘણા સમય થી હતી જ માટે ગઈ કાલે સમય મડતા જ હું,મોહિત અને તનેશ movie જોવાં નડિયાદ રાજહંશ ગયા .અમે સમયસર પોહચી ગયા movie start થાય એ પેહલા advertisement આવતી હતી (યાર હવે તો theater માં પણ નથી છોડતા ) રાજહંશ માં આગળ થોડા movies જોયા હતા પણ screen 3 માં પેહલી વાર હતા એટલે હું અને મોહિત એના વિશે analysis કરતા હતા ,મોહિતે મને કહ્યું display ની clarity બરાબર નથી ,મેં એને ચુપ કરાવવા કહ્યું "એ તો advertisement આવે છે ને એટલે movie ચાલુ થશે અને lights off થઇ જશે એટલે બધું બરાબર થઇ જશે ".Movie શરુ થયું મને titles વાંચવામાં problem થતો હતો મને થયું ખરેખર કઈક problem છે .તો પણ અમે જોયે રાખ્યું જો કે વચ્ચે વચ્ચે sound અને video ડુલ થયા 1-2 વાર મને થયું રાજહંસ ની ટીમ ટ્રાય કરી રહી છે થોડી વાર જોયા પછી પણ કઈ જ સુધારો ન થતા મારાથી રેહવાયું નહી આથી હું રાજહંસ ના ટીમ-મેમ્બર ને મળ્યો તેમને કહ્યું problem direct બોમ્બે (sorry its મુંબઈ.. )થી છે તમે ચાહો તો manager જોડે વાત કરી શકો છો ,હું manager પાસે પહોચ્યો ,રાજહંશ ની team અને specially manager ને અભિનંદન કે એમને અમારાથી વાત ન છુપાવી અને સીધી વાત જણાવી કે એના આગળ ના show માં light અચાનક જઈ ને અચાનક આવી જવાથી તેમના projector માં કઈક technical problem આવી ગયો છે આથી કદાચ પૂરું movie આવી રીતે જ જોવું પડશે તો પણ અમે લોકો એ interval સુધી રાહ જોઈ ,પછી સહન ન થતા manger પાસે refund લઇ આણંદ ના fame માં જવાનું નક્કી કર્યું .અને surprisingly manager એ આનાકાની વગર refund પણ આપી દીધું ખરેખર એમને 3 tickets ના પૈસા ગુમાવ્યા પણ અમારી નજર માં એમની image ખરાબ થતા બચાવી લીધી ,એમને અભિનંદન .
આખરે અમે fame જઈ સારી quality માં પૂરું movie જોયું .હા રીક્શાભાડાના અને tickets ના થોડા પૈસા વધારે ગયા પણ મજા આવી ગઈ ..ખરેખર movie સરસ હતું ,as a member of youngistan અને fanclub of ranbir મને તો khub જ ગમ્યું .પછી રાત્રે મોડા domino's ના pizza ખાય હોસ્ટેલ પર આવ્યા.