Sunday, September 21, 2014

આ મહિના ની ફિલ્મો, જુલાઇ'૧૪ !!

* Bobby Jasoos (2014) by Samar Shaikh : જોઈએ એટલી મજા ન આવી ! ઠીક-ઠાક !

* Humpty Sharma Ki Dulhania (2014) by Shashank Khaitan :  સ્ટોરી તો પહેલી થી જ એ ચવાયેલી ડીડીએલજે  વાળી  છે એ ખબર જ હતી, જો કે ટ્રીટમેન્ટ ગમી. જોવાલાયક, હળવીફૂલ વિથ મજેદાર મ્યુઝીક !


* @ the end :

- એક દિવસ નો નાનકડો પ્રવાસ  'અંબાજી' યાત્રાધામ નો ગોઠવાયો અને ત્યાં થઈ રહેલું આધુનિક ડેવલપમેન્ટ જોઇને સુખદ આચકો અનુભવ્યો ! (જેમ કે આધુનિક કિઓસ્ક , મંદિર નાં ઈતિહાસ નો પરિચય આપતી 3D  મુવી : 'આરાસુરી માં અંબે'  અને મ્યુઝીયમ ! ). થોડી ટ્રેકિંગ અને બર્ડ-વોચીંગ ની પણ મજા લેવામાં આવી, ફોટાં જે કેમેરા માં લીધા હતા એ હમણા  ઉપલબ્ધ નથી, જયારે મળશે ત્યારે મુકવામાં આવશે. :)

આ તો , પોસ્ટ કરતા સાઈડ-નોટ ની સાઈઝ વધી ગઈ ! :P  :)  

આ મહિના ની ફિલ્મો,જૂન'૧૪ !!

* Food, Inc. (2008) by Robert Kenner : ઘણા સમય પહેલા તક્ષે (તક્ષ , જોડણી ખોટી હોય તો સાચી જણાવવા વિનંતી ! :) )  રીક્મેંડ  કરી હતી, એ સમયે કદાચ ટોરેન્ટ થી દુર રહેવાનું નક્કી કર્યું હતું અને 'jDownloader' પર લીંક  ન'તી મળી કે એવું કંઈક  તો થયું હતું. પછી હમણા એક દિવસ ટીમ લંચ પર આ વિષય પર વાત નીકળી  અને યુટ્યુબ પર રેન્ડમ સર્ફિંગ માં ફુલ્લ ડોક્યુમેન્ટ્રી મળી ગઈ,



સરસ, જોવા અને વિચારવાલાયક !!

* Ek Villain (2014) by Mohit Suri : મોહિત સૂરી સાહેબ તો અપેક્ષા કરતા સારી ફિલ્મો બનાવતા થઇ ગયા ! સારી હતી, ગમી !

* City Lights (2014) by Hansal Mehta : હંસલ મહેતા સાહેબ ફૂલ મોડ માં છે, શાહિદ અને પછી આ ફિલ્મ ! સરસ ફિલ્મ અને જોરદાર અભિનય !!

@ the end :
Firefox addon of the month : પારેવું ગુજરાતી ડીક્ષનરી  

Thursday, July 3, 2014

આજ-કાલ..

* 'Outliers' વંચાય ગઈ,  'Just for fun' અને 'જ્યોતિપુંજ' વંચાય રહી છે.

* પુના માં ચોમાસાની શરૂઆત થવાની એકદમ તૈયારી છે.

* જાન્યુઆરી - મે નાં લાંબા વિરામમાં ગણી બધી ઘટનાઓ ઘટી, લગ્નજીવનની શરૂઆત થી લઈને, પહેલી હવાઈ મુસાફરી, બેચલર રૂમ શેરીગ થી લઇ ને પોતાનું ભાડાનું 'ઘર'. હાયપર એસીડીટી થી લઈને દાતો મેં સડન. ટુકમાં, જીવન નાં નવા તબક્કા ની શરૂઆત !

* સમય સાથે ની મારામારી રોજબરોજ વધતી જ જાય છે.

