Sunday, August 5, 2012

નવું રમકડું ...!

     છેલ્લા ૫-૬ મહિના થી પર્સનલ કમ્પ્યુટર થી દુર રહેવું પડ્યું.(જી હાં,કારણ કે ઓફીસ ના કોમ્યુટર ને ૧૦૦%  પર્સનલ નાં કહી શકાય)  અને મારા લેપટોપ માં જેમ આગળ (કે  પાછળ  :) ) ની એક પોસ્ટ માં જણાવ્યા મુજબ  નો પ્રોબ્લેમ હતો ,પછી એક સાચા ગીકની માફક એના તમામ શક્ય ઉપાયો અજમાવી જોયા પછી એક માત્ર રસ્તો એ બચતો હતો કે એની ગ્રાફિક્સ આઈ.સી ને બાય-પાસ કરી જોવી,જેમાં પુરેપૂરું મધરબોર્ડ નકામું થવાની શક્યતા ભરપુર હતી અને કદાચ ઉપાય કારગત નીવડે તોય લાંબા ગાળા સુધી ના ટકે એ તો નક્કી જ હતું .જો કે મોટા ભાગના કામો  જેમ  કે ,મુવીઝ ,ઈ-બુક્સ ,નેટ-સર્ફિંગ જેવા કામો આઈ-પોડ ટચ પર કરવામાં આવતા હતા.અને એટલે જ કોઈ બ્લોગ પોસ્ટ પણ  લખી નહોતી શકાતી  .

એટલે ફરી પાછા એક  સાચા ગીકની માફક રૂપિયા ની ફિકર કર્યા વિના નવું નક્કોર SONY VAIO svE14112ENB વસાવવામાં આવ્યું.


New 'toy' in the house !


 

@ the end : -

- Happy Friendship-day to all...! :)

Sunday, April 22, 2012

અસ્મિતાપર્વ..!!

જ્યારે તમારી ઉંમર ૨૦-૨૧ વર્ષ હોય અને તમે જ્યારે આખો દિવસ ટીવી સામે બેસી ' M TV ' ની જગ્યાએ       ' આસ્થા ' ચેનલ જોતા હો તો તમારા મિત્રોને લાગશે કે આની ચસકી ગયું છે. :) અને તમારા ઘરવાળાઓને લાગશે કે , વાહ..! મારો દીકરો કેટલો સંસ્કારી છે. :) પરંતુ આમ તો  ' આસ્થા '  ચેનલ પર આવતો આ  પ્રોગામ    ' M TV ' ના રોડીઝ ને ટક્કર મારે એવો છે. :) જો તમે સાહિત્ય/કળા વિશે થોડું ઘણું પણ જાણતા હો તો,સાહિત્યનાં બધા રોડીઝ એક જગ્યાએ ભેગા થાય એટલે એને ' અસ્મિતાપર્વ ' કહેવાય. :)

    જોગાનુજોગ કે પછી જય વસાવડા પ્રત્યેના પ્રેમ નાં કારણે ૨૦૦૮ માં જયારે અનાયાસે ચેનલ સર્ફિગ કરતા આ  પ્રોગામ  પર નજર પડી ત્યારે ખબર પડી કે કે જયભાઈ પણ  એમનું વક્તવ્ય આપવાના છે .બસ,પછી તો પૂરું..! અને પછી તો આ પ્રોગામ નાં જ ચાહક બની ગયા,અને બાકી  બધા સર્જકો નાં વક્તવ્યો પણ મજેદાર લાગ્યા.

   આમ તો મોરારીબાપુ ને હું ઓળખતો તો હતો--બહુ આસ્તિક નહિ એવા મારા પપ્પાએ એમની યુવાનીમાં ફક્ત એક મોરારીબાપુનો ફોટો રૂમમાં લગાવ્યો હતો એવું મેં સાંભળ્યું હતું પરંતુ ' અસ્મિતાપર્વ ' વિશે જાણ્યા પછી એમના વિશે માન  ઘણું વધ્યું.

જય વસાવડા એ આ વર્ષે ' યુવાચેતના અને સાહિત્ય  ' વિષય પર  આપેલ  વક્તવ્ય,





@ the end :

-  ' અસ્મિતાપર્વ ' એ દર વર્ષે હનુમાન જયંતી પર મહુવા,ગુજરાત ખાતે પાંચ દિવસ માટે ઉજવાય છે.વધુ માહિતી કદાચ અહી થી મળશે.અને તમે એનો વિસ્તૃત અહેવાલ રીડગુજરાતી પર પણ વાંચી શકો છો.

