* The Attacks of 26/11 (2013) by Ram Gopal Varma : અદભૂત ! RGV ની શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક. નાના પાટેકર હોઈ અભિનય નું કઈ કહેવાનું નાં હોય. થીએટર માં બેસીને રીતસર નું લોહી ઉકળી ઉઠે છે અને સાથે સાથે એક જાત ની લાચારી પણ અનુભવી શકાય છે.
* Zero Dark Thirty (2013) by Kathryn Bigelow :સુપર ! આપડે તો આ કેથરીન બહેન નાં ફેન થઈ ગયા, પહેલા "The Hurt Locker (2008)" અને હવે "Zero Dark Thirty (2013)". આર્મી ની લાઈફ દર્શાવતા તો કોઈ એમની પાસે શીખે. પ્રતિકભાઈ અને ઓસ્કાર એવોર્ડ્સ નો આભાર નહીતર મને તો એમ હતું કે આ ફિલ્મ ભારત માં રીલીઝ જ નથી થઇ, અને થીએટર માં જોવાનું તો રહી જ જાત.
* Argo (2013) by Ben Affleck : ખબર નહી કેમ પણ આ CIA,FBI,Mossad અને RAW નાં માણસો પ્રત્યે એક અજબ નો અહોભાવ નાનપણ થી જ છે.અને આ ફિલ્મ માં તો આપણો એજન્ટ એકદમ સુપરહીરો ટાઈપ પરાક્રમ કરે છે.
આ મહિના ની ત્રણેય ફિલ્મો સત્યઘટના ઓ પર આધારિત હોય અને ત્રણેય નાં પ્લોટ પણ ક્યાંક ને ક્યાંક "આતંકવાદ" ની સામ્યતા ધરાવતા હતા. ત્રણેય ફિલ્મો જબરજસ્ત!
જબરજસ્ત ! બે-બે વાર થીએટરમાં જોવા માં આવી ! આ નીરજ ભાઈ ખુબ જ ચીવટ થી કામ કરે છે. ૧૯૮૭ માં બનેલ ઘટના પર ફિલ્મ બનાવી હોય દરેક એ દરેક વસ્તુ એ સમયગાળા ની બતાવવામાં આવી છે, સ્વેટર, મોટરકાર, ઓટો, ટેલીફોન ઈત્યાદી નાં એ જમાના ના મોડેલો... :) મજાની સ્ટોરી અને સરસ કાસ્ટિંગ, બધાનું કામ જોરદાર છે. ટુંક માં મજા આવી, નીરજ ભાઈ નાં આવનારી ફિલ્મો ની રાહ જોવામાં આવશે.
સરસ, બુક નાં પ્રમાણ માં સારી ખી શકાય અને ફૂલ ટૂ અમદાવાદી પ્લોટ બતાવવાનો પ્રયત્ન કર્યો છે :) અંત માં થોડું વધારે તટસ્થ બતાવી શકાયું હોત એવું લાગ્યું. "શુભાઆરંભ" અને બાકીના સોંગસ પણ સરસ છે !
બસ બે જ ફિલ્મો કારણ કે, ફેબ્રુઆરીમાં લગ્નગાળો ચાલતો હતો તો, એક નાનકડો બ્રેક લઇ એક-બે લગ્નો ની મજા લેવામાં આવી અને ઘરની ઉડતી મુલાકાત લેવામાં આવી હતી... :)
હુસેન સાહેબે બનાવી હોય એટલે આર્ટિસ્ટિક તો હોવાની જ, પણ થોડી ધીમી પણ છે. મારા જેવા એ તો આરામ થી મુડ બનાવી ને જોવી પડે એવી. જો કે આઈ-પોડ પર જોઈ હોવા છતાં મજા તો આવી. :) ઓવરઓલ : સરસ મુવી !