* આ વખતે લોકસભાની ચુંટણી માં મજા પડી ! :)

* સફારી નું લવાજમ ભરવાનું પહેલી વાર ચૂકાય ગયું, અને એ પણ 2-3 અંકો (મહિનાઓ) પછી ખબર પડી.

@ the end :

-  site of the month : http://www.caravanmagazine.in/

- Thank you 'ISRO' ! ભારતીય હોવા પર ગર્વ  કરાવવા માટે,


Sunday, June 15, 2014

આ મહિના ની ફિલ્મો,મેં '૧૪ !!

* Kya Dilli Kya Lahore (2014) by Vijay Raaz, Karan Arora :  વિજય રાઝ સામીલ હોય થોડી હ્યુમરસ  હશે એવું લાગતું હતું, પરંતુ થોડી ડ્રામા ટાઇપ  ભારી ભરખમ હતી. એકદરે ગમી આ ફિલ્મ  એમ કહી શકાય !

* Kevi Rite Jaish (2012) by Abhishek Jain : સરસ ! (જો કે એ તો આખી દુનિયાને ખબર છે ! ) જ્યારે રીલીઝ થઇ ત્યારે થીએટર માં જોવાની ઘણી ઈચ્છા હતી, પરતું પુને નાં કોઈ થીએટર માં આવી ન'તી માટે જોવાની રહી ગઈ હતી. અચાનક કૃપા સાથે યુટ્યુબ પર ગુજરાતી નાટકો શોધતા શોધતા આના પર નજર પડી અને જોઈ નાખવામાં આવી. મજા આવી ! અમને બંને ને ગમી.

* Zero Bani Gayo Hero (Gujarati Drama) :  કૃપા ને  ગુજરાતી નાટકો જોવા  ગમે છે. એને પહેલા નાટ્યગૃહ માં જોયું હોવાથી અને એનું ગમતું હોવાથી અમે લોકો એ સાથે બેસી ઘરે જોયું. ખુબ જ સરસ ! 100 % જોઈ  શકાય.

* The World Before Her (2012) by Nisha Pahuja :  આ 2012 માં  બનેલી ડોક્યુમેન્ટરી હમણા 2014 માં જઈ ભારત ના થીએટરો માં પહોચી.  સદનસીબે કૃપા ને પણ ડોક્યુમેન્ટરી જોવાનું ગમે છે (અને સમજ માં પણ આવે છે. :) ). 'ગુલાબી ગેંગ' જોવાની રહી ગઈ હોવાથી આ વહેલી તકે જોવામાં આવી. હિંદુ કટ્ટરવાદી ઓ નું આવું નિરૂપણ  પહેલી વાર જોયું, જોવામાં ઘણી અડચણ થઈ (થોડું વધારે પડતું થઇ ગયું એવું પણ લાગે). જો કે ફિલ્મ ને લઇ ને કસી બબાલ ન થઈ એ જાણી ને આનંદ થયો. ફિલ્મ જોયા પછી વિચારો ના ચકડોળે  ચડી જવાય એમ છે. હવે 'Proposition for a Revolution' ની રાહ જોવાય રહી છે.


@ the end :

RIP પ્રેરણામૂર્તિ  મૃગેશ ભાઈ !

Wednesday, January 8, 2014

મનહર કાકા વલસાડ માં ... !!

* મનહર કાકા (મનહર ઉધાસ) વલસાડ માં આવી ગયા એ જાણી ને ખુબ આનંદ થયો, અને એમાં પણ મારા પરિવારના લોકો ત્યાં હાજર હોય એ જાણી ને વધારે ! :)

* મને મનહર કાકા નો પરિચય કોણે કરાવ્યો એ તો મને બરાબર યાદ નથી, પરંતુ એમણે મારા જેવા પદ્ય કરતા ગદ્ય માં વધારે રસ ધરાવનારને-- બરકત વિરાણી ‘બેફામ’, ‘અમૃત ઘાયલ’, ‘શૂન્ય પાલનપુરી’, ‘આદીલ મન્સૂરી’, ‘આસીમ રાંદેરી’ જેવા મહાનુભાવો અને એમની રચનાઓ જોડે પરિચય જરૂર કરાવ્યો (અને મારી ઉમરના  ઘણા લોકો ને આ મહાનુભાવો નો પરિચય મનહર ઉધાસ થકી થયો હોય એવું બનવાજોગ છે. )  