Tuesday, March 13, 2012

સિંહગઢ નો કિલ્લો ?

અઠવાડિયા પહેલા  સિંહગઢ નાં  કિલ્લા ની મુલાકાતે ગયા હતા.જે પુના શહેર થી ૩૦ કિમી ની દુરી પર આવેલ છે.આ જગ્યા સમુદ્રની સપાટીથી   ૧૩૦૦ મીટરની ઉચાઈએ છે.પોતાના લાંબા ઈતિહાસ દરમિયાન ઘણી લડાઈઓં  નાં સાક્ષી રહી ચુકેલા આ કિલ્લામાં હવે તો કઈ બચ્યું નથી, થોડી ઘણી  તૂટેલી દીવાલો અને બે દરવાજા સિવાય.(આથી ત્યાં ઘણા સહેલાણીઓ મજાક કરતા હતા કે સાલું બધું ફરી લીધું પણ કિલ્લો તો જોવા જ ન મળ્યો.. :D  )


   અશ્વિન નો કેમેરો હતો એટલે થોડી ફોટોગ્રાફી ની મજા લેવામાં આવી.. :) આ રહ્યા કેટલાક નમૂનાઓ..,












  




















PS : કોઈ પણ ફોટા માં નામ ઉમેરવા સિવાય પોસ્ટ-પ્રોસેસિંગ કરવામાં આવ્યું નથી ;)




@ the end :-


"Exif" નામે ઓળખાતી માહિતી જાણવા લાયક હોય છે.ઉ.દા ઉપરના ફોટાની માહિતી  

Image Type: jpeg (The JPEG image format)
Width: 4288 pixels
Height: 3216 pixels
Camera Brand: EASTMAN KODAK COMPANY
Camera Model: KODAK EASYSHARE M531 Digital Camera
Date Taken: 2012:03:03 14:13:02
Exposure Time: 1/200 sec.
Aperture Value: 6.00 EV (f/8.0)
ISO Speed Rating: 64
Flash Fired: Flash did not fire, auto mode, red-eye reduction mode.
Metering Mode: Pattern
Exposure Program: Normal program
Focal Length: 6.5 mm  "


:)

Tuesday, March 6, 2012

આજ-કાલ..

* ફેબ્રુઆરી મહિનો તો પૂરેપૂરો લગ્નો ની મજા માનવામાં અને જલસા કરવામાં કયારે પુરો થઇ ગયો એની ખબર જ નાં પડી. :)

* હોકી ની ઓલ્પીક ક્વોલીફાય માટેની મેચો જોવાની મજા પડી. :)

* મારા લેપટોપ (Compaq Presario V3749AU) માં ફરી પાછો ઓવર-હિટિંગ નો પ્રોબ્લેમ આવ્યો,થોડી શોધ-ખોળ કરતા ખબર પડી કે,આ તો ખાટલે જ મોટી ખોળ છે.મધરબોર્ડ ની ડીઝાઈન માં જ ભૂલ છે,હીટ -સિંક ની બાજુમાં જ ગ્રાફિક્સ યુનીટ હોવાથી જ્યારે લેપટોપ ને ૭-૮ કલાક લગાતાર ચાલુ રાખો ત્યારે ગ્રાફિક્સ ચીપ ને નુકશાન પહોંચતા નવી નખાવવી પડે છે.(ટુંક માં ૨૬૦૦ રૂ. નો ખર્ચો કરવો પડ્યો એને પાછુ ચાલુ કરવા માટે. :) )

*  હમણા જાવા માં " સ્પ્રીગ ફ્રેમવર્ક " શીખવાનું શરુ કર્યું છે.

* આખરે,એપલ આઈપોડ ટચ સાથે રમવાનો મોકો મળ્યો,ઇ-બુક રીડર એપ સરસ છે,એપ જોડે રમ્યા પછી યાદ આવ્યું કે આના પર તો  સંગીત ની મજા પણ માણી શકાય છે. :p :) માટે ગઈ કાલે iStore માંથી ૧૭૦૦ રૂ નાં (ઓવર-પ્રાઈઝડ ?? :) ) ખરીદવામાં આવ્યા.. :)

સ્ટીવ ને મોડી-મોડી શ્રધ્ધાંજલિ.. 