1986 નાં પ્રમાણે આજે પણ ઓફબીટ લાગે એવી , આમ જ રેન્ડમ ટી.વી સફીગ માં જોવા માં આવી, ભારે ઉપદેશ આપવામાં ડીરેક્શન નો ખ્યાલ ન રાખવામાં આવ્યો હોય એવું લાગે ... ખેર, વિચારવા જેવી વાત તો એ છે કે, નાના પાટેકર ત્યારે અને આજે પણ એવા ને એવા જ છે ... :)
આજકાલ બોલીવુડ માં કઈ સમજાતું નથી, એક તરફ "આશિક બનાયા આપને " જેવી ફિલ્મ બનાવનાર "ટેબલ નં 21 " જેવી ફિલ્મ બનાવે છે , ને બીજી તરફ સુધીર મિશ્રા અને વિશાલ ભારદ્વાજ જેવા લોકો "ઇન્કાર" અને "મટરૂ..." જેવી ફિલ્મો બનાવી રહ્યા છે...!
આ મુવી ની USP [ Unique Selling Propostion/Point :D ] જ એની unpredictability માં હતી,અને કદાચ એ કારણે જ,હમેશા કંઇક અલગ કરવાની ટ્રાય કરનાર આમીરે આ ફિલ્મ સાઈન કરી હોય એવું લાગે છે,મને તો ગમી અને એ પણ આ કારણસર જ,અભિનય તો બધાનો સરસ હતો.પણ મને આ રીમા બહેન ને આવું બધું 'સુપર નેચરલ' ટાઇપ નું વધારે ગમતું હોય એવું લાગે છે ! [ ઉ.દા : એમની પહેલી ફિલ્મ "Honeymoon Travels Pvt. Ltd." માં પણ કંઈક આવું જ હતુ...! :) ]
આમ તો જય ભાઈ નાં લેખ માં વાંચ્યું હતું ત્યારનું આ મુવી લીસ્ટ માં એડ થઈ ગયુ હતુ.પછી કાર્તિકભાઈ એ એમની પોસ્ટ માં ઉલ્લેખ કરી ને ફરી પાછું યાદ કરાવ્યુ એટલે ત્યારે જ જોઈ નાખવામાં આવ્યુ. પરેશ રાવલ અને બીજા દરેક અભિનેતા નો જોરદાર અભિનય ! દરેક ભારતીય એ એકવાર તો જરૂર થી જોવું જ જોઈએ.
આમ તો આ મુવી ક્યારેય જોઈ જ ના હોત પણ દિવાળી નો સમય હતો બધા ભેગા થયા હતા ને મુવી જોવાનો પ્લાન બની ગયો તો પછી આ અને 'જબ તક હે જાન' માંથી કોઈ એક જોવાનું હોય આ મુવી જોવામાં આવ્યું.ટીપીકલ બ્રેઈન-લેસ કોમેડી.અને કોમેડી નાં નામે ખુદ એક મજાક !
બસ, આ મહિનાનું લીસ્ટ પૂરું :) મને પણ વિશ્વાસ નથી થતો પણ ,પહેલા દિવાળી ની ૧૦ રજાઓ ની મજા લેવામાં અને પછી ઓફીસ માં કામ-કાજ નાં વધારાને કારણે...અને ઉપરથી પેલા 'બીગ બોસ' અને 'કોમેડી સરકસ' નાં એપિસોડ જોવા માં જ ઘણો સમય ગયો.
સુપર કુલ! આમ તો ફિલ્મ વિષે કહેવાનું કઈ રેહતું જ નથી દરેક એ જોવા લાયક. હવે તો ડીવીડી ની રાહ જોવાઈ રહી છે...!! તદુપરાંત મને ફિલ્મ નું સંગીત અને ખાસ કરીને પાશ્વ સંગીત (મતલબ, બેકગ્રાઉન્ડ મ્યુઝીક... :) ) ખુબ ગમ્યું.એટલે જ હિમેશ ભાઈ પહેલે થી એઝ અ મ્યુઝીક ડાઈરેક્ટર પસંદીદા રહ્યાં છે,ખબર નહિ એમને હીરો બનવાની શું જરૂર પડી હશે !?