* જોગાનુજોગ છેલ્લા ૧-૨ અઠવાડિયા થી હું આ બધી ગઝલો ફરી સાંભળી રહ્યો હતો અને એટલા માટે જ છેલી પોસ્ટ માં એ  ‘બેફામ’ સાહેબ ની પંક્તિઓ પણ હતી. મને યાદ છે ઓરકુટ પર સરસ મજાની કોમ્યુનીટી માં  એક મજાની ડીવીડી નું સંકલન કરવામાં આવ્યું હતું, અને મને પણ રાજકોટ થી એક ભાઈ એ કુરિયર કરી હતી, જેમાં ઘણી બધી મજેદાર ગુજરાતી ગઝલો, કવિતાઓ, બાળગીતો વગેરે હતા, હવે આજે જઈ ને એ શોધી એને સાંભળવામાં આવશે.  :)

* આમ તો મને એમને ગાયેલ  બધી જ ગઝલો / રચનાઓ ખુબ જ ગમે છે, પરંતુ હાલના સમય માટે ફક્ત આ બે અમર રચનાઓ,




અને,




બાકી ખજાનો તો છે જ ઈન્ટરનેટ પર....!! :)

@ the end :

* આવનાર પ્રણવ મિસ્ત્રી !?


* હેપ્પી ૨૦૧૪ !!

Monday, December 30, 2013

હરતા ફરતા...

* પુના માં હરતા-ફરતા, ભારતીય લશ્કરના લોકો અને વાહનોની મુલાકાત થતી રહે છે, પરંતુ આ વખતે સ્વાર-ગેટ જતા જ્યારે નજર 'આકાશ' લખેલ મિસાઈલ લોન્ચર પર પડી ત્યારે બાઈક જાણે આપો-આપ ઉભી રહી ગઈ  (વાહ, ફિલ્મી ટચ, યુ નો ! :)  ). અને પછી અમને લાગ્યું કે, સેના નું  કોઈક પ્રદર્શન છે તો ચાલો મજા આવશે, ટીકીટ લઇ અંદર ગયા, શરૂઆત માં જ બે સરસ મજા ની BMP રશિયન  ટેંકસ  (BMP-II ) , 


લોકો ને એના વિષે જાણવા કરતા ઉપર ચડી ને ફોટા પડાવવાની વધારે મજા આવતી હતી ! ઘણી નજીક થી જવાનો ટેંક નાં વિવિધ ભાગો નો સરસ પરિચય આપતા હતા.


અને એની સામે આપણું પોતાનું "આકાશ" surface-to-air મિસાઈલ,





અને એની બાજુમાં હતું સૂપરસોનિક "બ્રહ્મોશ" મિસાઈલ,



પહેલી વાર Mobile Autonomous Launcher (MAL) જોયું, અદ્ભુત ! (આમ તો સફારી માં ચિત્રો ઘણી વાર જોયા છે.) લંબાઈ આટલી વધારે હશે એવું વિચાર્યું નહતું. જેમ કે નીચેના ચિત્ર માં દેખાય છે એમ, ૭-૮ કાર ઉભી ગોઠવી હોય એટલી લંબાઈ થઈ જાય. દુર થી પણ પુરા વાહન ને એક ફોટા માં કવર કરવું મુશ્કેલ છે.



અને આ MAL એજ ચેક "Tatra" કંપની  એ બનાવેલ છે, જેની ડીલ માં ભૂતપૂર્વ આર્મી ચીફ વી.કે.સિંગ કટકી ખાધા નાં આરોપ માં ફસાયા હતા, અને આ કંપની પર બૅન લગાવવામાં આવ્યો હતો અને આ તાજેતર માં આવેલ આ સમાચાર પ્રમાણે કદાચ હવે એ બૅન ઉઠાવી લેવાશે એવું માનવામાં આવી રહ્યું છે.