@ the end :-

- આખરે રાહુલ જી હારી ગયા,રાહુલ એ પોલીટીક્સ નાં તુષાર કપૂર છે..-- વાયા ટ્વીટર :)

Friday, February 3, 2012

Indian Army.

આજ-કાલ સમાચારો માં "Indian Army" ઘણી ચમકી રહી છે.૨૬મી  જાન્યુઆરી હમણા જ ગઈ,એ પછી પુના માં ટ્રાફિક-પોલીસ જોડે સેના નાં ઓફિસરો ની ભીડંત થઇ ત્યારે અને તાજેતર માં જ્યારે ફ્રેંચ લડાયક વિમાન 'રાફેલ' ની ડીલ થઇ ત્યારે ન્યુઝ-ચેનલો પર સેના અને એના   ઓફિસરો છવાયેલા રહ્યા.

આ બધું જોયા બાદ મને NDTV પર જોયેલ એક ડોક્યુમેન્ટ્રી યાદ આવી ગઈ,થોડી ઘણી શોધ-ખોળ પછી એના થોડાક અંશો મળ્યા.

ભાગ ૧ :

ભાગ ૨ : 
@ the end : 

- " If death will come before I prove my blood.I swear I will kill the death. " -- પુના આર્મી કેમ્પ પાસે લગાવેલ બેનર પરથી.આ જાંબાઝ જવાનો  ને સલામ..!!

Wednesday, January 11, 2012

આજ-કાલ ...


* નવું વર્ષ ૨૦૧૨ શરુ થઇ ગયું અને બીજું અઠવાડિયું પણ પુરુ થવા આવ્યુ છે.

'પુણે/પુના' શહેર માં રહેવા આવ્યા ને આજે એક મહિનો થયો,રહેવાની વ્યવસ્થા જાતે કરવાની હતી માટે શરૂઆતમાં થોડી મુસીબત નડી. ("પુણે" નામ સંસ્કૃત શબ્દ 'પૂણ્ય નગરી'  પરથી આવ્યું છે.)

પ્રણવ મિસ્ત્રી  એ એમનો બહુ ચર્ચિત (અને જોરદાર) પ્રોજેક્ટ ' સિક્સ્થ સેન્સ' નો કોડ,લોકો માટે ઓપન-સોર્સ  શૈલી માં મૂકી એમનો વાયદો પૂરો કર્યો છે. :)


@ the end..

- પુના થોડું નહિ ઘણું મોધું શહેર છે...  :)

- શકીરા અને પીટ્બુલ નું નવું સોંગ, http://www.youtube.com/watch?v=a5irTX82olg

Monday, November 28, 2011

ચિત્ર-પોસ્ટ ..


પેલું કહેવાય છે ને,"A picture is worth a thousand words".તો હવે જ્યારે લખવાનો કંટાળો આવતો હોય ત્યારે ચિત્રો ( છબીઓ/ફોટાઓ/પીક્સ  વગેરે વગેરે  :)  ) મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ બહાને આ બધા ફોટાઓ નું ઓનલાઈન કલેક્શન પણ રહેશે..  :)



જયારે ગામ ની યાદ આવતી હોય ત્યારે ગામ નો આ ફોટો જોઈ લઉં છું....

Saturday, November 19, 2011

રોકસ્ટાર તમને ગમી ?


'Rockstar'



હાં,મને તો ગમી .જો કે વાત અહી એક ફિલ્મ ની નથી ,જનરલી લોકો આવું પૂછતા હોય છે,તમને આ ફિલ્મ ગમી? અથવા તો ફિલ્મો જોવા જતા પહેલા એનો રીવ્યુ લેતા હોય છે અને પછી નક્કી કરતા હોઈ છે કે ફિલ્મ જોવા જવું કે નહિ.પણ મને આ રીત યોગ્ય લાગતી નથી,કારણ કે ફિલ્મો નો ટેસ્ટ દરેક નો અલગ અલગ  હોય છે,જેમ કે ખાવામાં કોઈક ને ગળ્યું વધારે ભાવતું હોય તો કોઈક ને તીખું-તમતમતું .
અને ઉપર થી આ બધા પર તમારો એ સમય ના મૂડ ની પણ અસર થતી હોય છે.જેમ કે કાયમ તીખું-તમતમતું ખાવાનું પસંદ કરનાર ને  ગળ્યું ખાવાની ઈચ્છા કે મૂડ થઈ જાય . J

જો કે 'રોકસ્ટાર' ફિલ્મમાં ઘણી લાગણીઓં એવી બતાવવામાં(દર્શાવવામાં) આવી છે કે જે તમે અનુભવી ના હોય તો સમજવી(પચાવવી) મૂશ્કેલ છે.