અપડેટ: ફ્લીપ-કાર્ટ પર પ્રી-ઓર્ડર માં ઉપલબ્ધ છે,એક-બે દિવસ માં ઓર્ડર કરી દઈશ. લીંક :)
ઠીક-ઠાક,સારું થયું થીએટર ની જગ્યાએ ટીવી પર જોઈ,વધારે પડતી જ મોર્ડન થઇ ગઈ હોય એવું લાગ્યું.(અથવા હું વધારે પડતો જ દેશી છું. :) ) જે હોય એ પણ મુઝીક અને સિનેમેટોગ્રાફી ગમી.
નહિ સારી નહિ ખરાબ. તિગ્માંશુ સાહેબે બનાવી હતી એટલે જોઈ નાખી...!! :)
આ મહિનામાં OCJP ની પરીક્ષા આપવાની હતી એટલે મુવીઝ ની સંખ્યા આપોઆપ ઘટી ગઈ...!!જો કે OCJP વાળું કામ ઘણા સમય થી લાબાયા કરતુ હતું આખરે સુપેરે પરું થયું એટલે મોટી હાશ અનુભવાય....!! :)
@ the end :-
Bigg Boss અને આમ જીદગી માં પણ ઘણી સામ્યતાઓ છે,અને જો તમે આ શો ને હ્યુમન સાયકોલોજી વાળા એન્ગલ થી જોતા થઇ જાવ તો કદાચ તમે પણ એને (એટલે કે Bigg Boss ને ) ગાળ દેવા વાળાઓ માંથી એના રેગ્યુલર દર્શક બની જાવ !! :) # confession :D
આમ તો અત્યાર સુધી જોયેલી/દેખેલી ફિલ્મો નો એક ડેટાબેસ બનાવવાનો વિચિત્ર વિચાર આવ્યો હતો,આમ તો એટલી બધી ફિલ્મો જોય હશે કે ન પૂછો વાત,પણ દર મહીને આવી એકાદ પોસ્ટ લખી ને ટ્રેક રાખી શકાય એવું સુજ્યું ... :) તો વીતી ગયેલા અને આવનારા મહિનાઓનું તો ખબર નહિ પણ આ મહિના (સપ્ટેમ્બર'૧૨) માં જોયેલ ફિલ્મોની યાદી ( યાદી જ્યાદા,રિવ્યુઝ કમ...! ). :)
આમ તો મારી મોટા ભાગ ની ફિલ્મો ની પસંદગી જય વસાવડા પ્રેરિત હોય છે... :) (જે ફિલ્મો નો ઉલ્લેખ જય ભાઈ નાં લેખ,ટ્વીટ, ફેસબુક સ્ટેટસ વગેરે માં થયો હોય એવી..).અને આ ફિલ્મ તો એમની ફેવરીટસ માં ની એક હોય ઘણા સમય થી જોવાની ઈચ્છા હતી...ગયા મહીને હ્રીશિદા ની ગોલમાલ જોવામાં આવી હતી ત્યારે એમના દિગ્દર્શન ની સ્ટાઈલ ગમી હતી. આ ફિલ્મ એક જ શબ્દ માં, "ક્લાસિક" !!
થેન્ક્સ ટુ ' રાજશ્રી પ્રોડક્શન ', આ પૂરી ફિલ્મ યુટ્યુબ પર ઉપલબ્ધ છે,
અનુરાગ કશ્યપ ની પહેલી ફિલ્મ જે ઓફિસીયલી રીલીઝ ન'તી થઈ શકી.પુના માં બનેલી એક ઘટના વિષે ન્યુઝ-આર્ટીકલ્સ વાંચીને અનુરાગ ને આ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો.હમણા કોઈક ભલા માણસે આ ફિલ્મ ની પ્રિવ્યુ કોપી નેટ પર મૂકી છે.