   મજા આવી ગઈ, પરંતુ પછી જ્યારે ડોમ માં પ્રવેશ્યા ત્યારે ખબર પડી કે, અરે આ તો લોકલ ઓટોમોબાઈલ ડીલર્સે ર્રાખેલ ઓટો-એક્પો છે.  અને અંદર પછી સેના ને લગતી એક પણ વસ્તુ જોવા નહિ મડી !

* ઈન્ટરનેટ પર હરતા-ફરતા આ સરસ મજા ના વિડીયો જોડે અથડામણ થઇ (વાહ, અથડામણ !! આ હા !!   :D )


@ the end :

* કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.
   ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી. 
   - 'બેફામ'

* ગુડ-બાય ૨૦૧૩ !

Saturday, December 21, 2013

આજ-કાલ..

* આજ-કાલ પુના માં સરસ મજાની ઠંડી પડી રહી છે.(રાત્રે °-° થઇ જાય છે.)

* અને છેલ્લા ૪-૫ મહિનાથી સરસ મજાના પ્રોજેક્ટ પર સરસ મજાની નવી (મારા માટે નવી) એજાઈલ મેથોડોલોજી માં કામ ચાલી રહ્યું હતું જેના પરિણામે બ્લોગ-પોસ્ટ્સ, વાંચન, અને ફિલ્મો માં કાપ આવી ગયો, ("પાછું એ જ બહાનું...!!" એવું કોને કીધું ? :) )

* થોડા આરામ પછી હવે "Outliers" વાંચવાનું શરુ કર્યું છે.

* આ મહિનાની ફિલ્મો વાળી ઘણી પોસ્ટ્સ ડ્રાફ્ટમાં પડી છે, હવે બધું ભેગી કરી એક પોસ્ટ મુકવાનો વિચાર થઈ રહ્યો છે.

* ધૂમ-૩ સાવ ભંગાર ફિલ્મ છે, કદાચ પહેલા ખબર હોત કે આ ફિલ્મ,  "ટશન" ફિલ્મ વાળા દિગ્દર્શક (ડિરેક્ટર) એ   ડાયરેક્ટ કરી છે તો જોવા જ નાં જાત.

@ the end :

* બ્લોગ ઓફ ધ મંથ: http://thebigindianpicture.com/

Sunday, July 21, 2013

શીપ ઓફ થીસીઅસ - એક માનસિક યોગા ક્લાસ બાય અ ઋષિ આનંદ ગાંધી !




આ પોસ્ટ લખવાની હિંમત તો ન'તી થતી કારણ કે અમુક અનુભવો માટે શબ્દો નથી હોતા. અને  આ ફિલ્મ નાં વખાણ કરવાની પણ જરૂર નથી કારણ કે ઈન્ટરનેટ / સોશિઅલ મીડિયા એનાથી છલકાઈ રહ્યું છે. એક જ ફિલ્મ માં આટલા બધા લેયર્સ, મેસેજીસ, મેટફરસ (રૂપકો), ફીલોસોફીકલ  સિદ્ધાન્તો, વિજ્ઞાન, હ્યુમર, અને બીજું ઘણું બધું... સમજવું મુશ્કેલ થઈ જાય છે, દિલો દિમાગ કામ કરતા બંધ થઈ જાય છે. ફિલ્મ ની દરેક ફ્રેમ આર્ટીસ્ટીક માસ્ટરપીસ છે. દરેક વાક્ય કે ડાયલોગ ને લખી ને રાખવાનું મન થાય એવા ... અભિનય એની પરાકાષ્ઠા એ છે, જાને કોઈ ફિલોસોફીકલ રીસર્ચ પેપર ને ફિલ્મમાં કન્વર્ટ કરવામાં આવી હોઈ...!