Friday, November 11, 2011

આજકાલ..

* "રિવોલ્યુશન ૨૦૨૦" એના રિલીઝ થયા નાં પહેલા અઠવાડિયામાં જ વંચાય ગઈ હતી પરતું એના પર કઈક લંબાણ માં લખવા જેવું લાગ્યું નહિ,મને વાર્તા થોડી ફિલ્મી લાગી જો કે ભગત સાહેબે એમનો ટચ ગુમાવ્યો નથી.વન લાઈનર બઘા જોરદાર છે.અહિયા એમાંથી થોડા નું કલેક્શન જોવા મળશે.

* MiniDebConf 2011,Nitte,Mangalore માં પહેલા તો શનિ-રવિ બે દિવસ જવાનો વિચાર હતો,પરંતુ ટ્રેનિંગ માં એવાં પ્રોગ્રામ ગોઠવાયા કે એક દિવસ માટે પણ જવું શક્ય લાગતું નહોતું,પછી જેમ-તેમ કરી શની વારે એક દિવસ  માટે જઈ આવ્યા,કાર્તિક ભાઈ ને મળ્યા અને ખુબ મજા કરી,વધારે ડીટેઈલ માં સમય મળે એક પોસ્ટ લખીશ .અત્યારે તો બીજા  એ લખેલા રિપોર્ટ ની લીંક આ રહી,
- કાર્તિક ભાઈ એ પાડેલા ફોટા.. :)
- Christian Perrier એ લખેલ રિપોર્ટ.
- Christian Perrier નું સરસ presentation.



* આજે તો રોકસ્ટાર જોવા જવાનો વિચાર છે.અને આજે કંઈક ૧૧-૧૧-૧૧ જેવું છે.. :)

Friday, September 30, 2011

મેંગ્લોર માં ....

મેંગ્લોર માં ફરવાલાયક સ્થળોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

૧.ધાર્મિક સ્થળો ૨. દરીયા કિનારા ૩.શોપિંગ મોલ્સ અને મુખ્ય સીટી

૧.ધાર્મિક સ્થળો માં મંગલા દેવી માતા નું મંદિર મુખ્ય છે.જેના નામ પરથી મેંગ્લોર નામ રાખવામાં આવ્યું છે એવું કહેવાય છે.અને જે મારી હોસ્ટેલથી ઘણું નજીક પણ છે.ઘણાં ચર્ચ પણ છે જ્યાં હજી જવાનું બાકી છે.

૨. દરીયા કિનારા : અહી એટલા બધા બીચ છે કે ન પૂછો વાત જેમાંથી હું ફક્ત એક સુલતાન બત્રી કહેવાતા સ્થળે જ ગયો છું.જે સરસ જગ્યા છે પરંતુ અહીયા  દરીયામાં નહાવા કે થોડા અંદર જવું એ પણ ભયજનક છે.

૩. શોપિંગ મોલ્સ માં સીટી સેન્ટ્રલ સૌથી ફેમસ અને સરસ છે.Reliance Timeout સરસ છે પણ Crossword જેવી ફીલ નથી આવતી. સીટી માં પબ્સ સરસ છે,જેમાં The Gold Flinch ની મજા લઇ ચુક્યા છે . :)પણ ડિજે ના music માં એટલી મજા ન હતી,બાકી sound system મસ્ત હતી.

જો કે ,પર્વતમાળા જેમ કે, "Kudremukh" અને  ધોધ જેવા કે,  Jog Falls એ પણ પર્યટન માટે વખણાય છે,પણ અહી થી ઘણું દુર હોઈ જવાનો મોકો નથી મળ્યો .

અહી આઈસ-ક્રીમ સરસ મળે છે, “PAB-BAS” નો ખુબ વખણાય છે -- આ શની-રવિ ત્યાં જવાનો પ્લાન છે. :)
અને અહી પક્ષીઓમાં કાગડા અને સમડી જ જોવા મળે છે.. :)


@ the end :

MiniDebConf ,Mangalore (૨૮-૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૧૧) નું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે,લીંક :  http://is.gd/mdcnitte