ખુબ જ જિંદાદિલ દિગ્દર્શક અને વન ઓફ માય ફેવરીટસ.'હાસિલ' એ અલ્હાબાદ માં સેટ કોલેજિયન પોલીટીક્સ નાં બેકડ્રોપ પર બનાવેલ એક 'કલ્ટ' ફિલ્મ કહી શકાય અને 'હોસ્ટેલ મુવીઝ' (જે થીએટરો માં ઓછી અને હોસ્ટેલ નાં રૂમો માં વધુ જોવાતી હોય એવી ફિલ્મો ઉ.દા. 'ગુલાલ', 'દિલ દોસ્તી ઈટીસી' ,'દિલ ચાહતા હૈ', 'લક્ષ્ય' વગેરે...) માં ટોપ પાંચ માં જરૂર આવે એવી ફિલ્મ :)
અનુરાગ કશ્યપ નાં ડાય હાર્ડ પ્રશંશક હોવાથી અને આ વખતે આ ફિલ્મની માર્કેટિંગ પણ બરાબર હોય ઘણા સિનેમાઘરો માં રીલીઝ થઇ હોવાથી, રીલીઝ થયા નાં પહેલા અઠવાડિયામાં જ બંને ભાગો જોવામાં આવ્યા.જોરદાર ! દમદાર ! એકદમ 'રો' અને 'રસ્ટિક' પાત્રો જોવાની મજા આવી.
Again from the master,અનુરાગ કશ્યપ..!! કલ્કી એ લખેલ ડ્રામા બેઇઝ્ડ ફક્ત અનુરાગ કશ્યપ જ બનાવી શકે,ખુબ જ રીઅલ દ્રશ્યો અને એ પણ સામાન્ય ડીજીટલ SLR કેમેરા માં શૂટ કરવામાં આવેલ !
2. DevFest Powered by Pune GDG(Google Developres Group),official page
* ઘણી વાર એવું લાગે છે "જાવા" સાલું કંઈક વધારે પડતું જ વિશાળ છે... :)
* દરેક રાજ્યના લોકો ને ખબર છે કે ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી ન.મો છે અને ખુબ સારી રીતે ગુજરાત નું શાસન ચલાવે છે..!! :) (આવું બધા સામેથી આવી ને કહે છે એટલે લખું છું ,અને મને આંધ્ર-પ્રદેશ કે મિઝોરમ નાં મુખ્યમંત્રી વિષે કશી ખબર નથી અને ત્યાં નાં લોકો જ્યારે તમને આવું કહે કે પૂછે ત્યારે અચંબો થાય ...) :)
* વચ્ચે એક 10 દિવસ લાંબુ મસ્ત વેકેશન વિતાવવા માં આવ્યું હતું ઓગસ્ટ મહિનામાં,ત્યારે ચોમાસું ભ્રમણ અતર્ગત ફરી પાછુ જંગલ ભ્રમણ કરવામાં આવ્યું હતું (વાહ,એક વાક્ય માં કેટલા ભ્રમણ !? :) ) . આમ તો છેલ્લા 4-5 વર્ષોથી ચોમાસા માં આવા કંઈક પ્રોગ્રામ બનતા રહે છે ,જંગલો ની નજીક રહેવાનો ફાયદો :)
* જમણાં પગ નાં અગુંઠા પછી હવે ડાબા પગનાં અગુંઠા માં "Ingrown nail" કહેવાતી સમસ્યા સતાવી રહી છે ,જેને મેડીકલ ભાષામાં "Onychocryptosis" પણ કહેવાય છે,અને ગુજરાતી માં કદાચ "નહિયુંપાકવું" એમ કહે છે . :(
* બ્લોગ ને રેગ્યુલર કરવા હવે થી વિચારો ને તરત ડ્રાફ્ટ માં કન્વર્ટ કરી શેડ્યુલ પોસ્ટ નો ઉપયોગ કરવાના પ્રયાસો થઇ રહયા છે, જોઈએ કેટલો કારગત નીવડે છે આ ઉપાય ... :)
@ the end:
પહેલી વાર આટલી સરસ હિન્દી એનિમેશન મુવી નું આટલું સરસ ટ્રેલર જોયું,"krayon" ની ટીમ ને ખુબ-ખુબ
અભિનંદન . અને મોહિત નો આભાર આ શેર કરવા માટે ... :)