 ફિલ્મ એક ફિલોસોફીકલ પેરાડોક્સ પર બેઇઝ્ડ છે,  જે ગ્રીક ફિલોસોફર પ્લુતાર્ક એ રજુ કર્યો હતો, થીસીઅસ પોતાની આર્મી માટે એક શીપ બનાવડાવે છે જે અનેક પુરજા ઓ નું બન્યું હોય છે, મુસાફરી દરમિયાન જેમ પુરજા ઓ ખરાબ થાય એમ એ બીજા નવા પુરજા ઓ થી બદલાતા જાય છે, હવે શીપ જ્યારે સામા કિનારે પહોચે છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે, "શું આ એ જ શીપ છે જેને પહેલા કિનારે થી પોતાની મુસાફરી શરુ કરી હતી? અને માનો કે એ બગડેલા પૂરજો ને સમારી એમાંથી બીજું શીપ બાનાવવામાં આવે તો એ બે માંથી ઓરીજીનલ શીપ ઓફ થીસીઅસ કયું?"    

ફિલ્મ માટે જેટલું લખો એટલું ઓછું છે, આ ફિલ્મ જોવા પહેલા આનંદ ભાઈ નાં એક બે ઈન્ટરવ્યું વાંચી કે જોઈ ને જાવ તો ઓર મજા  આવશે , આમ તો  એમના દરેક ઈન્ટરવ્યું વાંચવા / જોવા અને સમજવા લાયક છે. બાકી તો જેમ એમને પોતાના એક  ઈન્ટરવ્યું માં કીધું છે એમ,

" आपकी जितनी यात्रा रही होगी, आप उतना गहराई में कनेक्ट कर पाओगे फ़िल्म के साथ। और आपकी वह यात्रा नहीं भी शुरू हुई होगी तो मेरा मानना ऐसा है, इसमें मैं शायद गलत भी हो सकता हूं हालांकि कहीं न कहीं मेरा ये मानना मुझे भी सही लगने लगा है, कि ये फ़िल्म उस यात्रा की वो शुरुआत हो सकती है "

****

આનંદ ગાંઘી ફિલ્મી જગત નાં અરવિંદ કેજરીવાલ, એક જીનીયસ , ટ્રૂ હેકર , પ્યુરીસ્ટ, આર્ટીસ્ટ, સાયન્ટિસ્ટ, રીસર્ચેર  છે . છ વર્ષે ની ઉંમરે એમને પોતાનું પહેલું નાટક લખ્યું હતું, ત્યાર પછી મોટે ભાગના ફિલોસોફરો અથવા જીનીયસો સાથે બને છે એમ પરિસ્થિતિ એ સમય કરતા વહેલા મેચ્યોર બનાવી દીધા, સાત વર્ષ માં-બાપ નાં છુટા પડવું, લોઅર મિડલ કલાસ માં પોતાનાં માં અને નાના-નાની જોડે એમનો ઉછેર થયો, ૧૬-૧૭  નાં થયા ત્યાં સુધી માં તો એમને દુનિયાની મોટા ભાગ ની ફીલોસૂફી વાંચી-વિચારી ચુક્યા હતા, ત્યાર પછી ૧૯ વર્ષે ઘણું નવું  ટ્રાય કરવા માં "સુગંધી" , "પ્રત્યાંચા", "ચાલ રીવર્સ માં જઈ એ " (હા , સાહેબ ગુજરાતી છે ! :) ) જેવા અનેક એવોર્ડ વિનીગ નાટકો લખ્યા ને ડાયરેક્ટ કર્યા . અને આ બધા માં "ક્યોંકી સાંસ ભી કભ બહુ થી" માટે ડાયલોગ્સ અને "કહાની ઘર ઘર કી" માટે સ્ક્રીનપ્લે પણ લખ્યા,અને પછી મહેસુસ થયુ કે પોતે જે કરી રહ્યાં છે એ ખોટું છે અને  નક્કી કર્યું કે હવે પછી કયારેય ટીવી સીરીઅલો માટે કામ નહિ કરે. ત્યારપછી એક શોર્ટ ફિલ્મ બનાવી "રાઈટ હિઅર , રાઈટ નાઉ (ભાગ, )", અને "કન્ટિન્યુઅમ (ભાગ , , , ,  "). અને ત્યાર પછી 4-5 વર્ષ ની મહેનત અને પોતાની જીંદગી નો નીચોડ લગાવી ને  ફીચર ફિલ્મ બનાવી "શીપ ઓફ થીસીઅસ" જેણે લગભગ દુનીયા નાં દરેક ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રશંસા મેળવી અને થેન્ક્સ ટુ કિરણ રાવ ("ધોબી ઘાટ" નાં દિગ્દર્શક) થોડાક શહેરો માં થીએટરો માં રીલીઝ કરવામાં આવી છે. આમ તો ઘણું બધું લખી શકાય એમ છે, ઘણું વિશાળ અને ડેપ્થ વાળુ વ્યક્તિત્વ છે એમનું.

નીચેનાં ૨ ઈન્ટરવ્યુંઝ માં એમના વ્યક્તિત્વ / જીવન નાં ઘણા મજેદાર અંશો જાણવા મળશે, આશા છે કે વર્લ્ડ સિનેમા અને સાહિત્ય માં એમની જેમ ભરપૂર વિઝીબીલીટી  ધરાવતા એવા જય વસાવડા સાહેબ પણ એમના પર કંઈક લખશે.

૧. http://filamcinema.blogspot.in/2013/07/evolution.html 

૨. http://www.thehindu.com/features/cinema/asking-unsettling-questions/article4917471.ece 

જો તમારે આ ફિલ્મ તમારા શહેર માં જોવી હોય તો ફેસબુક નાં આ પેજ પર જઈ તમારા શહેર માટે વોટ કરો.

@ the end :

બ્લોગ ઓફ ધ મંથ :

http://recyclewala.blogspot.in/ 

Saturday, July 13, 2013

આજ-કાલ..

* જાન્યુઆરી થી મે , પ્રોજેક્ટ નાં કંઈક વધારે પડતા જ કામ-કાજ નાં કારણે એકદમ પેક રહ્યા (મતલબ વ્યસ્ત હતો એમ :) ), મુવીઝ પણ ઓછી જોવાય અને પરિણામે એના આધારિત બ્લોગ-પોસ્ટ પણ ઓછી થઈ ગઈ, જો કે જુન-જુલાઈ માં એની કસર પૂરી કરવામાં આવી રહી છે અને ટૂંક માં જ એક લાંબી લીસ્ટ સાથે એકાદ  બ્લોગ-પોસ્ટ આવશે એવું લાગી રહ્યું છે :)

* આ વખતે ચોમાસા માં હજી સુધી ઘરે જવાયું નથી અને દર વખત ની જેમ આ વખતે જંગલો માં ફરવા નહિ જઈ શકાશે એવું લાગત હતું, ત્યાં જ ગયા શનિ -રવિ ઓફીસ માં થી અહી પુને નજીક અલીબાગકાશીદમુરુડ-જંજીરા (હા, જલજીરા નહિ ! :) ) ની એક દિવસ ની ટ્રીપ ગોઠવવામાં આવી, મજાની જગ્યા છે, તમારી એક બાજુ દરિયો અને બીજી બાજુ પહાડો...!

* આમ તો અલીબાગ, માંડવા આ જગ્યાઓ/ ગામો નાં નામ આજ સુધી ફિલ્મોમાં સાભળ્યા હતા એ જોવા મળ્યા અને દરિયામાં ઘણા સમય પછી ન્હાવા મળ્યું એટલે મજા પડી (જો કે પાણી ખાસું એવું માટી વાળું હતું :( ), અહિયાં પણ ઘણી ગુજરાત ની ગાડી ઓં જોવા મળી, દારૂની દુકાનો ની આજુ-બાજુ પાર્ક કરેલી ! :)

* એક સારા એવા કેમેરા ('પોઈન્ટ & શૂટ'  કે 'entry level SLR ' !? ) ની સારી એવી ખોટ વર્તાય રહી છે... :P


@ the end :

* અદભૂત ! કદાચ 30-40 વાર સાભળ્યા પછી પણ એમ થાય છે કે હજી પણ સાંભળતો જ રહું. આ ફિલ્મ ની ખુબ જ આતુરતા થી રાહ જોવાય રહી છે...